Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૫ ] રાજકેટ-ચાતુર્માસ
[૨૧૭ અમૃતવાણી સાંભળવામાં તત્પર જણાતાં નથી! આંખોને જોઉં છું તે આંખોની પણ એવી જ હાલત છે. હું તો એમ ચાહું છું કે – “જહ દેખું વહીં પર નૂરે ખુદા, કેઈ ઓર તો આતા નજર હી નહીં.” - જ્યાં નજર નાંખું ત્યાં તારું જ રૂ૫ નજરમાં આવે એમ હું ચાહું છું પણ આંખ એ જેવા ચાહતી નથી. એ તે કોઈ શંગાર સજેલી સ્ત્રીને જોવા માટે જેટલી ઉત્સુક રહે છે તેટલી તારું રૂપ જોવા માટે ઉત્સુક જણાતી નથી. નાકને વિષે પણ એ જ વાત છે. હું મારી ઊંચી ભાવના રાખવા માટે અનેક પ્રયત્ન કરું છું પણ કામ તે હલકો જ કરું છું. ઈશ્વરનો ભક્ત બનીને નાક નકટું બને એવાં ખરાબ કામો હું કેમ કરું છું તેને હું વિચાર કરતો નથી. જીભને જોઉં છું તે તે પણ પરમાત્માના ગુણગ્રામ કરવાને બદલે રસાસ્વાદ કરવામાં તથા બીજાની નિંદા કરવામાં હમેશાં તૈયાર રહે છે પરંતુ તારું સ્મરણ કરતી નથી. શરીરને જોઉં છું તે શરીર બીજાના કલ્યાણ માટે તે તૈયાર રહેતું નથી પણ બીજાને મારવા દુઃખ દેવા તથા હેરાન કરવા માટે હમેશાં તૈયાર રહે છે. પગ પણ બીજાના હિત માટે કે ધર્મના કામ માટે તે ચાલવા તૈયાર રહેતા નથી પરંતુ નાટકસીનેમા તથા નાચરંગ જેવા જવા માટે દોડવા તૈયાર થઈ જાય છે.
હે પ્રભો ! આ પ્રમાણે જે સાધન દ્વારા તારું સ્મરણ થઈ શકે છે તે સાધનો ખરાબ કામોમાં લાગેલાં છે. હવે મનની સ્થિતિ જોઉં છું. તે મનની પણ એવી જ સ્થિતિ છે. મન પણ પવિત્ર હોય તે બધું કામ ઠીક થઈ જાય. હું બીજાઓને તે મનને પવિત્ર રાખવાને ઉપદેશ આપું છું પરંતુ જ્યારે પિતાના મન તરફ દૃષ્ટિ ફેંકું છું તે તેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે દેષો એટલા બધાં ભરેલાં છે કે વાત જ પૂછ મા ? આ પ્રમાણે હે પ્રભો ! તારું સ્મરણ કરવાની ઇચ્છા હોવા છતાં સાધને સ્વાધીન ન હોવાને કારણે તારું સ્મરણ કરવામાં બહુ મુશ્કેલી જણાય છે ! મારી પાસે એક પણ સાધન એવું નથી કે જેની સહાયતાધારા હું ઉજજવલ ચિત્તે તારું સ્મરણ કરી શકું !
ઉપરની દૃષ્ટિએ જોતાં પરમાત્માનું સ્મરણ કરવામાં નિરાશા અનુભવાય છે, પરંતુ જ્ઞાનીજને કહે છે કે, આ નિરાશામાં પણ આશા રહેલી છે. હે પ્રભો ! સદગુરુનાં સદવચને યાદ કરવાથી તારું સ્મરણ કરવાની મને હિંમત થાય છે. સદ્દગુરુ કહે છે કે, “તું શા માટે ગભરાય છે ! તું જેને ખામી સમજી રહ્યો છે તે ખામીઓ જ તને પરમાત્માની સમીપ લઈ જનારી છે. જે રોગી હોય છે તે જ દાક્તરની પાસે જાય છે ! જે અભણું હોય તે જ નિશાળે ભણવા જાય છે. તે જ પ્રમાણે તું તારી ખામી જાણીને પરમાત્માની શરણે જાય છે એ પ્રસન્નતાની વાત છે.”
પૂરવ અશુભ કર્તવ્યતા, તેહને પ્રભુ તૂમ ન વિચારકે;
અધમ ઉદ્ધારણ બિરુદ છે, શરણ આયે અબ કીજીયે સહાયકે. હે પ્રભો ! હું મારા કાર્યને જ જોઉં છું તે તારી શરણે આવી શકશે નહિ પણ તું અધમ ઉદ્ધારક છે, નિરાધારને આધાર છે એ જાણીને જ તારી શરણે આવ્યો છું.
૨૮