Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ચૈતન્ય છું.' એમ વિચારવું જોઈએ. આ પ્રમાણે મારે અને શરીરને કાંઈ સંબંધ નથી, એમ વિચાર કરવાથી આત્મામાં વિવેક પ્રકટ થાય છે. જડ અને ચૈતન્યને વિવેક કરવાથી જ જીવ સુજ્ઞાની બને છે, અને તેનું અજ્ઞાન દૂર થાય છે. જીવની આ મૂળ દશાની દ્રષ્ટિએ જ ભગવાન નેમિનાથની પ્રાર્થનામાં એમ કહ્યું છે કે, “હે ! સુજ્ઞાની છો! પરમાત્માનું ભજન કરી લો.” તમે લોકો પણ આ શિક્ષાને હદયમાં ધારણ કરો. એમ થવું ન જોઈએ કે, કેવળ અહીં જ પરમાત્માનું ભજન તે કરી લે પણ બહાર નીકળતાં જ ભૂલી જાઓ! અહીં તે ભજન કરવાની શિક્ષા આપવામાં આવે છે પણ વ્યવહારમાં તે બહાર જ ઉતારી શકાય છે; એટલા માટે આ શિક્ષાને હદયમાં ધારણ કરે અને અજ્ઞાનને દૂર કરવા માટે પરમાત્માનું એક ચિતે ભજન કરો.
કોઈ એમ કહે કે, પરમાત્માનું ભજન કરવાથી શું લાભ થશે! તે એ પ્રશ્નના ઉત્તરમાં ભક્ત કહે છે કે –
ભજન કિયા ભવભવના પાતક, દુઃખ દુમાગ મિટ જાવે;
કામ ક્રોધ મદ મત્સર તૃષ્ણ, દુર્મતિ નિકટ ન આવે. ગમે તેવા રોગી હોય પણ એને જોઈ દાકતર ગભરાતો નથી, પરંતુ રોગીના રોગને દૂર કરવો એ તે મારા હાથનું કામ છે ! જે પ્રમાણે દાકતર રોગને નષ્ટ કરી દે છે તેજ પ્રમાણે પરમાત્માનું ભજન કરવાથી ભવભવનાં પાતક દૂર થઈ જાય છે. પ્રાર્થના કરતાં રહેવાથી સારું ધ્યાન જ થાય છે, ખરાબ ધ્યાન તે થતું જ નથી. જ્યારે સારું ધ્યાન જ થાય છે, ખરાબ ધ્યાન થતું નથી તે પછી પાપ ટકી જ કેમ શકે ? જે પાપ બંધાય છે તે ખરાબ ધ્યાનથી બંધાય છે, અને જે પાપ ખરાબ ધ્યાનથી બંધાય છે તે પાપ શું સારા ધ્યાનથી નષ્ટ થઈ શકે નહિ ! સારું ધ્યાન ધરવાથી પાપ કર્મ નષ્ટ થઈ જાય છે, અને એ કારણે દુઃખ પણ દૂર થઈ જાય છે. વાસ્તવમાં દુ:ખ શું છે એના માટે કહ્યું છે કે –
“કામ ક્રોધ મદ મત્સર તૃણા, દુર્મતિ નિકટ ન આવે” કામ, ક્રોધ, મદ, મત્સર, તૃષ્ણા વગેરે વિકારે જ દુઃખરૂપ છે. પરમાત્માનું સ્મરણ કરવાથી અને તેમનું ભજન કરતા રહેવાથી એ વિકારો પાસે આવતા નથી અને તેથી કોઈ પ્રકારનું દુઃખ રહેવા પામતું જ નથી; એટલા માટે તમે પરમાત્માનું સ્મરણ કરે અને ખરાબ ધ્યાનને મનમાં સ્થાન આપે નહિ તે તેમાં કલ્યાણ જ છે. અનાથી મુનિને અધિકાર–૨૪
હવે આજ વાત શાસ્ત્રદ્વારા સમજાવું છું. અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “હે રાજન ! જે વસ્તુઓની માલિકી કરવાથી આત્મા અનાથ બને છે એ જ વસ્તુઓને કારણે તે પિતાને નાથ માને છે; એ જ તારી ભૂલ છે.”
આ પ્રમાણે કહી અનાથી મુનિ પહેલાં શરીરની અનાથતા બતાવે છે. જીવ વિચારે છે કે, હું આ દેહને સ્વામી છું, આ દેહ મને આધીન છે, હું તેને સ્વામી છું, આ પ્રમાણે આ શરીર સાથે મમત્વ રાખી છવ શરીરને સ્વામી બને છે, પણ જીવ શરીરની સાથે જેટલું મમત્વ રાખે છે; શરીરને તે જેટલો માલિક બને છે એટલે જ તે વધારે અનાથ બને છે.