Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
સદગુરુના કહેવાથી તારા શરણે આવવાની મારામાં હિંમત આવી છે. જે પ્રમાણે સાપથી કરડાએલો માણસ ઔષધ માટે દોડતો દેડતે દાકતર પાસે જાય છે તેમ હે પ્રભો ! કામ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, અહંકારઆદિ વિકાસપીએ મને કરડે છે, એનું દુઃખ મારાથી સહી શકાતું નથી. એ દુઃખને દૂર કરવા માટે, એ વિકારવિષને ઉતારવા માટે હે પ્રભો ! તારી પાસે દેડતે દોડતો આવ્યો છું. એ વિકારસર્ષોથી મારી રક્ષા કરો અને એ વિકારવિષ ઉતારી મારે ઉદ્ધાર કરે !
જે કઈ માણસ રાજાની ગાડીમાં બેઠેલો હોય તો તેને નિંદ્રા આવશે? નહિ! પણ હું રાજાની ગાડીમાં બેઠેલો છું એટલે મારે સાવધાન થઈ બેસવું જોઈએ એવો તેનામાં ઉત્સાહ આવશે. આ જ પ્રમાણે તમે ધર્મસ્થાનક્યાં-પરમાત્માના ખોળામાં બેઠેલા છે એમ સમજી ધર્મક્રિયા કરવામાં સતર્ક-સાવધાન રહે, નિદ્રા કે પ્રમાદ કરે નહિ. સાવધાન કરવા માટે કહેવું એ તો મારું કામ છે પણ સાવધાન થઈ ધર્મક્રિયા કરવી એ તો તમારું જ કામ છે. જે તમારામાં ધર્મોત્સાહ છે તે એક ચિત્તે પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરે કે –
હે પ્રભો! મારામાં ઘણી અપૂર્ણતા છે, અશક્તિ છે અને ઘણાં દુર્ગુણો છે પણ તારા શરણે આવવાથી એ અપૂર્ણતા અને અશક્તિ દૂર થઈ જશે એ વિશ્વાસની સાથે જ તારા શરણે આવ્યો છું. તે શરણાગતની રક્ષા કરો.”
પરમાત્મા પ્રત્યે અટલ વિશ્વાસ રાખવાની વાત હવે હું શાસ્ત્રારા સમજાવું છું – અનાથી મુનિને અધિકાર–૨૩
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “હે રાજન ! “હું બધાને નાથ છું' એવું તેને અભિમાન છે. એ અભિમાનનો ત્યાગ કરી તું પોતે અનાથ છે એમ માન. જે તે પિતાને અનાથ સમજીશ તે કદાચ કોઈ સનાથને શરણે જઈશ અને તારી અનાથતાને દૂર કરી શકીશ; પણ જે તે પિતાને અનાથ માનતો જ નથી તે પછી તું સનાથના શરણે કેવી રીતે જઈશ ? હ પોતે પણ અનાથ હતો. પણ મેં અનાથતાનો કેવો અનુભવ કર્યો છે, તે તું શાંત ચિત્તે સાંભળ:-“મારા પિતા કૌશાંબી નગરીમાં રહેતા હતા. તેઓ પ્રચૂર ધનસંચયી હતા.”
જેના આશ્રય નીચે રહેલી વ્યક્તિ પણ ધનવાન થઈ જાય તે પ્રચૂર ધનસંચયી કહેવાય છે. જે પ્રમાણે પંડિતની પાસે રહેલો મૂર્ખ પણ પંડિત થઈ જાય છે, અને ઑકટરની પાસે રહેલ રોગી પણું સાર થઈ જાય છે તે જ પ્રમાણે જેની પાસે રહેલો નિર્ધન પણ ધનવાન થઈ જાય છે તે પ્રચુર ધનસંચયી છે. પ્રચુર ધનસંચયીને આ અર્થ શંકરભાષ્યના આધારે બતાવ્યો છે. અનાથી મુનિએ પિતાના પિતાના માટે પ્રચુર ધનસંચયી હતા એમ કહ્યું છે. આ કથનનો આશય એ છે કે તેના પિતાના આશ્રમમાં રહીને અનેક લોકે ધનવાન બની ગયા હતા. અર્થપત્તિ અલંકારના ન્યાયે મુનિ પિતે કેવા ધનવાન હતા એ બતાવ્યું છે. જેમના પિતા ધનવાન હોય છે તેમને પુત્ર પણ ધનવાન જ હોય છે. આ સાંભળી રાજા વિચારવા લાગ્યો કે, કૌશાંબી નગરી બહુ જુની છે અને ત્યાં અનેક