Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૨૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ પ્રમાણે પરોપકારી આત્માઓને આદરસત્કાર આપવાથી હિન્દુ કે મુસલમાન બધા આનંદમાં રહી શકે છે.
સુદર્શનની પરોપકારવૃત્તિ જોઈ બધા તેની પ્રશંસા કરવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે, “રાજા તે પછી છે, પણ અમારા દુઃખને દૂર કરનાર તે આ શેઠ જ છે. આ શેઠ અમારું દુઃખ સાંભળી અમારી પાસે તક્ષણ આવે છે અને જે પ્રમાણે સંતપ્ત માણસને વૃક્ષ છાયા આપી શાન્તિ આપે છે, તે જ પ્રમાણે આ સુદર્શન શેઠ પણ આધિ, વ્યાધિ, ઉપાધિ એ ત્રિવિધ તાપથી સંતપ્ત થએલાઓને શક્તિ આપે છે.”
સૂર્યના તાપથી સંતપ્ત થએલા લોકોને વૃક્ષ કેવી રીતે છાયા આપી આનંદ અને શાન્તિ આપે છે એ વાતનો અનુભવ તમને કદાચ જ હશે પણ અમને તે તેને બહુ અનુભવ છે. તમે લોકે છત્રી ઓઢે છે, જોડા પહેરે છે, મેટરમાં બેસે છે, અને યથાવસરે આકાશમાં પણ એરોપ્લેન દ્વારા ઉડે છે પણ અમારા માટે તે આજે પણ ચોથે જ આવે છે. અમે તે ચોથા આરાની માફક આજે પણ ઉઘાડે પગે અને ઉઘાડે માથે ચાલીએ છીએ, અને તડકામાં ચાર-પાંચ ગાઉ વિહાર કરીએ છીએ, ત્યારે વૃક્ષની છાયા અમને કેવી શાન્તિદાયક લાગતી હશે ! અમને છત્રી તે કપે નહિ, પણ વૃક્ષની છાયા લેવામાં કાંઈ વાંધો નથી. આ રીતે વૃક્ષ સંતપ્ત લોકોને છાયા આપી શાન્તિ આપે છે. વૃક્ષની માફક સુદર્શન પણ આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપથી સંતપ્ત લોકોને છાયા-આશ્રય આપી શાન્તિ આપતા હતા.
તે જ ચંપાનગરીમાં કપિલ નામને એક પુરોહિત રહેતે હતો. તે રાજાનો ગુરુ હતે. તે વેદ-વેદાંગ-ન્યાય વગેરેને જાણકાર હતા. લોકોમાં તે પ્રતિષ્ઠિત ગણાતું હતું. સુદર્શનની ચારે બાજુ ફેલાએલી કીર્તિ તે કપિલે સાંભળી. કપિલે વિચાર્યું કે, આવા પ્રસિદ્ધ માણસની મિત્રતા કરવી જોઈએ. તે સુદર્શનની સાથે પ્રીતિસંબંધ કરવા લલચાય. એ તો સાધારણ નિયમ જ છે કે, જે સામે માણસ હોય છે તેવાની સાથે જ તેવી પ્રીતિ થાય છે. બીડી પીનારની પ્રીતિ બીડી ફેંકનારની સાથે જ થાય છે. શરાબ પીનારની પ્રીતિ શરાબ પીનારની સાથે અને દુરાચારીની સાથે દુરાચારીની પ્રીતિ બંધાય છે. આથી વિપરીત ધમષ્ટ પુરુષની પ્રીતિ ધાર્મિકોની સાથે અને ઉદાર પુરુષની પ્રીતિ ઉદાર પુરુષની સાથે બંધાય છે; કપિલ વિચારવા લાગ્યું કે સુદર્શનની સાથે ભારે પ્રીતિસંબંધ બંધાય તે સારું. સુદર્શનને મળવા માટે પ્રયત્ન કરી તેણે મુલાકાત કરી, સુદર્શન બધાની સાથે હળીમળી જતે પણ કપિલે તે પ્રયત્ન કરી સુદર્શનની મુલાકાત કરી હતી તો પછી તેની સાથે પ્રીતિસંબંધ શા માટે જોડે નહિ ? તે તો દુર્ગણી માણસની સાથે પણ પ્રીતિ કરતે પણ
માટે નહિ પણ દુર્ગુણ છોડાવવા માટે. પ્રીતિ સંબંધ જોડી દુર્ગુણો કેવી રીતે છોડાવી શકાય છે એ વાત એક કથાદ્વારા સમજાવું છું.
રાજા શ્રેણિકે પોતાના રાજ્યમાં “અમારી’ ને ઢઢેરે પીટાવ્યો. કઈ જીવને કોઈ મારે નહિ એવી આણ વર્તાવી. આજ્ઞા સાંભળી કાલકસૂરી કસાઈ કહેવા લાગ્યું કે, કોઈ જીવને ન મારવાની પ્રરૂપણ કરનાર શા ખોટાં છે. જીવોની કતલ કરવી એ જ સાચી વાત છે. તેણે રાજાને કહ્યું કે, જે આ૫ કલ કરવાનું સાચું માનતા ન હ તે આપ તલવાર બાંધવી છોડી દે અને પછી જુએ કે આપનું કહેવું કોણ માને છે !