Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી પ ]
રાજકેટ–ચાતુર્માસ
| [૨૨૫
રાજાએ જવાબ આપ્યો કે, સામે યુદ્ધ કરવા આવનારની સાથે લડાઈ કરવી એ વાત જુદી છે અને એમ કલ કરવી એ પણ વાત જુદી છે. કાલકસૂરીએ કહ્યું કે, રાજન ! આપની વાત બરાબર નથી. જે પ્રમાણે તલવારધારા આપનું રાજ્યશાસન ચાલે છે તે જ પ્રમાણે કલ કરવાથી અમારી રોજી ચાલે છે, એટલા માટે હું જાનવરની કલ કરવી છોડી શકું એમ નથી.
રાજાએ વિચાર્યું કે, આ વાતેથી માનશે નહિ; એ તે સજાથી જ સીદેર થશે. આ પ્રમાણે વિચાર કરી તેને જેલમાં પૂરી દીધે. કાલકસૂરી જેલમાં પડયે પડે પણ પોતાના શરીરનો મેલ ઉતારી, તેનો પાડો બનાવી તેના ઉપર તલવારની માફક હાથથી ઘા કરી એક-બે-ત્રણ એમ જોરથી બરાડા પાડતો. આ બરાડા સાંભળી રાજાએ સિપાઈઓને પૂછ્યું કે, આ એક-બે-ત્રણ એમ કોણ બરાડા પાડે છે ! સિપાઇઓએ જવાબ આપે કે, મહારાજા ! કાલકસૂરિ જેલમાં પડે પડે પણ પિતાના ધંધાની પ્રવૃતિ કરે છે.
આ સાંભળી રાજાએ અભયકુમારને કહ્યું કે, આ કાલકસૂરીને કેવી રીતે સુધારે! એ તો કહ્યું માનતો જ નથી. અભયકુમારે કહ્યું કે, તેનાં સંસ્કારો જ એવાં પડયાં છે. એ સંસ્કારને સુધારવાને માર્ગ જુદો છે. એનાં સંસ્કાર કેવી રીતે સુધરી શકે એ વાત હું આપને પછી બતાવીશ.
અભયકુમારે કાલકસૂરીના પુત્ર સુલકની સાથે મિત્રતા કરી. મિત્રતા પણ એવી ગાઢ કે એક આત્મામાં જાણે બે દેહ રહેતા ન હોય ! સુલક અભયકુમારની મિત્રતા અને સંગતિથી ધમષ્ટ બની ગયો.
અભયકુમાર પિતા શ્રેણિકની પાસે આવ્યો અને કહ્યું કે, કાલકસૂરી તે હજી સુધર્યો નથી પણ આપ તેના પુત્રને બોલાવી પૂછે કે કસાઈ૫ણાને બંધ કે છે ! રાજાએ સુલકને પોતાની પાસે બેલા અને પૂછયું કે, તારા પિતા તે જેલમાં પડયા છે તે પછી તારા ઘરની આજીવિકા જીવોને માર્યા વિના કેવી રીતે ચાલે છે ! સુલકે ઉત્તર આપ્યો કે, જીવને મારવાથી જ આજીવિકા ચાલે છે એ ધારણા બેટી છે; ચેર પણ એમ જ કહે છે કે, ચોરી કર્યા વિના આજીવિકા ચાલી શકતી નથી પરંતુ જો એમ જ હોય તો શું ચોરી નહિ કરનાર લોકો ભૂખ્યા મરે છે ! આ જ પ્રમાણે જેને મારી આજીવિકા ચલાવવામાં આવે છે તે શું છોને માર્યા વિના આજીવિકા ચાલો શકતી નથી ! હું તો એ નિશ્ચય ઉપર આવ્યો છું કે, કોઈ જીવને ત્રાસ આપ્યા વિના પણ આજીવિકા ચલાવી શકાય છે અને હું પણ એ જ રીતિએ મારી આજીવિકા ચલાવું છું.' .
- સુલકની વાત સાંભળી રાજા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યું કે, અભયકુમારે તે આને સુધારી દીધે. અભયકુમારે રાજાને કહ્યું કે, હવે આના પિતાને જેલમુક્ત કરી દેવા જોઈએ. રાજાએ કાલકસૂરીને જેલમુક્ત કરી દીધું. કાલકસૂરી કહેવા લાગ્યું કે, હું જેલમાં રહ્યો એટલા વખતમાં તે મારે છોકરે બગડી ગયો.
કેટલાક દિવસો બાદ તે બિમાર પડે અને મરવા લાગ્યા પણ તેના પ્રાણ શાન્તિથી નીકળતા ન હતા ત્યારે સુલકે તેમને પૂછ્યું કે, પિતાજી ! આપને કઈ વાતની ચિંતા છે કે, આપના પ્રાણ શાન્તિપૂર્વક નીકળતા નથી ! કાલકસૂરીએ જવાબ આપ્યો કે, મારા
૨૯