Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
કાંઈ લઉં તે પોતાની પાસે ન રાખતાં તેને વિકાસ પુષ્પની માફક કરું. મને રાજસત્તાને આધાર મળ્યો છે તે મારી બુદ્ધિરૂપી લતાને તેની ઉપર ચડાવી મારી શક્તિને કુલની માફક વિકાસ કરું અને બીજાના કલ્યાણમાં મારા એ પુષ્યરસને ઉપગ કરું એમાં જ મારા જીવનની સફલતા રહેલી છે.
આ પ્રમાણે સુદર્શને લતા પાસેથી પોપકારવૃત્તિને બેધપાઠ લીધે. તમે પણ લતા પાસેથી પરોપકારને ગુણ શીખે. જો તમે પ્રકૃતિ પાસેથી પરોપકારને બેધપાઠ શીખશે અને એ બધપાઠને છેડેઘણે અંશે જીવનમાં ઉતારશે તે તેમાં તમારું અને જનસમાજનું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૨ શ્રાવણ વદી ૫ શુક્રવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવ તણા દેવ કે; તરણ તારણ પ્રભુ મે ભણી, ઉજજવલ ચિત સમરું નિત્યમેવ કે.
શ્રી મુનિસુવ્રત સાહબા. ૧ શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત કહે છે કે, આ સંસારમાં ભ્રમણ કરતાં અનન્તકાળ ચાલ્યા ગયા છતાં પણ મારા વિસ્તાર થયે નહિ. સંસારમાં ભ્રમણ કરતાં મને અનુભવથી જણાયું કે, સંસાર સાગરથી પાર જવા માટે પરમાત્માના શરણે જવું એ એક જ સાધન છે. પરમાત્માનું સ્મરણ જ સંસારસાગરને પાર કરવા માટે એક નૌકારૂપ છે.
પરમાત્માના શરણે જવાની અને તેમનું સ્મરણ કરવાની ભાવના તે થઈ પણ પ્રશ્ન એ થાય છે કે, તેમના શરણે કેમ જવું અને કેવી રીતે તેમનું સ્મરણ કરવું? એને માટે ભક્ત કહે છે કે –
“ઉજજવલ ચિત સમરું, નિત્યમેવકી ” હે ! પ્રભો ! મારી એવી અભિલાષા છે કે હું હમેશાં તારું ઉજજવલ ચિત્તે સ્મરણ કરું ! તારું સ્મરણ કરવાને મને વિચાર તે થયે છે પણ એ વિચારને કાર્યરૂપમાં પરિબુત કરવા જતાં મને બહુ મુશ્કેલી જણાય છે. તારું સ્મરણ કરવાનું અને તારે શરણે આવવાનું જે સાધન છે તે સાધન બીજા કામમાં એવું લાગી ગયું છે કે વાત જ પૂછો નહિ! હું તો એમ ચાહું છું કે મારા કાનદ્વારા હું તારી જ યશગાથા સાંભળું, અને તારી જ અમૃતવાણીને સાંભળ્યા કરું, પણ જોઉં છું કે મારા કાન બીજાની ગાળી સાંભળવામાં અને બીજાની નિંદા સાંભળવામાં તે તત્પર રહે છે પણ તારી યશોગાથા અને