Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૭ શનીવાર
પ્રાર્થના શ્રી “દરથ નૃપતિ પિત્તા, “નન્દા થારી માય; રેમ રેમ પ્રભુ મેં ભણું, શીતલ નામ સુહાય.
જય જ્ય જિન ત્રિભુવન ધણી. ૧ શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. સામાન્ય બુદ્ધિવાળા લોકો એમ સમજે છે કે, પ્રાર્થના કયાંય બહારથી લાવી કરવામાં આવે છે પણ જ્ઞાનીજને કહે છે કે, એમ નથી. દુનિયામાં સાધારણ રીતે અસલી અને નકલી એમ બનેય પ્રકારની ચીજો ચાલે જ છે; અને કાળના પ્રભાવે અસલી ચીજ કરતાં નકલી ચીજ વધારે ચાલે છે, પણ અસલી ચીજમાં જે વિશેષતા હોય છે તે વિશેથતા નકલી ચીજમાં હોતી નથી. પહેલાં અસલી સેનાનું પ્રચલન વધારે હતું પણ હવે તો સોનું પણ નકલી ચાલ્યું છે, ચાંદી પણ નકલી ચાલે છે અને હીરા માણેક પણું નકલી ચાલે છે. આ પ્રમાણે નકલી ચીજોનું પ્રચલન જરૂર વધારે થયું છે, પણ જે વિશેષતા અસલી ચીજમાં હોય છે તે વિશેષતા નકલી ચીજમાં હતી નથી.
આ પ્રમાણે પ્રાર્થના પણ બે પ્રકારની હોય છે. એક તો નકલી પ્રાર્થના અને બીજી અસલી પ્રાર્થના. જે પ્રાર્થના હદયથી કરવામાં આવે છે તે અસલી પ્રાર્થના છે અને જે લોકોને બતાવવા માટે ઉપરછલી પ્રાર્થના કરવામાં આવે છે તે નકલી પ્રાર્થના છે. આ બન્ને પ્રાર્થનામાં અંતર રહેલું છે. જે વિશેષતા હદયથી કરવામાં આવતી પ્રાર્થનામાં હોય છે તે વિશેષતા ઉપરછલી બનાવટી પ્રાર્થનામાં હોતી નથી. કેટલાક લોકો ખોટાં નકલી ઘરેણાં પહેરી લોકોને ભ્રમમાં નાંખી દે છે. પણ એ નકલી ઘરેણાં પહેરનારને આત્મા તે સારી રીતે જાણે જ છે કે, પોતે પહેરેલાં નકલી ઘરેણાંની કીમત કેટલી છે ! આ જ પ્રમાણે કેટલાક લોકે અમે ભક્ત કહેવાઈ એ એટલા માટે ઉપરથી પરમાત્માની પ્રાર્થના કરે છે, પણ જ્ઞાનીજનો કહે છે કે, જે પ્રાર્થના હૃદયપૂર્વક કરવામાં આવતી નથી તે પ્રાર્થને નકલી છે. આ પ્રમાણે બનાવટી પ્રાર્થનાથી ભલે લોકોનું મન રંજન થાય, ભલે પિતાની ગણના ભક્તોમાં કરાવે પણ આ પ્રકારની ઉપરછલી પ્રાર્થનાથી પરમાત્માને પ્રસન્ન કરી શકાતા નથી. એવી પ્રાર્થના તે સંસારને માટે જ હોય છે. જ્યારે સંસારની ઉપાધિમાંથી દૂર થઈ પરમાત્માની હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરવામાં આવે કે -
જય જય જન ત્રિભુવન ધણી, કરુણાનિધિ કરતાર;
સેવ્યા સુરત જેહ, વાંછિત ફલ દાતાર. જય૦ અર્થાત–હે પ્રભો ! તારો જયજયકાર થાઓ ! જે હદયથી પરમાત્માને જય ચાહવામાં આવે તે પછી પિતાની ઇચ્છાને છોડી દેવી જોઈએ. આત્મા અનંતકાળથી