Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૩ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૨૧૧ હેવાને કારણે મૂલ્યવાન ગણાય છે. પર્વત, વૃક્ષ અને નગર વગેરે જે પ્રાચીન હેય છે તેની કીંમત વધારે અંકાય છે. | મુનિએ કહ્યું કે, તે કૌશાંબી નગરી પ્રાચીન હતી. મુનિના કહેવાને અભિપ્રાય એ છે કે, એ નગરીની સ્થિતિ એવી હતી, ત્યાંના સંસ્કારો એવાં સારાં હતાં કે તે નગરી પ્રાચીન હોવા છતાં પણ ટકી શકી હતી. અનેક આઘાત-પ્રત્યાઘાત પડવા છતાં પણ જે શહેર ટકી શકે છે. નષ્ટ થતું નથી તે શહેરમાં કોઈ વિશેષ શક્તિ અવશ્ય હાય છે. આજે પણું પ્રાચીન નગરોની શોધખોળ કરવામાં આવે છે, અને એ શોધખોળ ઉપરથી એ પ્રાચીન નગરી કેવી હતી, તેની રચના કેવી હતી, તે કેવી સમૃદ્ધ હતી, તેની સ્થિતિ કેવી હતી, તેને ખ્યાલ આવી શકે છે.
મુનિ અનાથતાનું સ્વરૂપ બતાવવા ચાહે છે તે અહીં નગરીનું વર્ણન કરવાને શે ઉદ્દેશ છે એ પ્રશ્ન અહીં ઉભે થાય છે. મારી સમજમાં નગરીનું વર્ણન કરવાનું એ કારણ જણાય છે કે, નગરના લોકો એમ સમજે છે કે, અમને નગરમાં જે સગવડતાઓ મળે છે તે સગવડતાઓ ગ્રામ્ય લોકોને મળતી નથી. આ પ્રમાણે વિચાર કરી નાગરિકે અભિમાન કરે છે. મુનિએ કૌશાંબીને બધી નગરીઓમાં સૌથી પ્રાચીન એ માટે બતાવી કે, કૌશાંબી નગરી સાહિત્ય અને સગવડતાઓમાં સારી હોવા છતાં પણ હું ત્યાં અનાથ હતું. મારી અનાથતાનું નિવારણ ત્યાં પણ થઈ શકયું નહિ!
હવે અનાથી મુનિ અર્થપત્તિ અલંકારધારા પિતાના જન્મસ્થાનને પરિચય આપે છે અને પોતાની સંપત્તિનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે, હે ! રાજન ! એ કૌશાંબી નગરીમાં મારા પિતા રહેતા હતા. તેમણે એમ ન કહ્યું કે, હું ત્યાં રહેતા હતા કે મારે જન્મ ત્યાં થયો હતો, પણ મારા પિતા ત્યાં રહેતા હતા એમ તેમણે કહ્યું. આ પ્રમાણે તેમણે અર્થોપત્તિ અલંકારધારા પિતાના જન્મસ્થાનને પરિચય આપ્યો છે. તે અર્થપત્તિ અલંકાર એટલે શું એને વિચાર કરીએ. અર્થપત્તિ અલંકાર એ ન્યાયને એક સિદ્ધાન્ત છે. જેમકે, કઈ માણસને સ્વસ્થ અને બળવાન જોઈ કોઈ બીજા માણસે પૂછ્યું કે, તું ખૂબ ખાતે હઈશ એટલે જ તે અલમસ્ત છે. પેલા પહેલવાને જવાબ આપ્યો કે, ના, હું દિવસે કોઈ દિવસ ખાતે નથી. આ કથનમાંથી એ અર્થ નીકળતું નથી કે, તે ભોજન કરતો નથી. તે ભોજન તે કરે છે પણ રાતે કરે છે. તેણે હું રાતે ખાઉં છું એમ સ્પષ્ટ તે કહ્યું નહિ પણ એણે જે ઉત્તર આપ્યો તે ઉપરથી તે રાત્રિભેજી હવે જોઈએ એ સ્પષ્ટ થાય છે. આનું જ નામ અથપત્તિ અલંકાર છે.
આ જ પ્રમાણે મુનિએ પણ રાજાને કહ્યું કે, તે નગરીમાં મારા પિતા રહેતા હતા. પિતાનું નિવાસસ્થાન બતાવી પિતાનું જન્મસ્થાન કૌશાંબીનગર હતું તે પ્રકટ કર્યું. મહાપુરુષે પિતાની મહત્તા બતાવતા નથી પરંતુ તેઓ વડવાઓને જ મહત્તા આપે છે. જેમ કે, સુધર્મા સ્વામીએ શાસ્ત્રનું વર્ણન કરતાં મેં ભગવાન મહાવીર પાસેથી એમ સાંભળ્યું હતું એમ જગ્યાએ જગ્યાએ કહ્યું છે. તેઓ પોતે પણ ચાર જ્ઞાન અને ચિદ પૂર્વના સ્વામી હતા છતાં હું આમ કહું છું એમ કહ્યું નહિ. આ પ્રમાણે પહેલાના લેકે પિતાની મહત્તા વધા