Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
રાજાએ મુનિને કહ્યું કે, “આપ મારે ત્યાં ચાલો, હું તમારો નાથ બનું છું. તમને દરેક પ્રકારની સગવડતા મળી રહેશે. તમે એમ ન વિચારો કે, મેં સંયમ લીધો હતો એટલે હવે મને જ્ઞાતિજને કે મિત્રો સંધરશે નહિ. તમે સંયમ ધારણ કરીને કાંઈ ખરાબ કામ કર્યું ન હતું એટલે જ્ઞાતિજનો અને મિત્રો તમારો ઊલટે આદર-સત્કાર કરશે કે, બહુ સારું થયું કે તમે પાછા સંયમ છોડી પરિવારમાં આવ્યા. હું પણ તમને એટલા માટે સંયમ છોડવાને આગ્રહ કરું છું કે, આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. એવા આ દુર્લભ મનુષ્ય જન્મને આ રીતે વેડફી નાંખો એ ઠીક નથી.” - આજે પણ કેટલાક લોકો એમ કહે છે કે, સાધુઓ પાસે જવાથી શો લાભ! ત્યાં જવાથી તે મનુષ્યજન્મના સુખને નાશ થાય છે. ખાવું-પીવું અને મોજમઝા માણવી એ જ જીવનની સાર્થકતા છે, પણ સાધુઓ તે એ ભેગોને ત્યાગ કરવાનું કહે છે એટલા માટે તેમની પાસે જવું એ તે મનુષ્ય જન્મના સુખનો નાશ કરવા બરાબર છે. આ પ્રમાણે કેટલાક લોકો કહે છે. એ લોકોની દૃષ્ટિએ તે મનુષ્ય જીવનની સાર્થકતા ભેગાનો ઉપભોગ કરવામાં જ છે. રાજા પણ એ જ કહી રહ્યો છે કે, આ મનુષ્યજન્મ દુર્લભ છે તે માટે ચાલો અને ભોગેનો ઉપભોગ કરી જીવનને સાર્થક કરો. - જે લોક ભોગોનો ઉપભેગ કરે એમાં જ મનુષ્યજન્મની સાર્થકતા છે એમ માને છે તે લોકો પણ એમ જ કહે છે કે, આ મનુષ્યજન્મ મળવો દુર્લભ છે અને જે લોકે ભોગને ત્યાગ કરવાને ઉપદેશ આપે છે તેઓ પણ એ જ કહે છે કે, આ મનુષ્યજન્મ વારંવાર મળ દુર્લભ છે માટે એને ભોગ-ઉપભેગમાં દુરુપયોગ કરે નહિ. આ પ્રમાણે ભેગી અને ત્યાગી લેકે પિતાપિતાની દૃષ્ટિએ કહે છે; પણ આ બન્નેમાં કોનું કથન ઠીક છે અને આ દુર્લભ મનુષ્યજન્મને સફળ કેમ બનાવી શકાય એ વિચારવા જેવું છે.
જે લોકો ભેગાને ઉપભોગ કરવામાં જ મનુષ્યજન્મની સાર્થકતા રહેલી છે એમ માને છે, તેઓનું એમ કહેવું છે કે, “ ખાવું-પીવું, સુંદર વસ્ત્રો પહેરવાં અને સુંદર મકાનમાં મેજમઝા માણવી વગેરે ભોગને ઉપભોગ જે મનુષ્ય નહિ કરે તે કોણ કરશે? જે મનુષ્યજન્મમાં ભેગેને ઉપભોગ કરવામાં ન આવે તો શું પશુજન્મમાં ભોગોને ઉપભોગ થઈ શકશે? શું પશુછવનમાં સુંદર વસ્ત્ર, આભૂષણો તથા સુંદર ખાન-પાનને ઉપભોગ થઈ શકશે ? આ જ પ્રમાણે રેલગાડી, સ્ટીમર, એરોપ્લેનમાં બેસી મનુષ્ય જે જ નહિ માણે તે શું પશુછવનમાં માણી શકાશે? એટલા માટે ભાગોને ઉપભોગ કરવામાં જ મનુષ્યજન્મની સાર્થકતા રહેલી છે.”
- આ એક પક્ષ છે. બીજો પક્ષ ભેગોને ત્યાગ કરવામાં જ મનુષ્યજન્મની સાર્થક્તા રહેલી છે એમ માને છે. એ માન્યતાની પુષ્ટિ માટે જ્ઞાનીઓ કહે છે કે, “જો તમે દુર્લભ મનુષ્યજન્મ મેળવીને પણ જો આટલી જ ઉન્નતિ સાધી શકે તે તમે વધારે શું કર્યું ? એટલી ઉન્નતિ તે પશુ-પક્ષી પણ સાધી શકે છે. તે તમારી ઉન્નતિમાં વિશેષતા શી રહી? તમે કહો છો કે, એરોપ્લેનમાં ઉડી અમે મેજ નહિ માણીએ તે શું પક્ષીઓ માણી શકશે ? તમે તે અત્યારે એરપ્લેન બનાવ્યાં છે અને ય–ની સહાયતાએ આકાશમાં ઉડે છે પણ પક્ષીઓ તે સ્વતંત્ર રૂપે કોઈની સહાયતા લીધા વિના પહેલેથી જ