Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
લાભ થશે ! આજે લોકો પરમાત્માની પ્રાર્થનાને ગણ અને સંસારનાં કામોને મુખ્ય માની બેઠા છે. લોકોની આ જ મોટી ભૂલ છે. જે તમે પરમાત્માની પ્રાર્થનાને મુખ્ય અને સંસારનાં કામને પૈણુ માનતા થશે, ત્યારે જ પરમાત્માની પ્રાર્થના બરાબર કરી શકશે. એટલા માટે પરમાત્માની પ્રાર્થનામાં એકરૂપ થવા માટે સંસારનાં કામોનું મમત્વ છેડવાને પ્રયત્ન કરે તેપણ કલ્યાણ છે. અનાથી મનિને અધિકાર–૧૮
- હવે આ જ વાત શાસ્ત્રા દ્વારા સમજાવું છું. રાજા શ્રેણિકે અનાથી મુનિને પૂછયું કે, તમે આ ભર જુવાનીમાં દીક્ષા શા માટે લીધી? અનાથી મુનિએ તેને જવાબ એ આપ્યો કે, હું અનાથ હો, મારે કઈ નાથ ન હતું. એટલા માટે મેં દીક્ષા લીધી. મુનિને આ ઉત્તર સાંભળી રાજાને ઘણું આશ્ચર્ય થયું.
तओ सो पहसिओ राया. सेणिो मगहाडिवो।
एवं ते इडिमन्तस्स, कहं णाहो न विज्जई ॥१० ।। - રાજાને મુનિને આ ઉત્તર ઠીક ન લાગે એટલે તે હસી પડશે. અહીં રાજા શ્રેણિકને જ અધિકાર ચાલે છે તથા તેને પરિચય પણ પહેલાં આવી દેવામાં આવ્યા છે છતાં, અને રાજાને શ્રેણિક અને મગધાધિપ એ વિશેષણ ફરી શા માટે આપવામાં આવ્યું ! સાધારણ કે તે પુનરુક્તિને દોષ દૂર કરવાનું કહે, પણ જે પ્રમાણે માતા પિતાના બાળકને કોઈ વાત વારંવાર કહે છે અને સમજાવે છે તેમ ગણધરોએ સાધારણ લોકોને સમજાવવાનો એ દ્વારા પ્રયત્ન કર્યો છે. મારી સમજ પ્રમાણે ગણધરેએ એ મગધાધિપ શબ્દને ફરી ઉપયોગ એટલા માટે કર્યો છે કે, તે હસનાર કેઈ સાધારણ માણસ ન હતું પણ મગધ દેશને રાજા હતો. સાધારણ માણસના હસવામાં અને આવા મોટા રાજાના હસવામાં ઘણું અંતર હોય છે એ બતાવવા માટે ગણધરેએ રાજા તરીકે પરિચય આપ્યા છતાં પણ ફરી શ્રેણિક રાજાને ભગધાધિપ વિશેષણદ્વારા પરિચય આપ્યો છે.
રાજા શ્રેણિક હસીને મુનિને કહેવા લાગ્યું કે, તમારા જેવા ઋદ્ધિમાનને કોઈ નાથ ન હતો એ કેમ બની શકે ?
પહેલાં એ જોવું જોઈએ કે ઋદ્ધિ એટલે શું અને મુનિની પાસે એવી કઈ ઋદ્ધિ હતી કે તેમને ઋદ્ધિમાન કહેવામાં આવ્યા ?
ઋદ્ધિ બે પ્રકારની હોય છે. એક બાહ્ય ઋદ્ધિ અને બીજી આતરિક અદ્ધિ. બાહ્ય ઋદ્ધિમાં ધન-ધાન્યાદિને સમાવેશ થાય છે અને આન્તરિક અદ્ધિમાં શરીરની સ્વસ્થતા અને ઇન્દ્રિયોને પૂર્ણ વિકાસ વગેરેને સમાવેશ થાય છે. મુનિની પાસે બાહ્ય ઋદ્ધિ તે ન હતી; પણ આતરિક અહિ તે હતી. તેમની ભવ્ય આકૃતિ તેમની સુંદર પ્રકૃતિને પરિચય આપતી હતી.
જેમની આકૃતિ સારી હોય છે, તેમનામાં ગુણોનો વાસ પણ હોય છે ! આજે પણ સંસારમાં જુઓ, તો જણાશે કે, જેમની આંખે મેટી હોય છે, કાન લાંબા હોય છે,