Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૦૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
સંતાનની પણ હાનિ કરે છે ! સંતાને એમ વિચારે છે કે, સંસારવ્યવહારને ભાર વહન કરવામાં આનંદ છે, એટલે જ અમારા વડિલો અંત સમય સુધી તેમાં જ ફસાઈ રહે છે, અને “હાય ધન ! હાય ધન !' કરતાં મરે છે. આ અસરનું પરિણામ સંતાનોને પણ ભોગવવું પડે છે. વડિલના સંસ્કારો તેમનામાં પણ ઉતરે છે અને ત્યાગનું મહત્ત્વ તેઓ સમજી શકતા નથી. ત્યાગનો આદર્શ ઘણે ઉચ્ચ છે. જે વડિલે ત્યાગને મહત્ત્વ સમજે તો સંતાનોમાં પણ તેમનાં સંસ્કાર ઊતરે. એક સંસારવ્યવહારનો ભાર વહન કરતાં જે ઉપદેશ આપે છે તેને પ્રભાવ કેટલો પડે છે, અને એક સંસારત્યાગી ઉપદેશ આપે છે તેમાં કેટલો બધો પ્રભાવ પડે છે એ વાત પ્રત્યક્ષ જોઈ શકાય છે. ત્યાગનો પ્રભાવ અને પ્રતાપ જ એવો છે.
" એક બૌદ્ધ પુસ્તકમાં મેં જોયું હતું કે રાજાના બે પુત્રોમાંથી એક ભાઈ તે રાજ્ય કરે અને બીજો ભાઈ બદ્ધ સંધમાં રહે એ બુદ્દે નિયમ બનાવ્યો હતો. બેહસંધમાં જ્યારે એક ભાઈ રહેતા હતા ત્યારે તે જનતાની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ રહેતો અને એ કારણે રાજ્યની વ્યવસ્થા સારી રહેતી હતી, પણ આજે જે તમારા પુત્રોને દીક્ષા લેવા માટે કહેવામાં આવે તે તમે શું કહેશે ! એ જ કે આપ બીજી બધી વાત ક પણ મહારાજ ! આ વાત ન કરે ! તમારે ગુરુ તે સારા જઈએ, પણ તમારા પુત્રોને દીક્ષા આપવાના વખતે તમે મુશ્કેલી માને છે. આ સ્થિતિમાં સારા ગુરુ ક્યાંથી આવે ! જો તમે સાધુ અવસ્થાને સારી સમજતા હેત તે તે તમે આવા સમયે એમ કહેત કે, અમારો પુત્ર દીક્ષા ધારણ કરે છે તે બહુ જ પ્રસન્નતાની વાત છે ! પહેલાં રાજામહારાજાઓ પણ દીક્ષા લેતા હતા. આથી ત્યાગનું મહત્ત્વ વધે છે, પણ અત્યારની અવસ્થામાં જનતાને ત્યાગનું મહત્વ સમજાતું નથી.
| જિનદાસ દીક્ષા તે લઈ ન શકયા, પણ ગૃહકાર્યને બધે ભાર પુત્રને સોંપી પોતે ધર્મકાર્ય કરવા લાગ્યો. સુદર્શન અને મનોરમાએ સંસારને ભાર સંભાળી, જિનદાસ અને અહદાસીનું અંતિમ છવને સુધાર્યું. શેઠ કાળધર્મને પામ્યા એટલે નગરજનોએ વિચાર્યું કે હવે નગરશેઠનું પદ સુદર્શને આપવું જોઈએ. રાજાએ પણ સાંભળ્યું કે, જિનદાસ શેઠ મરણ પામ્યા છે અને પ્રજા તેમને સ્થાને સુદર્શનને નગરશેઠ બનાવવા ચાહે છે. તેમણે પણ સમ્મતિ આપી. સેનાના વાટકામાં કેણુ ઘી ન આપે ! સુદર્શન દરેક રીતે નગરશેઠ બનવાને યોગ્ય હતું એટલે રાજા અને પ્રજા-બધાએ મળીને સુદર્શનને નગરશેઠ બનાવ્યા. નગરશેઠનું શું કર્તવ્ય છે તે ઘણે વિચારણીય વિષય છે. આજે તે રાવબહાદુર વગેરે પદવી તે લઈ લે છે પણ વાસ્તવમાં તેઓ પૈસા આપી પદવીના ગુલામ બની જાય છે. આ પ્રમાણે પૈસાદાર પદવી મેળવવી એ વાત જુદી છે, અને સેવાધારા પદવી મેળવવી એ વાત પણ જુદી છે. રાજા અને પ્રજાએ સુદર્શનને નગરશેઠ બનાવ્યા. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.