Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૬૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
તમે સમજી ન પણ શકતા હે, તે પણ જે પ્રાર્થનાને તમે તમારી માનતા હશે, તે તમને પણ પ્રસન્નતા થશે. તમે ભલે પ્રાર્થનાનાં વિશાળ તત્ત્વોને સમજતા ન હે, પણ જ્ઞાનીઓ તે પ્રાર્થોનાનું એવું મહત્વ બતાવે છે એ તો તમે જાણો જ છો, આ જ પ્રમાણે જે પરમાત્માની પ્રાર્થનાને તમે તમારી માનતા હશો, તો તેમાં રહેલાં વિશાળ તત્વને ન સમજવા છતાં, જ્ઞાનીઓના કથન ઉપર વિશ્વાસ રાખવાથી અતુલ આનંદ મેળવી શકશો.
ભગવાન વાસુપૂજ્યની પ્રાર્થનામાં કેવાં વિશાળ ત રહેલાં છે અને વર્ણવવાની મારામાં શક્તિ નથી. તેમ છતાં પોતપોતાની શક્તિ અનુસાર કાર્ય કરવાને અધિકાર બધાને છે. જેમ કોયલ આશ્રમંજરીના ગુણોને કહી શકતી નથી, તેમ છતાં યથાસમયે પિતાની શક્તિ અનુસાર કરે છે અને પોતાનો ભાવ વ્યક્ત કરે જ છે. તે જ પ્રમાણે સાચો ભક્ત પણુ પરમાત્મા અને તેની પ્રાર્થનાનાં બધાં તને કહી ન શકે, તો પણ પોતાની શક્તિ અનુસાર ગુણગ્રામ કરે છે અને પિતાની ભકિતને પરિચય આપે છે. અને જે પ્રમાણે કેયલ નિંદા-પ્રશંસાને ભય છોડી મૂકે છે અને પિતાને ભાવ વ્યક્ત કરે છે તે જ પ્રમાણે ભક્ત પણ કોઈની નિંદા-પ્રશંસાની પરવા ન કરતાં પોતાના મનના ભાવો વ્યક્ત કરે છે.
આજે આ પ્રાર્થનામાં કહેવામાં આયું છે કે – ખલ દલ પ્રબલ દુષ્ટ અતિ દારુણ, જે ચોતરફ દિયે ઘેરે તદપિ કૃપા તુમ્હારી પ્રભુજી, અરિયન હોય પ્રકટે ચે.
સંસારમાં જેમને દુષ્ટ કહેવામાં આવે છે અને જેમનો ઉદ્દેશ બીજાને કષ્ટ આપ. વાનો જ હોય છે, એવા દુષ્ટો પણ જો ભક્તને તલવાર દ્વારા ડરાવવા ચાહે છે તે પણ સાચા ભક્ત ડરતા નથી. તેઓ તે નિર્ભય થઈ એમ જ વિચારે છે કે, આ દુષ્ટ લોકો તલવાર બતાવી અને શિક્ષા આપે છે. જે પ્રમાણે સાચો વિદ્યાર્થી શિક્ષકની સેટીને પિતાની વિદ્યાન્નતિમાં સહાયભૂત માને છે તે પ્રમાણે સાચા ભકતે પણ દુષ્યોની તલવારની ધમકીને પરમાત્માની પ્રાપ્તિમાં સહાયભૂત માને છે, અને પિતાના આત્માને શિક્ષા આપે છે કે “હે ! આત્મા ! તું સંકટના સમયે ડર નહિ. કારણ કે તું તે અભય છે, અવિનાશી છે અને આ શરીર નાશવાન છે. શરીરને નાશ થવાથી તને કાંઈ હાનિ પહોંચવાની નથી.” સંકટના સમયે જો આ પ્રમાણે આત્માને વિચાર કરવામાં આવે અને પિતાના નિશ્ચય ઉપર દ્રઢ રહેવામાં આવે, તો શત્રુ પોતાની શત્રુતા છોડી મિત્ર તથા શિષ્ય બની જાય છે ! એ વાત જુદી છે કે કોઈ આ જ ભવમાં દાસ હોય છે, તે કોઈ પરભવમાં દાસ હોય છે, પણ જેઓમાં દ્રઢ નિશ્ચય હોય છે તેમનું કોઈ કાંઈ બગાડી શકતું નથી !
પિશાચે કામદેવના શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખ્યા હતાં, છતાં તે પોતાના વિચારમાં દઢ રહ્યા છે, એ તે મારો મિત્ર છે અને મને ધર્મમાં દ્રઢ કરનાર છે, તે પિશાચ પણ દેવ બની તેના શરણમાં આવ્યો અને કહેવા લાગ્યો કે, “ઈદ્વારા પણ સુધરી ન શકો પણ તમે મને સુધારી દીધો ” ધર્મદ્રઢતાનાં આવાં બીજાં ઉદાહરણ અન્ય શાસ્ત્રમાંથી પણ મળે છે. પ્રહૂલાદની ઉપર પણ તલવારના ઘા કરવામાં આવ્યા, પણ તે તે તલવારના