Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
સુદી ૧૦ ]
રાજકોટ–ચાતુર્માસ
[૧૬૭
સુદર્શનમાં સારા સંસ્કાર પાડવામાં આવ્યાં. આઠ વરસ પહેલાં કોઈ બાળકને પુસ્તકીયું જ્ઞાન આપવું તે તેની શક્તિના વિકાસને રૂંધવા સમાન છે. એ વાતને આજના વિદ્વાને પણ માને છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
“ના અવારા સ્ટાયરિ કવાયg” |
અર્થાત-આઠ વરસની ઉપર થયો ત્યારે તેને કલાચાર્યને સોંપવામાં આવ્યો. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આઠ વરસ પહેલાં બાળકને રમતગમતમાં જ એવી શિક્ષા આપવામાં આવતી કે જેથી તેની શક્તિને વિકાસ પણ રૂંધાતો નહિ અને રમતમાં ને રમતમાં જ તેને ઘણી વાત શીખડાવવામાં આવતી હતી. - સુદર્શન જ્યારે આઠ વરસની ઉંમરને થયું એટલે તેને કલાચાર્યની પાસે ભણવા બેસાડવામાં આવ્યો. જે માબાપે પિતાના બાળકને ભણાવતા નથી તેઓ બાળકના શત્ર માનવામાં આવે છે. આ જ પ્રમાણે જે માબાપ બાળકની શક્તિને પૂરેપૂરે વિકાસ થવા પહેલાં જ પરણાવી દે છે અને છોકરાને બાળપણમાં પરણાવી વહુને લહાવો લેવા માટે પિતાના બાળકને અશિક્ષિત રાખે છે, તે માબાપ બાળકના હિતેચ્છુ નહિ પણ શત્ર માનવામાં આવે છે.
શાસ્ત્ર કહે છે કે, પહેલાં આઠ વરસની ઉંમરના બાળકને કલાચાર્ય પાસે ભણવા મોકલવામાં આવતું. ત્યાં કલાચાર્ય બાળકને ૭૨ કલાનું શિક્ષણ આપતા. શ્રી જ્ઞાતાસૂત્રમાં ૭૨ કલાનું વર્ણન આવે છે. ૭૨ કલાનું શિક્ષણ મેળવ્યું એને દ્રવ્ય પરિક્રમ કહેવામાં આવે છે. છોકરાને ૭૨ કલા અને છોકરીને ૬૪ કલા શીખડાવવામાં આવતી. આ પ્રમાણે સંતાનને કલાની શિક્ષા આપી તેમને દ્રવ્ય પરિક્રમ કરવામાં આવતું. આ કલાશિક્ષણમાં યુદ્ધ કરવું, શકુન જાણવું, વેપાર કરવો વગેરે દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. કદાચ કોઈ કહે કે, યુદ્ધ કરવું એ તે રાજાનું કામ છે તો રાજાને પુત્ર યુદ્ધ કરવાનું ભલે શીખે પણ શ્રાવક કે વ્યાપારીના પુત્રે યુદ્ધ કરવાની શિક્ષા મેળવવાની શી જરૂર છે? પણ શાસ્ત્રમાં સમુદ્રપાલ વિષે કહેવામાં આવ્યું છે કે – "बोवत्तरी कलाविये सिखिए नीइकोषिय जाधणे नयसम्पन्ने सुरूवे पियदसणे।"
અર્થાત–પાલિત શ્રાવકે પિતાના પુત્ર સમુદ્રપાલને ૭૨ કલાઓનું શિક્ષણ આપી નીતિનિપુણ બનાવ્યું. શાસ્ત્ર કહે છે કે, પાલિત કેવળ નામને જ શ્રાવક ન હતો પણ નિર્ચન્વ-પ્રવચનનો પંડિત હતા તેમ છતાં તેણે પિતાના પુત્રને ૭૨ કલાઓનું શિક્ષણ અપાવ્યું હતું. ૭૨ કલાઓનું શિક્ષણ આપવા માં એમ ન હતું કે, ધર્માને જુદો રાખવામાં આવે અને કલાને જુદી રાખવામાં આવે, પણ ધર્મનું દૃષ્ટિબિન્દુ લક્ષ્યમાં રાખી કલાનું શિક્ષણ આપવામાં આવતું. આજની શિક્ષા તો એવી આપવામાં આવે છે કે જાણે ધર્મને શિક્ષાની સાથે કોઈ સંબંધ જ ન હોય, તેમ શિક્ષિતે ધર્મના શત્રુ બની જાય છે; પણ ધર્મનું જીવનમાં કેટલું મહત્ત્વનું સ્થાન છે તે જાણવા પ્રયત્ન કરતા નથી. જે તેઓ ધર્મતત્વને જાણવાનો પ્રયત્ન કરે તે ધર્મ જરૂર તેમને જીવનોપયોગી જણાયા વિના નહિ રહે ! ધર્મ એ કાંઈ બહારથી આવતું નથી, પરંતુ એ તે અંદરની વસ્તુ છે. ખરાબ કામમાંથી બચવું અને સદાચારની સાથે સંબંધ જોડવો એનું જ નામ ધર્મ છે. દરેક