Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૪૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
ત્યાંસુધી નમસ્કારાદિદ્વારા વિવેક કર એ પણ ઠીક નથી, પણ જ્યારે મેં તેમનામાં ગુણે જોયાં છે ત્યારે મારે તેમને નમસ્કારાદિઠારા વિવેક પણ કરે જ જોઈએ. વાસ્તવમાં નમસ્કાર તે સાચાં છે કે જે ગુણો જાણ્યા બાદ કરવામાં આવે છે. કેવળ બહારનાં રૂપરંગ જ જેવાં ન જોઈએ, પણ ગુણો જોવા જોઈએ. રાજાએ પહેલાં મુનિનાં ગુણો જ જોયાં. જેઓમાં ગુણો નથી તેમને નમસ્કાર કરવા પણ અનુચિત છે. જેમને નમન કરવામાં આવે, તેમનાં ગુણ પણ જેવાં જોઈએ અને ગુણદર્શન કર્યા પછી જ નમન કરવું જોઈએ.
રાજાએ પહેલાં મુનિનાં ગુણ જોયાં, ગુણોની પ્રશંસા કરી અને પછી તેમને નમન કરવાને વિચાર કર્યો. આ પ્રમાણે રાજા કેવળ પ્રશંસા કરીને જ બેસી ન રહ્યો પણ નમન પણ કર્યું. તમે લોકો પણ કેવળ વાત જ ન કરે પણ કાર્ય કરી બતાવે. કેગ્રેસના નેતાઓ પહેલાં લાંબા લાંબા ભાષણો કરતાં હતાં, પણ જ્યારે તેમને લાગ્યું કે કેવળ ભાષણ કરવાથી કાંઈ વળવાનું નથી ત્યારે તેઓએ સક્રિય કાર્ય હાથ ધર્યું, કે જેનું આજે પ્રત્યક્ષ પરિણામ જોવામાં આવે છે. કામ કરવું નહિ અને ભાષણ કર્યા કરવું એ કેવળ એક પ્રકારને ગણગણાટ જ છે.
ગણગણાટ પણ બે પ્રકારને થાય છે. એક તે ઘરમાં માખીઓ ગણગણાટ કરે છે અને બીજે મધમાખીઓ ગણગણુટ કરે છે. ઘરની માખીઓ ગણગણાટ કરીને આસપાસની ગંદકી ઘરમાં લાવે છે અને રોગને પેદા કરે છે; પણ મધમાખીઓ એવી ગંદકી કરતી નથી, પણ કુલ ઉપર જઈ ગણગણાટ કરે છે અને જાણે પુલને કહેતી હોય છે, “હું જે કાંઈ અહીંથી લઈ જાઉં છું તે કાંઈક અનોપયોગી વસ્તુ બનાવવા માટે લઈ જાઉં છું, અને બનાવું પણ છું.” આ પ્રમાણે ઘરની માખીઓ અને મધમાખીઓના ગણગણાટમાં કાંઈ અંતર છે કે નહિ ? એક રોગ પેદા કરે છે અને બીજી જને પગી મધ પેદા કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મધના જેવી કોઈ મિઠાઈ નથી. વિઘે પણ કહે છે કે, મધના જેવી બીજી કોઈ નિરોગ મિઠાઈ નથી !
કહેવાનો આશય એ છે કે, તમે કેવળ ખોટો ગણગણાટ-બકવાદ કરે નહિ પણ સક્રિય કાર્ય કરે. કેવળ બહારથી એવી પ્રશંસા જ ન કર્યા કરો કે મુનિ બહુ સારા છે. પણ તેમના ગુણોને પણ જીવનમાં ઉતારે ! જે તમે ઘરની માખીની માફક અહીંતહીંની ગંદકી એકઠી કરી એક બીજાની કુથલી કરવામાં જ રચ્યાપચ્યા રહેશે અને જનપગી કાંઈ કામ નહિ કરે તે તમારી સ્થિતિ એના જેવી થશે કે – ન ખુદા હી મિલા ન વિશાલે સનમ, ન ઈધરકે રહે ન ઉધરકે સનમ.”
અર્થાત–કુથલી કરનાર માણસ પરમાત્માનું ભજન પણ કરી ન શકે તેમ દુનિયાનું ભલું પણ કરી ન શકો. વાસ્તવમાં અર્ધદગ્ધ મનુષ્યો દેબીના કુતરાની માફક ઘરના કે ઘાટના રહી શકતા નથી. તે લોકો ઘરની માખીની માફક લોકોની કુથલી કરી બેટો ગણગણાટ કર્યા કરે છે અને નિંદાને રોગ ચારે બાજુ ફેલાવે છે. એટલા માટે ખે બકવાદ છેડે અને જે બકવાદ છેડી શકતા ન હ તે મધમાખીઓની માફક બકવાદની સાથે કાંઈ જોપયોગી કાર્ય પણ કરો !