Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૬]
રાજકોટ–ચાતુર્માસ
[૪૧
છે, આ એક ગંભીર ભૂલ છે. આમ કરવાથી વિષયલાલસા વધે છે, વીર્યને નાશ થાય છે, એટલું જ નહિ પણ આ પદ્ધતિ સ્વીકારવાથી અનેક પ્રકારના પાપાચારો વધવા પામે છે. વીર્યની રક્ષા કરવી એમાં જ શીલવતનો મહિમા રહેલ છે. વીર્યને શરીરમાં પચાવી જવું એમાં જ ખરી બુદ્ધિમત્તા છે.
ડોકટરનું કથન છે કે, યુવાન માણસે વીર્યને શરીરમાં પચાવી શકતા નથી પણ શાસ્ત્રકારો કહે છે કે, બ્રહ્મચર્યની જે નવ વાડો બતાવવામાં આવી છે તેની સહાયતાથી વીર્યને પચાવી શકાય છે. વીર્યનું પાચન કરવું એટલે જીવનમાં તેજસ્વિતા પ્રગટાવવી, એ છે. - અમેરિકન તત્વવેત્તા ડૉકટર થેર, પિતાના શિષ્યોને લઈને એક વાર જંગલમાં ગયા હતા. તેમના એક શિષ્ય તેમને એવો પ્રશ્ન કર્યો કે, જે કઈ માણસ પોતાના શરીરમાં વીર્યને પચાવી ન શકે તો તેણે શું કરવું જોઈએ ? થેરે ઉત્તર આપ્યો કે, તેવા માણસને માટે જીવનમાં એક વાર સ્ત્રી પ્રસંગ કરવો અનુચિત નથી. એમ કરવું એ વીરનું કામ છે. જેમ સિંહ એક વાર સ્ત્રીપ્રસંગ કરે છે તેમ જીવનમાં એકવાર સ્ત્રીપ્રસંગ કરવો. શિષ્ય ફરી પૂછ્યું કે, એમ કરવા છતાં પણ જે મન કાબુમાં ન રહે તે શું કરવું? થેરે જવાબ આપે કે, તે વર્ષમાં તેણે એક વાર સ્ત્રીપ્રસંગ કરે. શિષ્ય બીજીવાર પૂછયું કે, તેમ કરવા છતાં પણ વિષયસેવનનું મન થાય તો ? થોરે કહ્યું કે, તે તેણે મહિનામાં એકવાર સ્ત્રીપ્રસંગ કરવો. શિષ્ય ફરી પૂછ્યું કે, તેમ કરવા છતાં પણ મન કાબુમાં ન રહે તે ? થરે જવાબ આપ્યો કે, તે “મરી જવું.”
હનુમાનજી પવનછના એકના એક પુત્ર હતા. જો કે પવનછ અંજનાથી સષ્ટ થઈ ત્રીપ્રસંગથી જુદા રહેતા હતા પરંતુ ક્રોધી થઈને તેમણે બીજો વિવાહ કર્યો ન હતો પણ શીલ પાળ્યું હતું. તેમણે બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું હતું અને ત્યાર બાદ સ્ત્રીપ્રસંગ કર્યો હતો, ત્યારે જ તેમને ત્યાં હનુમાનજી જેવા બળવાન પુત્રને જન્મ થયો હતો. અત્યારે તમે લેકે સશક્ત સંતાન તો ચાહે છે પરંતુ તે માટે વીર્યરક્ષા કરવાને પ્રયત્ન કરતા નથી.
ડૉકટર થેરે કહ્યું કે, જ્યારે મહિને એક વાર સ્ત્રીપ્રસંગ કરવા છતાં પણ મન કાબુમાં ન રહે તે મરી જવું જોઈએ, કારણકે જયારે વીર્યનાશ વિશેષ કરશે તે પછી તેને ભરવા સિવાય બીજો માર્ગ જ શું છે?
અત્યારે તો તમને આઠમ-પાખીને દિવસે શીલ પાળવાની અમારે શિક્ષા આપવી પડે છે અને લોકો એ દિવસે શીલને ભંગ ન કરવાની પ્રતિજ્ઞા લઈ અમારા ઉપર જાણે ઉપકાર કરે છે ! પણ જે સાચે શ્રાવક હોય છે તે તે સ્વસ્ત્રીને આગાર હોવા છતાં શીલવ્રતનું પાલન કરે છે. વાસ્તવમાં બધા સુધારાઓનું મૂલ શીલ જ છે. તમે તમારા જીવનમાં શીલને સ્થાન આપો તે કલ્યાણ છે. - સુદર્શન કેને પુત્ર હતો, જ્યાં તેનો જન્મ થયો હતો, એ વાત યથા અવસરે આગળ કહેવામાં આવશે.