Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આવેલ છે. ચારિત્રની રક્ષા તે તે વખતે પણ કરવામાં આવે છે પણ લિંગ અવસર ઉપર બદલી નાંખવાનું અપવાદ માર્ગમાં બતાવવામાં આવેલ છે.
એક બાજુ આ ઘટના બની ત્યારે બીજી બાજુ રાજા રાણીને કહી રહ્યા છે કે, તારા ગુરુની તું આટલી બધી પ્રશંસા કરતી હતી તે હવે તેના હાલ જે ! કે તે કેવા છે ? તેઓ એક વેશ્યાને રાખી બેઠા છે ! ચેલના રાણીએ આશ્ચર્યપૂર્વક કહ્યું કે, “શું એમ છે! પણ એ વાત જ્યાં સુધી મારી આંખે જોઉં નહિ ત્યાં સુધી માની શકું નહિ! જે તમે કહ્યું તેવું જ હું જઈશ તે હું તેમને કદાપિ ગુરુ માની શકું નહિ! આપણે તે સત્યના ઉપાસક છીએ માટે આપ જેવું કહે છે તેવું બતાવી આપે.”
રાજાએ કહ્યું કે, “એ તે મેં જોયું જ છે, શા માટે વાતને વધારે છે !” આ રાણીએ ઉત્તર આપ્યો કે, “જ્યાં સુધી મારી આંખે હું જોઉં નહિ ત્યાં સુધી તમે કહે છે તેવું માની શકું નહિ ! જ્યારે એવું જઈશ તે જ ઘડીએ હું તેમને સાધુરૂપે માનવું છોડી દઈશ.”
આખરે રાજા, ચેલના રાણીને સાથે લઈ સાધુના સ્થાને આવી દરવાજો ખોલ્યો. ખોલતાં જ જેમ પાંજરામાંથી પક્ષી બહાર ભાગે તેમ વેશ્યા બહાર નીકળી આવી અને રાજાને કહેવા લાગી કે, “આપ મને ભલે બીજું કોઈ કામ સેપે પણ સાધુની પાસે જવાનું કહેશે નહિ! આજે તે આ મહાત્માના તપસ્તેજના પ્રભાવથી મરી જાત પણ તેમની દયાથી જ આજે જીવતી રહી છું.”
વેશ્યાની વાત સાંભળી રાણી રાજાને કહેવા લાગી કે, “ મહારાજ ! આ વેશ્યા શું કહે છે ? એના કહેવા ઉપરથી તે એમ જણાય છે કે, તમે જ તેને અહીં મોકલી છે ! ભલે તમે તેને મોકલી હેય પણ મેં તે પહેલાં જ કહી દીધું હતું કે, મારા ગુરુને ઇન્દ્રાણી પણ ડગાવી શકે નહિ ! પરતું આ મારી બહેન શું કહે છે તે ઉપર તે વિચાર કરો !”
રાજા રાણીની વાત સાંભળી શરમાઈ ગયો. તે કહેવા લાગ્યો કે, “વેશ્યાની વાતમાં વધારે પડવું સારું નથી, હવે એ વાતને પડતી મૂકો.”
રાણીએ કહ્યું કે, ઠીક છે. આ વેશ્યા આત્માના સંબંધે મારી બહેનની સમાન છે, તોપણ હું એની વાત છેડી દઉં છું, પરંતુ હવે આપ પણ એ વાતને પડતી મૂકે ! ઠીક ! ચાલો આપણે એ મહાત્માની પાસે તો જઈએ. બન્ને જણા મહાત્માની પાસે ગયા અને જોયું તે મહાત્મા કોઈ બીજા જ વેશમાં હતા. આ જોઈને રાણીએ રાજાને કહ્યું કે, “આ જુઓ ! તે મારા ગુરુ જ નથી ! હું તે દ્રવ્ય અને ભાવ બનેથી યુક્ત હોય તેને ગુરુ માનનારી છું. આ મહાત્માને વેશ મારા ગુરુને વેશ નથી ! રજોહરણ, મુહપત્તિ આદિથી સુવિહિત વેશ નથી ! જ્યારે મારા ગુરુનું લિંગ જ નથી તે પછી તેમને મારા ગુરુ કેવી રીતે માની શકું !”
રાજા ફરી લજિત થઈ વિચારવા લાગ્યું કે, રાણી ઠીક કહે છે. મારે એ ધર્મનું તત્ત્વ જાણવું જોઈએ. આ રીતે રાજાના મનમાં તત્ત્વ જાણવાની અભિલાષા પેદા થઈ
કહેવાનો આશય એ છે કે, ધર્મદ્વારા જ ધર્મની ઓળખાણ થાય છે. ધર્મને સંબંધ