Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૩ મંગળવાર
પ્રાર્થના પપ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારનહારે; જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીષ્ટ જમારે તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાર્વે ભવાનિધિ પારે. ૫ઘ૦૧
I પદ્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના અનેક વિધિ કરવામાં આવે છે, પણ પરમાત્માના નામમરણની પ્રાર્થના એવી છે કે, તે વિદ્વાન કે મૂખ, બળવાન કે નિર્બળ, ધનવાન કે ગરીબ, રાજા કે રંક, સ્ત્રી કે પુરુષ, સાધુ કે ગૃહસ્થ બધાને માટે એક સરખી ઉપયોગી છે. પરમા
ત્માનું નામસ્મરણ કરવું એ માર્ગ બધાને માટે સુલભ અને સરળ છે. . સંસારમાં જેટલાં આસ્તિક દર્શને છે તેમાં બીજી વાતમાં ભલે મતભેદ હોય પણ
પરમાત્માનું નામસ્મરણ ઉપયોગી છે' એ વાત બધાને માન્ય છે અને બધાંય દર્શનેએ કોઈને કોઈ રૂપમાં પરમાત્માના નામનું મહત્વ બતાવેલ છે. બધાં દર્શનેએ પરમાત્માના નામસ્મરણને એક મોટી સંપત્તિ માની એની જે પ્રશંસા કરી છે તે વિષે વિશેષ કાંઈ ન કહેતાં, અત્યારે તે એટલું જ કહું છું કે, જે કોઈ નિષ્કામભાવે પરમાત્માના નામમાં તલ્લીન થઈ જાય છે, તેના શરીરમાં અનેક અલૌકિક ગુણો પ્રકટ થઈ જાય છે, પણ પ્રત્યેક કામે આચરણમાં ઉતારવાથી જ સિદ્ધ થાય છે. જે કેવળ સાંભળી લે છે અને સાંભળીને કાર્યમાં ઉતારવાને બદલે તેની હાંસી કરે છે તેને માટે તે નામ કાંઈ હિસાબમાં જ નથી કારણ કે આ તે શ્રદ્ધાને વિષય છે, એટલા માટે જે શ્રદ્ધાપૂર્વક નામસ્મરણ કરે છે તેને લાભ તેને અવશ્ય મળે છે.
પરમાત્માનું નામસ્મરણ, પરમાત્મામાં તલ્લીન થઈ કરવું જોઈએ. પરમાત્માની સાથે અભિન્ન થઈ જે પરમાત્માનું નામસ્મરણ કરે છે તે ખરેખર પ્રભુમય બની જાય છે.
હવે શાસ્ત્રની વાત કહું છું. શાસ્ત્રમાં પણ પરમાત્માની જ પ્રાર્થના વિશેષતઃ કરવામાં આવી છે, એમ મને જણાય છે. અનાથી મુનિને અધિકાર–૧૨
રાજા શ્રેણિક, સાધુની પાસે જવાના ઉદેશે બહાર નીકળ્યો હતો છતાં આત્માના કલ્યાણનું સાધન કોણ જાણે ક્યારે અને કેવી રીતે મળી જાય છે ! આ બાજુ રાજા શ્રેણિકનું બાગમાં ફરવા જવું અને બીજી બાજુ અનાથી મુનિનું આગમન થયું. આ કેવો સુંદર
ગ! આ સુયોગ થવામાં પણ કોઈ ગુપ્ત શક્તિ રહેલી હતી એમ તો માનવું જ પડશે! તમે ભલે આ વાતને પ્રત્યક્ષથી માનતા ન હ પણ અનુમાનથી તે તમારે એ માનવું જ પડશે!