Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૨૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ શકિત બતાવતાં મને કહ્યું હતું કે, “નવકારમંત્ર એ તો નૌકા સમાન છે. તો એ મંત્રની નૈકાવડે હું નદી પાર જઈ શકીશ, તે પછી ઢીલ શા માટે કરે ! શેઠ પણ મારી રાહ જોતા હશે અને મારા વિષે ચિંતા કરતા હશે ! ”
આ પ્રમાણે વિચાર કરી, સુભગ વૃક્ષ ઉપરથી નદીમાં કૂદી પડે; પણ નદીમાં પડતાં એક મેટ ખીલો તેના પેટમાં ખેંચી ગયા. સુભગને તેથી બહુ વેદના થવા લાગી પણ “એ તે મારી પરીક્ષા થઈ રહી છે એમ માની તે નવકારમંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગે.
જે પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરે છે અને સંકટના સમયે પણ કષ્ટોથી ન ગભરાતાં જે પિતાનું ધ્યાન અવિચલ રાખે છે તે જ મહાપુરુષ કહેવાય છે. સુભગ સંકટના સમયે પણ નવકારમંત્રનું ધ્યાન ચૂક નહિ અને પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં તે પેટમાં ખેલે ખેંચી જવાને કારણે કાળને પામે.
નવકારમંત્રની શક્તિના પ્રતાપથી શની પણ સિંહાસન બની જાય છે, એમ કહેવામાં આવે છે; તે પછી સુભગને નવકારમંત્રની શક્તિએ કેમ ન બચાવ્યો એવો પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નનું સમાધાન કર્યા વિના લોકોની શંકાનું નિવારણ થાય નહિ. માટે શંકાના સમાધાન માટે થોડું કહું છું.
ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારાં મૂકવામાં આવ્યાં હતાં, પણ શા કારણે ! તેમણે એ શું અપરાધ કર્યો હતો! તેમણે તે ભગવાન અરિષ્ટનેમિની પાસે સંયમ ધારણ કર્યો હતો, તેમ છતાં તેમના મસ્તક ઉપર જે ધગધગતા અંગારાં મૂકવામાં આવ્યાં તે શું સંયમને કારણે મૂકવામાં આવ્યાં હતાં? ગજસુકુમાર મુનિ તે એમ સમજતા હતા કે, “આ ધગધગતા અંગારાં તે મારા માથા ઉપર ચડેલું કરજ ઉતારે છે. આ પ્રમાણે તેઓ તો અંગારાને પણ પિતાના કરજને ચુકવવાનું એક સાધન માને છે. એવી અવસ્થામાં જો આપણે તેને ખરાબ કહીએ તો તે ઠીક કેમ કહી શકાય !
કોઈ દર્દીને સાકર પણ કડવી લાગે છે અને કોઈને લીબડ પણ મીઠે લાગે છે. તો શું એ કારણે સાકર કડવી અને લીંબડાને મીઠે કહી શકાય ખરે? તમે તે એમ જ કહેશે કે, લીંબડો મીઠે તે નથી અને સાકર કડવી હોતી નથી. પોતાની વિકૃતિને કારણે ભલે કોઈને સાકર કડવી લાગતી હોય પણ વાસ્તવમાં સાકર કડવી નહિ પણ મીઠી જ હોય છે.
આ ભૌતિક દષ્ટાંત છે. આ દૃષ્ટાંતને આધ્યાત્મિક વાત ઉપર લાગુ પાડવું જોઈએ. ગજસુકુમાર મુનિ અંગારાને અંગારારૂપે સમજતા ન હતા. તેઓ તે તેને જન્મમરણના રેગને મટાડનારી દવા સમજતા હતા. તે જ પ્રમાણે બાળક સુભગ ઉપર જે આપતિ આવી પડી હતી તે તેના ભાવિજીવનના વિકાસમાં સાધનભૂત હતી.
કઈ માણસે મેલી પાઘડી માથા ઉપર પહેરી હતી તેના કેઈ સંબંધીએ એ મેલી પાઘડી ઉતારી નવી પાઘડી પહેરવા તેને આપી. મેલી પાઘડી ઉતારી નવી પાઘડી પહેરવી સારી છે કે ખરાબ? પણ જુની મેલી પાઘડી ઉતાર્યા વિના નવી પાઘડી પહેરી શકાશે ખરી? નહિ. તે જ પ્રમાણે બાળક સુભગને ભાવિજીવનને વિકાસ માટે, શેઠને ઘેર જન્મ