Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુઠ્ઠી ૫ ]
રાજકાટ-ચાતુર્માસ
"1
" होनहार बिरवान के होत चिकने पात પણ શુભ-સૂચક સારાં થયાં
શેઠાણીની ધર્મભાવના દિવસે દિવસે વધવા લાગી. આ બાજુ શેઠે પણ દાન દેવા માટે પેાતાના ખજાના પણ ખોલી દીધા અને શેઠે વિચારવા લાગ્યા કે જ્યારે મારે ત્યાં કલ્પવૃક્ષ જ ઉગવાનું છે તે પછી સગ્રહ શા માટે કરું! લેાકો જ્યાંસુધી સંતાન હતાં નથી ત્યાં સુધી તે। થાડા ધણા ઉદાર પણ રહે છે, પણ સંતાન થતાં જ સંતાનેાને માટે ધનસંચય કરવા જોઈ એ એ વિચાર આવતાં જ તેમની ઉદારતા ઓછી થઈ જાય છે. પણ આવા ક્ષુદ્ર વિચાર શેઠના મનમાં આવ્યા નહિ; તેમણે તે પેાતાના ખજાને દાન માટે ખાલી દીધા. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે.
-----
[ ૧૩૧
આ કહેવત પ્રમાણે શેઠાણીને દોહદ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી પ ગુરુવાર
=
પ્રાથના
હું સેક ને તૂ' ધની; પ્રભુ આશા પૂરા હમ તણી,
જગજીવન અ'તર ાસી;
જય જય જગત શિરોમણિ, અબ તૌસું ગાતી ખણી, સુઝ હેર કરા, ચ'દ્રપ્રભુ,
ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. ॥ ૧ ॥
શ્રી ચદ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માનું ધ્યાન ધરવા માટે ભક્ત લોકો અનેક પ્રકારે પ્રાર્થના કરે છે. તે કહે છે કેઃ—
“ હે ! જગત શિરામણિ ! તારા જય જયકાર થાઓ ! ' ભક્તલેાકેા પરમાત્માને જગત શિરેામણિ કહે છે, એ કથનમાં ગભીર અર્થ રહેલા છે. જો એ કથન ઉપર ઊંડા ઉતરી વિચાર કરવામાં આવે તેા ગહન શાસ્ત્ર પણ ગતા થઈ જાય ! તમે ૐ શબ્દ જોયા હશે, એ શબ્દ ઉપર અર્ધચન્દ્રાકાર ઉપર બિન્દુ કરેલું હોય છે. એ સાડાત્રણ માત્રાના શબ્દમાં ધણું રહસ્ય રહેલું છે. જ્ઞાની લોકો એ શબ્દનું ઘણું મહત્ત્વ બતાવે છે, અને પ`ચ પરમેષ્ટિ મંત્ર પણ એ % માં રહેલા જણાવે છે. આ પ્રમાણે એ ૐ કારનું ઘણું મહત્ત્વ છે, પણ જો એ ૐ શબ્દમાંથી ૐ કે અર્ધચન્દ્ર કે બિન્દુને પૃથક્ કરી જુદા કાઢી લેવામાં આવે તેા એના અને પણ અનથ થઈ જાય છે, અર્થાત્ બધી માત્રાએના સંબંધથી જ પૂરેપૂરા અર્થ નીકળે છે.