Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
દ્વારા કેવી રીતે માને ? તે આને માટે એમ અનુમાન કરો કે, તમે હજારે સ્ત્રી પુરુષને જુઓ છે છતાં તમારું મન કોઈ એકના તરફ કેમ આકર્ષાય છે? અથવા કોઈ માણસને જોતાં જ મનમાં વૈરભાવ કેમ જાગે છે અને કોઈ રનેહીને જોતાં સ્નેહભાવ કેમ જાગે છે ! જરા વિચાર કરો કે, આમ કેમ બને છે? આ વિષે અનુમાન કરશે તો જણાશે કે, એનું કારણ પૂર્વ ભવનાં સંસ્કારે જ છે. ભગવાન નેમિનાથ અને રાજમતિને નવ ભવનો પૂર્વને સંબંધ જોતાં જ જાગ્રત થયો હતો. લેલાં અને મજનૂને પ્રેમ પવિત્ર હતા એમ કહેવાય છે. લેલાં કોઈ સુંદરી ન હતી છતાં મજનુએ તેના માટે પિતાના પ્રાણ પણ સમર્પી દીધાં હતાં. એનું કારણ પૂર્વભવને સંબંધ જ હતો. આ પ્રમાણે અનુમાન પ્રમાણુઠારા પુનર્જન્મની સિદ્ધિ થાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં પુનર્જન્મ માટે અનેક પ્રમાણો આપવામાં આવ્યાં છે. તેમાં કહ્યું છે કે, બાળક જન્મતાં જ સ્તનપાન કરવા લાગે છે. તે સ્તનપાન કરવાનું, બાળક કયાં અને કેની પાસેથી શીખ્યું? તે, જન્મતાં જ સ્તનપાન કરવા લાગે છે એ ઉપરથી તેને પહેલાંને એવો અભ્યાસ હોય છે એમ સ્પષ્ટ જણાય છે. બાળક જન્મતાં જ ઊંઘ લે છે અને હસે પણ છે એ ઉપરથી પણ પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. આઘાતને પ્રત્યાઘાત થવો એ સંસારને નિયમ જ છે. તમે કોઈ શબ્દ સાંભળો અને બેલનાર જોવામાં ન આવે તે તમે એમ જ માનશો કે એ શબ્દ આગળથી આવ્યો છે? આ જ પ્રમાણે આજે જન્મેલું બાળક પણ જયારે સ્તનપાન કરે છે, નિદ્રા લે છે, હસે છે ત્યારે એને પહેલાંને અભ્યાસ હશે એમ જ માનવું પડે છે.
તમે કહેશો કે, પૂર્વજન્મને માનવાથી અમને શો લાભ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પૂર્વજન્મ માનવાથી પોતાના કર્તવ્યનું ભાન થાય છે કે, હું આજને જ નથી, પરંતુ પહેલાં પણ હતો અને ન જાણે આ પ્રમાણે કયારથી ભટકી રહ્યો છું. એટલા માટે મારે હવે શું કરવું જોઈએ ? આ પ્રમાણે તમે તમારું કર્તવ્ય સમજવામાં સમર્થ થશો.
અનુમાન પ્રમાણદ્વારા તમે એ પણ જાણી શકશે કે, “આત્મા છે અને તે અમર છે.' આ પ્રમાણે આત્મા ઉપર વિશ્વાસ થવાથી આત્માને સુધાર કરવાની ચાવી મળી આવે છે. આત્માને સુધાર જ બધા સુધારાઓનું મૂળ છે. આજના લેકો આત્માને ભૂલી રહ્યા છે અને તેથી જ બધી ખરાબી થઈ રહી છે.
દારૂ પીવે, માંસ ખાવું કે વર કે કન્યાને વિક્રય કરે, વગેરે ખરાબ પ્રવૃત્તિઓ આત્માને ભૂલવાથી જ વધવા પામી છે. જો આત્માને જાગ્રત રાખવામાં આવે તે એવી પ્રવૃત્તિઓ વધે નહિ; એટલા માટે આત્માને જાગ્રત કરી તેને સુધારવાનો પ્રયત્ન કરે ! કહેવત છે કે, જેનો આ લોક સુધર્યો છે તેને પરલોક પણ સુધર્યો છે. આ વિષે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ એક વાત કરતા હતા કે –
એક વૃદ્ધ સ્ત્રીનું ઘર સ્મશાનના માર્ગે આવેલું હતું. એટલે મૃતાત્માને-મડદાંને સ્મશાનમાં તે માર્ગેથી લઈ જવામાં આવતાં. તે ઘરડી સ્ત્રી ધર્મપરાયણ હતી અને પ્રાયઃ તે ધર્મની વાત કર્યા કરતી; એટલે કોઈને કોઈ તેની પાસે વાત કરવા બેઠેલા જ હોય ! જ્યારે કોઈ મડદું તેના ઘર આગળથી પસાર થતું ત્યારે એ ઘરડી સ્ત્રી કહેતી કે, આ