Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ સુદી ૬ શુક્રવાર
પ્રાર્થના. કાકદી” નગરી ભલી હે, શ્રી “સુગ્રીવ નૃપાલ, રામા” તસુ પટરાની હે, તસ સુત પરમ કૃપાલ.
શ્રી સુવિધિ જિનેશ્વર વંદિયે હે. શ્રી સુબુદ્ધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્માને પરમાત્માની સાથે શો સંબંધ છે અને આત્મા પરમાત્માની પ્રાર્થના શા માટે કરે છે એ અત્રે જોવાનું છે. આત્મા જ્યારે પરમાત્માની પ્રાર્થના કરે છે ત્યારે પરમાત્માની સાથે તેને કેઈ સંબંધ પણ હોવો જ જોઈએ. પરમાત્માની સાથે સંબંધ જાણી લીધા બાદ પ્રાર્થના કરવાથી આત્માને વિશેષ લાભ થાય છે.
પરમાત્માનું માહાત્મ કેવી રીતે જાણી શકાય એને માટે આ પ્રાર્થનામાં જ ઉપાય બતાવવામાં આવ્યો છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “હે ! પ્રભ ! મારો તારી સાથે જેવો સંબંધ છે તે સંબંધ બીજા કોઈની સાથે નથી. જો કે આ વિષે એવી બ્રાતિ થાય છે કે, હું જડ બુદ્ધિવાળો, પાપી અને પામર પ્રાણું છું અને તું મલરહિત પવિત્ર છે. એવી દશામાં મારે અને તારે સંબંધ કેવી રીતે હોઈ શકે? પણ જ્ઞાનીજનો કહે છે કે આવી ભ્રાન્તિ થવી એ ભૂલ છે. વાસ્તવમાં પરમાત્માની સાથે આત્માને ધનિષ્ટ સંબંધ છે. જે આત્મા વાર્થ અને લાર્થને ભૂલે નહિ અને પરમાત્માની સાથે પિતાને ધનિષ્ટ સંબંધ છે એમ જાણી તેની પ્રાર્થના કરે તે જરૂર તેની ઈષ્ટસિદ્ધિ થાય.”
વાર્થ અને લક્ષ્યાર્થીને શો અર્થ છે એને જે ન્યાયમાં કહેલાં પાંચ અંગેદાર સમજાવવામાં આવે તે વધારે સમય જોઈએ એટલા માટે એ વિષે વધારે ન કહેતાં એક લૌકિક ઉદાહરણકારા વાગ્યાર્થ અને લક્ષ્યાર્થને સમજાવું છું જેથી બધાની સમજમાં આવી શકે.
માને કે, એક સેની પાસે સેનું છે. તેનું એ વાસ્વાર્થ છે, પણ સની કહે છે કે એ સેનાનાં હું ઘરેણાં બનાવીશ કારણ કે આ સેનામાંથી હાર-વીંટી વગેરે ઘરેણું બની શકે છે. આ પ્રમાણે સોનીનું વિચારવું તે લક્ષ્યાર્થ છે.
કુંભાર માટીને પડે લઈ બેઠે છે એ તે વાચ્યાર્થ છે પણ તે માટીમાંથી ઘડે બનાવવાનો વિચાર કરે છે એ લક્ષ્યાર્થ છે. આ જ પ્રમાણે કોઈ સ્ત્રી જેટલીને કણ બાંધે તે તે વાર્થ છે પણ તે કણ બાંધીને બેસી રહેતી નથી પણ એ કણમાંથી રોટલી બનાવવા ચાહે છે એ લક્ષ્યાર્થ છે.
આ જ પ્રમાણે આપણો આમાં વાચ્ચાર્યું છે અને પરમાત્મા બનવું એ લક્ષ્યાર્થ છે, જેમ સોનામાંથી આભૂષણો બનાવવા, રોટલીના કણમાંથી રોટલીઓ બનાવવી અને