Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૫]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૩૩
અને કોઈ ધમ આય હાય છે. આ પ્રકારે અનેક પ્રકારના આર્ચી હોય છે. તે મુનિ ધર્મા હતા, જે આ કમ-વાણિજ્ય વગેરે કરે છે તે કર્યાં છે; અને જે આ ધર્મનું પાલન કરે છે તે ધર્મો છે. આજે તે ઘણા લોકો પોતાને આ કહેવડાવે છે પણ વાસ્તવમાં આ કાને કહેવાય એને માટે કહ્યું છે કે:-આરાત સામખ્યો ત્યાર્થઃ જે ત્યાગવા યાગ્ય કામેા છે એ કામેાના ત્યાગ કરી જે દૂર રહે છે તે આ કહેવાય છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, ત્યાગવા યેાગ્ય કયાં કામા છે! ગૃહસ્થા માટે જે ખાર વ્રતા કહેવામાં આવ્યાં છે, એ ત્રતામાં જે દોષોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે, એ દોષોથી જે ગૃહસ્થ દૂર રહે છે તે ગૃહસ્થ આય છે. આ વાત તેા ગૃહસ્થની થઈ. પણ અહીં તે મુનિને આ કહેલ છે, એટલા માટે મુનિએ કેવાં કામેાને ત્યાગ કરવા જોઈ એ એ અત્રે જોવાનું છે. સાધુએ કેવાં કામેાથી દૂર રહેવું જોઈ એ એ વિષય બહુ લાંખે છે એટલે સંક્ષેપમાં એટલું જ કહું છું કે, સાધુએ કનક-કામિની આદિ વર્જિત દૂષિત વસ્તુએથી દૂર રહેવું આવશ્યક છે; કારણ કે કનક-કામિનીને અપનાવવાં એ સાધુને માટે ત્યાય અને અયેાગ્ય છે. જે સાધુ કનક-કામિનીથી દૂર રહે છે તે સાધુ આય છે.
કનક અને કામિની માટે સંસારમાં અનેક પ્રકારનાં ઝગડાઓ થાય છે. આજકાલ મુદ્રાદેવીએ-સાના, ચાંદી અને તાંબાના સિક્કાએ-કેટલી બધી અશાન્તિ ફેલાવી દીધી છે ! તમને તે એ વિષેને અનુભવ જ હશે ! તમે લોકો દિવસ રાત પૈસા માટે દોડયા કરે છે અને પૈસાને સંગ્રહ કરી સુખી થતા નથી. પૈસા માટે પરસ્પર લડાઈ પણ થાય છે અને હજારે। માણુસેાના લેહીની નદીએ પણ વહેવડાવામાં આવે છે. આને માટે ભલે બહારનું ગમે તે કારણ બતાવવામાં આવતું હોય, પણ હૃદયમાં રહેલી દ્રવ્યસંગ્રહની ભાવના જ મુખ્ય કારણભૂત છે. સંસારમાં જ્યારથી પૈસાના આદર વધવા પામ્યા છે ત્યારથી સંસારની કેવી અવદશા થવા પામી છે એ તેા ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાય છે! હું મારા બચપણની વાત કહું છું. તે વખતે ગ્રામીણ લોકો અન્નાદિ આપી શાક, ભાજી કે મસાલા લઈ આવતા અને આ પ્રમાણે વસ્તુના બદલામાં વસ્તુ લેવાની ત્યારે પ્રાયઃ પ્રથા ચાલતી હતી. ત્યારે સિક્કાનું પણ પ્રચલન તે। હતું જ પણ અત્યારના જેટલું વધારે પ્રચલિત ન હતું. પ્રાચીન સમયમાં વસ્તુનું જ પરસ્પર પરિવર્તન કરવામાં આવતું હતું. તે સમયે અત્યારના જેવી અશાન્તિ ન હતી; પણ જ્યારથી સિક્કાનું પ્રચલન વધવા પામ્યું છે ત્યારથી ઝગડાએ પણ વધવા પામ્યાં છે અને પરિણામે અશાન્તિ પણ વધી છે. સિક્કાને સંગ્રહ કરવાની વૃત્તિએ અશાન્તિને પાણુ આપ્યું છે અને અત્યારે તે સિક્કાને બદલે નાટનું પ્રચલન થઈ ગયું છે. એટલે સંગ્રહ કરવાની વૃત્તિને વિશેષ વેગ મળ્યો છે, અને તેથી અશાન્તિને પણ એટલા જ વેગ મળ્યા છે.
કહેવાના ભાવાથ એ છે કે, સંસારમાં ઝગડાએ વધવાનાં કારણેામાં કંચન પણ એક પ્રધાન કારણ છે. સાધુ લોકો કચન વગેરેથી દૂર રહે છે. સિક્કાને પેાતાની પાસે પણ રાખતા નથી એટલે જ તેમને આ કહેલ છે.
તમે લેકા સિક્કા કે કંચન વગેરેના સંગ્રહ તેા કરેા છે પણ શું તેને તમે અન્ન કે