Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૧૨૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
ખીજી બાજુ માટીનાં બનેલાં સુદર કેળાં, દાડમ વગેરેનાં રમકડાં મૂકવામાં આવે તે એ એમાંથી પેલે ભૂખ્યા માણસ શું પસંદ કરશે! જવાબ સ્પષ્ટ છે કે, તે ભૂખ્યા માણસ રોટલાને જ પસંદ કરશે અને કેળાં દાડમ વગેરે કીંમતી રમકડાંને તુચ્છ ગણશે. આ જ પ્રમાણે રાજા પણ તે મુનિના રૂપની આગળ બધાં રૂપને તુચ્છ માની રહ્યા છે, તે એમ વિચારે છે કે, બીજાના રૂપથી મારી ભૂખ-તરસ શાંત થઇ શકે મુનિનું રૂપ તા મારી ભૂખતરસને શાંત કરનાર છે. આ પ્રમાણે વણુ ! અહા રૂપ! એમ કહી રહ્યો છે !
એમ નથી પણ આ વિચાર કરી તે અહે
વર્ણ અને રૂપમાં શું તફાવત છે તે અત્રે જોવાનું છે. શરીરના સુંદર આકાર પ્રમાણે જેના રંગ સુંદર હોય છે તેને સુવર્ણ કહેવામાં આવે છે. જેમકે સેનાને સુવણુ કહેવામાં આવે છે પણ શા કારણે? જો રંગને કારણે જ સેાનાને સુવર્ણ કહેવામાં આવતું હાય તેા સેાનાની માફક પિત્તળના પણ ર`ગ પીળા હોય છે ! તે પછી તેને પણ સુવર્ણ કેમ કહેવામાં નથી આવતું ? કેવળ રંગને કારણે જ સાનાને સુવર્ણ કહેવામાં આવતું નથી પણ તેનામાં રંગની સાથે બીજી પણ વિશેષતા રહેલી છે. સેાનાના પરમાણુમાં એવી વિશેષતા હૈાવાનુ` કહેવામાં આવે છે કે, સેનાને ભલે હજારા વર્ષ સુધી જમીનમાં રાખી પાછું કાઢી તાળવામાં આવે તેા તે સમયે પહેલાંના જેટલું જ વજનમાં થશે. ઓછું નહિ થાય ! તેમ તેની ઉપર કાટ ચડશે નહિ. પીતળના રંગ તા સેાનાના જેવા હોય છે પણ સાનામાં જે વિશેષતા છે તે તેમાં નથી ! જો પીતળને પાંચ-દશ વર્ષ જ જમીનમાં દાટવામાં આવે તા તેની ઉપર કાટ ચડી જશે અને તે સડી જશે. સેાનામાં એવી ચીકાશ હાય છે કે તે સડતું નથી. ખીજું તે વજનમાં ભારી હેાય છે, ત્રીજું તેના પરમાણુમાં એવી ચીકાશ હાય છે કે તેમાંથી ઝીણામાં ઝીણા તાર પણ કાઢી શકાય છે. આ પ્રમાણે સેાનામાં રંગની સાથે ખીજી વિશેષતાએ હેાવાથી તેને સુવર્ણ કહેવામાં આવે છે.
રાજા શ્રેણિક પણ ખીજાના વર્ણની સાથે મુનિના વર્ણની તુલના કરી ફરી કહે છે કે, એ વર્ણ તા અતુલ-અનુપમ છે, અહે! આ કેવા વર્ણ છે ? બીજાના વર્ણમાં તે વહેલા મેાડા કાટ પણ ચડી જાય છે, પણ આ મુનિના વર્ણ તો એવા છે તેના ઉપર કાટ ચડી જ શકતા નથી. આ પ્રમાણે વિચાર કરી રાજા મુનિના વર્ણ વિષે આશ્ચય પામ્યા.
તમે કહેશેા કે, મુનિના રૂપમાં અને બીજાના રૂપમાં એવી શું વિશેષતા હતી ? તે આ પ્રશ્નના ઉત્તર એ છે કે, મુનિના રૂપમાં, ખીજી ધાતુઓની અપેક્ષા સાનામાં જે વિશેષતા હાય છે, તેવી વિશેષતા હૈાય છે. તમે વળી કદાચ પૂછશેા કે, સેાનાની માફક મુનિને પણ પૃથ્વીમાં દાટવામાં આવે તેા શું તેમના શરીર ઉપર ડાધ ન પડે ? શું તેમના કાળ થઈ ન જાય ? આને ઉત્તર એ છે કે, જે નાથ છે એવા તે મુનિને પૃથ્વીમાં દાટવા જ ક્રાણુ સમ છે ! સાનું તે! જડ છે એટલે જ તેને પૃથ્વીમાં દાટી શકાય છે અને ભટ્ઠોમાં તપાવવાથી તે પીગળી પણ જાય છે, પણ મુનિને કાણુ દાટી શકે અને કાણુ સાનાની માફક તપાવી શકે ! તેમને અગ્નિ તપાવી શકતી નથી તેમ પવન ડગાવી શકતા નથી. તેમનું એવું રૂપ શા કારણે હતું એ તે આગળ કહેવામાં આવશે પણ તેમનું રૂપ અતુલઅનુપમ હતું એટલું જ અત્રે કહેવાનું છે. તેમના રૂપની આગળ દેવનું રૂપ પણ તુચ્છ