Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
કે વિકૃતિ થવાની કાંઈ ખરાબી હેતી નથી. જો હું કાનમાં અત્તરનું પુમડું નોખું તે તમે લકો શું કહેશો? તમે લોકો મને ઉપાલંભ આપશે, પણ જો પ્રાકૃતિક રીતિએ નાકમાં સુગંધ આવતી હોય તે તમે લોકો શું મને ઉપાલંભ આપશે ? અત્તર લગાવવાથી ઉપાલંભ આપવાનું કારણ એ જ છે કે, અત્તર લગાવવું એ કુદરતની સાથે લડાઈ કરવા જેવું છે; પણ ફૂલની જે પ્રાકૃતિક સુગંધ આવે છે એ કાંઈ પ્રકૃતિની સાથે લડાઈ કરવા જેવું નથી. એ સુગંધ તે પ્રકૃતિ પોતે આપે છે. તેને કોઈ રોકી શકતું નથી. અનાથી મુનિ બાગમાં બેઠા હતા છતાં કોઈ “તમે મોજશોખ માટે બાગમાં બેઠા છો ” એમ કહી શકતું નહિ; કારણ કે ત્યાં જે સુગંધ આવતી હતી તે પ્રાકૃતિક સુગંધ હતી.
મંડિકુક્ષ બાગને નંદનવનની ઉપમા આપવામાં આવી છે. આ બન્નેને સંબંધ ઉપમા ઉપમેયને છે. અર્થાત નંદનવન જેવો સુંદર મંડિકલ બાગ હતા. આવા નંદનવન જેવા મંડિકુલ બાગમાં તે મહામુનિ બીરાજતા હતા.
ઉદયપુરના રાણું સજજનસિંહજી એમ કહ્યા કરતા કે, બુદ્ધિનું ઘર આરામ છે. જ્યારે આરામ હોય છે ત્યારે જ બુદ્ધિ પેદા થાય છે ! પણ આરામનું સ્થાન કાંઈ શહેર જ નથી. કોઈવાર તમે મને કહે કે, નગર તે તમને પણ સારું લાગે છે ! તમે પણ ગામડાઓમાં રહેવાનું પસંદ કરતા નથી ! પણ તમને એ ખબર નથી કે, અમારે આ ઉપાલંભ શહેર વાળાઓને કારણે જ સાંભળવો પડે છે. જ્યાં રોગીઓ વધારે હોય છે ત્યાં જ ડૉકટરોને વધારે વાર જવું પડે છે ! આ જ પ્રમાણે અમારે પણ નગરોમાં વધારે આવવાનું થાય છે. કારણ કે, નગરમાં જેટલો વિકાર ઘર ઘાલી બેઠે છે તેટલો વિકાર ગામડાઓમાં નથી. શહેર જેટલી ગામડાંઓની ખરાબી નથી. આ જ કારણે અમારે પણ નગરોમાં વધારે આવવાનું થાય છે. હું તમને આજે જ નગર છોડી દેવાનું કહેતા નથી પણ એટલું તે અવશ્ય કહું છું કે, તમે પણ જીવન સુધારાનું ખાસ ધ્યાન રાખે. મને દયા, પૌષધ વગેરે પ્રિય છે, છતાં એ વિષે બહુ ભાર નહિ આપતાં શરીર અને આત્માના કલ્યાણની વાતો ઉપર એટલા માટે વિશેષ ભાર મૂકું છું કે, શરીરને સ્વસ્થ અને સારું રાખવાથી જ ધર્મકાર્યો પણ સારી રીતે થઈ શકે છે. એટલા માટે તમે પ્રત્યેક વસ્તુની લાભ-હાનિને વિવેકદષ્ટિએ જુએ અને હાનિકારક વસ્તુનો ત્યાગ કરી લાભદાયક વસ્તુને જીવનમાં ઉતારે. ધર્મને પવિત્ર રાખવા માટે જ હું જીવનને પવિત્ર અને સ્વસ્થ રાખવાની વાત ઉપર ખાસ ભાર મૂકું છું.
જીવનને સુધાર કેવી રીતે થઈ શકે એ વાત હવે હું સુદર્શનની કથાકારા કહું છું - સુદર્શન–ચરિત્ર–૭
એક દિન જંગલમે મુનિ દેખે, તન મન ઉપ યાર ! ખડા સામને દયાન મુનિ મેં, વિસર ગયા સંસા૨, એ ધન શા ગગન ગયે મુનિરાજ મંત્ર ૫, બાલક ઘરેક આયા શેઠ પૂછતે મુનિ દર્શનકે, સભી હાલ સુનાયા. ધન ૮ |