Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
એમજ કહેવામાં આવે છે કે, જે પ્રમાણે રાજાને આવવું શુભતું હશે એ જ પ્રમાણે રાજા શ્રેણિક પણ આવ્યા હશે! રાજા શ્રેણિક અહીંતહીં બાગમાં ફુલોની સુગંધ લેતે ફરતે હતે. ફરતાં ફરતાં તેણે એક મહાપુરુષ સાધુને જોયા. તે મહાત્મા સંયતિ અર્થાત સમ્યફ પ્રકારે આત્માનું જતન કરનાર અને સંયમના ધારક હતા એ વાત તેમના ચહેરા ઉપર ટ૫ક્તા સમાધિભાવ ઉપરથી સ્પષ્ટ જણાતી હતી. તે મહાત્મા એક વૃક્ષની નીચે બેઠા હતા. તેઓ સુકુમાર અને સુખી હતા. એવા મહાત્મા સાધુને શ્રેણિક રાજાએ જોયા.
આ કથન ઉપર વિશેષ વિચાર કરવામાં આવે તે બહુ લાંબું થાય અને અનેક વાત જાણવાની પણ મળે. પણ એટલો અત્યારે અવકાશ નથી એટલા માટે એ વાતને સંક્ષેપમાં જ કહું છું. રાજાએ બાગમાં મહાત્માને જોયા. મુનિ બાગમાં બિરાજતા હતા, એટલે બાગમાં પણ કોઈ વિશેષતા આવી ગઈ હશે ! શાસ્ત્રકારો કહે છે કે, મહાત્મા
ના સંયમનો પરિચય તો તેમના આસપાસનું વાતાવરણ જ આપી દે છે. તે મહાત્માએ જ્યાં બિરાજે છે ત્યાં તેમની શાન્તિના પ્રતાપે વૈર-વિરોધ રહેવા જ પામતું નથી. જે છની વચ્ચે સ્વાભાવિક વેર-વિરોધ હોય છે તેવા સિંહ અને બકરી જેવા પ્રાણીઓ પણ નિર્વેર થઈ એક સાથે શાન્તિપૂર્વક રહે છે; અને ભય પામનારા છે પણ નિર્ભય થઈ વિચરે છે. આ પ્રમાણે મહાત્માઓના સંયમને પ્રભાવ ચેતન્ય ઉપર તે પડે જ છે, પણ જડ પદાર્થો ઉપર પણ પડે છે. આ નિયમાનુસાર તે મહાત્માને પ્રભાવ મંડિકક્ષ બાગ ઉપર પડ્યો જ હશે અને તેથી બાગમાં આજે વિશેષતા હેવાનું શું કારણ છે? એમ વિચારતા રાજા શ્રેણિક બાગમાં ફરતા હતા ત્યાં તેની નજર એક વૃક્ષ નીચે બેઠેલા. મુનિ ઉપર પડી.
સાધુની સાથે વૃક્ષનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. જે સાધુ અને વૃક્ષોની પરસ્પર તુલના કરવામાં આવે તે બન્નેની વચ્ચે ઘણું સામ્ય જણાશે. ગ્રન્થકાર એ મુનિ અને વૃક્ષનું સામ્ય બતાવ્યું છે. વૃક્ષો ઉપર ટાઢ અને તાપ પડે છે છતાં તેઓ કોઈની પાસે ફરીયાદ કરતા નથી પણ સમભાવપૂર્વક સહન કરે છે ! જે પ્રમાણે વૃક્ષ પવનને આઘાત સહન કરે છે તે જ પ્રમાણે તમે પણ સહનશીલ બને, તે સંસારની ગમે તેવી વિપત્તિઓ માથે આવી પડે તે પણ તમે દઢ રહી શકશે. સહિષ્ણુતા કેળવવી એ કલ્યાણને માર્ગ છે. જે સહનશીલ હોય છે તે આગળ જતાં ઉન્નતિ સાધી શકે છે.
મહાભારતમાં કહ્યું છે કે, યુધિષ્ઠિરે ભીષ્મને કહ્યું કે, હવે આપને અંત સમય નજદીક આવી પહોંચ્યું છે એટલા માટે હું તમને એક વાત વધારે પૂછવા ચાહું છું. તમે ધર્મ અને રાજનીતિની અનેક વાતે મને બતાવી છે, પણ એક વાત પૂછવી બાકી રહી ગઈ છે! તે પૂછવા ચાહું છું
ભીષ્મ ઉત્તર આપ્યો કે, તમે જે પૂછવા ચાહે છે તે ખુશીથી પૂછે ! હું તમારી તિજોરીમાં શિક્ષાની જેટલી વાત મૂકે તેટલી સુરક્ષિત જ છે!
યુધિષ્ઠિરે પૂછયું કે, કઈ પ્રબલ શત્રુ ચડી આવે ત્યારે રાજધર્મને અનુસરી શું કરવું જોઈએ?
ભીખે જવાબ આપ્યો કે, એ માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો.