Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૧૧ શેઠે સુભગને પિતાના પુત્રની માફક શિક્ષા આપી. સુભગ પણ મનમાં વિચારતે હતું કે, આ મારા પિતા તે મારા માટે સાધુની માફક જ છે. એ બીજા મહાત્મા જ છે. શેઠે શીખડાવેલો મંત્ર તે આખો દિવસ જપતો હતે.
આજના લોકો અજપાજપને અભ્યાસ ભૂલી રહ્યા છે. તેમને પરમાત્માનું નામ જપવામાં કઠિનતા જણાય છે! હું એમ નથી કહેતો કે, તમે બહાર મેટે સ્વરે બૂમબરાડા પાડે પણ અજપાજાપ તો કર્યા કરો એમ કહું છું. તમારું ધન ચાલ્યું જાય છે તે તેની ચિંતા કરે છે પણ તમારો સમય કેટલે વ્યર્થ જાય છે તેની ચિંતા કરતા નથી. અંગ્રેજોના બેડા રૂપિયા ચાલ્યા જાય છે તેઓ એટલી બધી ચિન્તા કરતા નથી જેટલી ચિન્તા તેઓ સમય વ્યર્થ જવાથી કરે છે. તેમને એક કલાક નકામો જાય છે તેની તેઓ ચિંતા કરે છે. તેઓ તે એક કલાકની ચિંતા કરશે પણ ભગવાને તે કહ્યું છે કે,
રમશે જેમ! મામાણી –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અર્થાત–હે ગૌતમ ! એક સમય માત્રને પણ પ્રમાદ ન કર. ભગવાનના આ કથનને તમારા ધ્યાનમાં લઈ, તમારા મનને ભગવાનના નામરૂપી તારની સાથે જોડી દે. તારની સાથે નહિ પરોવેલું મોતી પડી જાય છે; એ જ પ્રમાણે પરમાત્માના નામના તારની સાથે મનને પરોવશે નહિ તે મને અહીં તહીં ભટકશે, માટે મનને પરમાત્માના ભજનની સાથે એકતાર કરી લો.
સ્ત્રીઓને ગાતાં સાંભળ્યું છે કે, જેના મોઢા ઉપર રામને રંગ ચડેલે નથી તે મેટું જોવું નહિ. તે બહેને કેવળ આમ ગાય જ છે કે એમ કરે પણ છે એ નિશ્ચિત કહી શકાય નહિ, પણ બહેને જે ગાય છે તે રામને રંગ શું છે?
જે ચેરી, વ્યભિચાર આદિ ખરાબ કામ કરતું નથી તેના મુખ ઉપર કોઈ જુદા જ પ્રકારનું તેજ હોય છે; અને તે તેજ જ રામને રંગ છે. જેમના મુખ ઉપર રામને આવો રંગ ચડેલે નથી, પણ જેમની દૃષ્ટિ ખરાબ છે તેવા લોકો માટે બહેને કહે છે, કે અમે તેમનું મોટું પણ જોતા નથી ! આ પ્રમાણે સદાચાર જ રામને રંગ છે. પરંતુ આજે તો રામનાં ગીત તે ગાવામાં આવે છે પણ રામને જ ભૂલી જવામાં આવે છે. રામનું રટણ કરવામાં સમય લગાવતા નથી. જે થયું તે થયું. પણ હવે,
ગઈ સે ગઈ. અબ રાખ રહી કો” એ કથનાનુસાર પ્રત્યેક સમયે પરમાત્માનું સ્મરણ કર્યા કરે, એક પણ શ્વાસ નકામે જવા દે નહિ. એક ભક્ત કહે છે કે – દમ પર દમ હર ભજ નહિં ભરેસા દમકા, એક દમમેં નિકલ જાયેગા દમ આદમકા દમ આવે ન આવે ઈસકી આશ મત કર તૂ, એક નામ સાંઈક જપ હિરદેમેં ધર તૂછે નર ઈસી નામસે તર જા ભવસાગર તૂ, એક નામ સાંઈકા જપ હિરદેમેં ધર તુ છલ કરતા થડે જીનેકી ખાતિર તૂ, વહ સાહબ હૈ જલાલ જરા તે ડર તૂ
વહૈ અદલ પડા ઈન્સાફ ઈસી દમદમકા–દમ