Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરમપાખંડ પ્રશંસા અને પરપાખંડ સંસ્તવ એ અતિચારે એટલા માટે બતાવવામાં આવ્યાં છે કે તમે ક્યાંય સાંસારિક પદાર્થોના મોહમાં ફસાઈ જઈ બીજા દેવને માની તમારી અનન્ય ભક્તિને દૂષિત ન કરે ! પહેલાં જે આદર્શ શ્રાવક થઈ ગયા છે તેમનું ચરિત્ર જે તમે તમારા હૃદયમાં ધારણ કરે તે તમે પણ આગળ વધી, પરમાત્માની અનન્ય ભક્તિ કરી શકશે ! એ વાત જુદી છે કે, તમે આજે તેમના જેવા બની ન શકે પણ પ્રયત્ન ચાલુ રાખશે તે કોઈ દિવસ એ પ્રયત્ન સફળ નીવડશે. ચિત્રકાર, ચિત્ર કાઢતાં શીખવા માટે પિતાની સામે આદર્શ ચિત્ર રાખે છે, તેને જોઈને તે એકદમ તેવું જ ચિત્ર બનાવી શકતો નથી; તોપણ તે પિતાનો પ્રયત્ન તે ચાલુ જ રાખે છે, જે આગળ જતાં સફળ નીવડે છે. આ જ પ્રમાણે તમે પણ તે શ્રાવકને આદર્શ તમારી સમક્ષ રાખશે અને તે પ્રમાણે પ્રયત્ન કરશો તે તમે પણ ક્રમશ આગળ વધી શકશે.
આનંદ શ્રાવકના વિષે એક એ પ્રશ્ન ઉભો થાય છે કે, જ્યારે તેણે સંપત્તિ વધારવા વગેરેને ત્યાગ જ કર્યો હતે તો પછી તેણે નિવૃત્તિ જ કેમ ન લીધી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આજે તે ડી ઘણી સંપત્તિ હોવા છતાં જીવનને આગળ વધારવું મુશ્કેલ થઈ પડયું છે ! પણ આનંદ શ્રાવક તે બાર કોડ સોનામહોરોને ધણું હતું. ભગવાન પણ એ જાણતા હતા કે, આનંદ શ્રાવક, વાણિયા ગામનો મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત અને આલંબનભૂત છે, એટલા માટે તેને કે ઉપદેશ આપે એ વિષે ભગવાને પણ વિચાર્યું હતું. ભગવાને તેને એમ ન કહ્યું કે, નિવૃત્તિ માટે તું કુટુમ્બનો મેહ છેડી દે. કુટુંબને મોહ છૂટયા પહેલાં જ એકદમ તેને વૈરાગ્યની શિક્ષા આપી નિવૃત્ત બનાવવાથી સંભવ છે કે તે ક્યાંયને રહેત નહિ! એટલા જ માટે તેણે એકદમ વૈરાગ્ય ધારણ ન કરતાં બાર વ્રતો અંગીકાર કર્યો અને ભગવાને પણ તેને એકદમ વૈરાગ્યને ઉપદેશ ન આપતાં બાર વતેને અંગીકાર કરવાને ઉપદેશ આપ્યો.
આનંદ શ્રાવકને ત્યાં ચાર કરોડનો વેપાર ચાલતો હતો. તેના આ વેપારધારા અનેક લોકોની રોજી ચાલતી હતી ! જે તે વેપાર બંધ કરી દેત તો અનેક લોકોની રોજી બંધ થઈ જાત ! એટલા જ માટે તેણે મધ્યમ માર્ગ લીધે, અર્થાત તેણે એવો માર્ગ લીધે હશે કે, કેઈની સાથે વિશ્વાસઘાત ન કરો તેમજ વધારે નફે લઈને પુંજીને વધારવી નહિ. આનંદ શ્રાવકે આ માધ્યમ માર્ગ લીધે હશે એ હું મારી બુદ્ધિએ કહું છું.
આનંદ શ્રાવકને ઘેર ચાલીશ હજાર ગાયે હતી. તે શ્રાવક હતો એટલે ગાયોને કેવી રીતે પાળતો હશે અને તેને કેવી રીતે સુધાર કરતે હશે એ સહેજે સમજી શકાય એવી વાત છે. ભારતમાં તે અત્યારે ગાયને પાળવાને ધંધે હલકે માનવામાં આવે છે પણ અમેરિકા વિષે એવું સાંભળવામાં આવે છે કે, ત્યાંના દુગ્ધાલયમાં (ડેરીઓ)માં ગાયોને પાળી તેમનો બહુ સુધાર કરવામાં આવ્યું છે ! આ સુધારનું સુપરિણામ એવું આવ્યું સાંભળ્યું છે કે, ત્યાં એક ગાય ૧૬૦ રતલ જેટલું દૂધ આપે છે અને એક સાંઢની કીમત સાડાચાર લાખ રૂપિઆ જેટલી આંકવામાં આવે છે. તે લોકેએ ગાયને કેટલો સુધાર કર્યો હશે ! તે ગાયનાં શરીર કેવાં સ્વસ્થ હશે ! એ એક વિચારવા જેવી વાત છે,