Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૮૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
શાસ્ત્રની વાતમાં ઉતારી ફરી કહું છું. મેં જે કાંઈ સાંભળ્યું છે તેની વિરુદ્ધ જો કોઈ વાત હૈાય તે મને કાઈ બતાવશે તેા હું માનવા તૈયાર છું.
ફૂલામાં અનેક રંગા હાય છે. વૈજ્ઞાનિકાનું કથન છે કે આ રંગાની વિભિન્નતા સૂર્યના કિરાની સાથે સંબંધ ધરાવે છે! સૂર્યના કિરણાને લીધે જ ફૂલામાં જુદાં જુદાં રંગા આવે છે. આ ઉપરથી એવા પ્રશ્ન ઉભા થાય છે કે, સૂર્યના કિરણેા તે બધાં ફૂલા ઉપર સમાન રૂપે પડે છે તેા પછી ફૂલોનાં રંગામાં વિભિન્નતા હેાવાનું શું કારણ છે? આ પ્રશ્નના ઉત્તર વૈજ્ઞાનિકા એવા આપે છે કે કિરાને ગ્રહણ કરવામાં વિભિન્નતા હોવાને કારણે ફૂલેનાં રંગમાં પણ વિભિન્નતા જોવામાં આવે છે. અર્થાત્ જે ફૂલ સૂના કિરણા પેાતાનામાં લઈ તે પેાતાના વધારેમાં વધારે ત્યાગ કરે છે તે ફૂલના રંગ બિલકુલ સફેદ થાય છે, જે થાડા ત્યાગ કરે છે તેને આ ગુલાખી રંગ થાય છે, જે એનાથી પણ એછે ત્યાગ કરે છે તેના રંગ પીળા થાય જે એનાથી પશુ આછે ત્યાગ કરે છે તેને રંગ લાલ થાય છે; જે કિરણા વધારે લે છે પણ પાતાના ત્યાગ ઓછા કરે છે તેના રંગ લીલા થાય છે અને જે ફુલ સૂર્યનાં બધાં કિરાને પેાતાનામાં હજમ કરી જાય છે અને ત્યાગ બીલકુલ કરતું નથી તેને રંગ ખીલકુલ કાળા થાય છે.
કાળા રંગ કિરણાને હજમ કરી જાય છે એ વાત પ્રત્યક્ષ પ્રમાણથી પણ સ્પષ્ટ જણાય છે. ફોટાના કેમેરા ઉપર કાળું કપડું રાખવામાં આવે છે. ખીજા રંગનું કપડું રાખવામાં આવે તે સૂર્યનાં થાડાંઘણાં કિરણેા અંદર પેસી જાય છે અને ફેટાને નુકશાન પહોંચે છે પણ કાળા રંગ સૂર્યના કિરણાને અંદર પેસવા દેતા નથી. તે બધાં કિરાને હજમ કરી જાય છે એટલે ફાટા બગડતા નથી. આ પ્રત્યક્ષ પ્રમાણુ ઉપરથી પણ કાળુ ફૂલ પણ કિરાને હજમ કરી જાય છે એ વાત સ્પષ્ટ થાય છે.
મડિક્રુક્ષ ભાગમાં અનેક પ્રકારના ફૂલા હતાં એમ કહેવામાં આવ્યું છે. આ કથનના આશય એ છે કે, ફૂલામાં કિરણેાને ગ્રહણ કરવાની અને છેડવાની તારતમ્યતા બતાવવામાં આવી છે. જૈન શાસ્ત્રના કોઈ અભ્યાસીને સમજાવવામાં આવે તે એમાં કેવી કેવી સામગ્રી રહેલી છે એ જાણવામાં આવે. આજે લોકો પાપટ–પંડિત તા બની જાય છે અને પછી જનશાસ્ત્રોમાં કાંઈ નથી એમ કહેવા લાગે છે; પણ વાસ્તવમાં તેઓએ જનશાસ્ત્રમાં ઊંડા ઊતરી સમજવાના પ્રયત્ન કયારે કર્યો ? કેવળ પાથી ભણી જવાથી જ કાંઈ જ્ઞાન મળી જતું નથી, પણ કાષ્ઠ ગુરુ પાસે સમજવાર્થી જ શાસ્ત્રાર્થ સમજી શકાય છે. ગુરુની કૃપા વિના વસ્તુ પૂરી રીતે સમજી શકાતી નથી. એક કવિએ એ વિષે કહ્યું છે કેઃ—
“ પઢકે ન ઐઠે પાસ અક્ષર વાંચ સકે, મિના હી પઢ કહે। કૈસે આવે ફારસી; જાહરી કે મિલે બિન હાથ નગ લિયે, ફ઼િા બિના જૌહરી વાકી સશય ન ટારસી; સુન્દર કહત સુખ રંચ હૂ ન દેખ્યા જાય, ગુરુ બિન જ્ઞાન જૈસે અન્ધેરે તમે આરસી.”