Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૮૫
અર્થાત્–પુસ્તકમાં અક્ષરા તા બધાંય છે પણ ઉસ્તાદ વિના ફારસી આવડી શકે ? હાથમાં નંગ છે પણ ઝવેરીની સહાયતા વિના તે નંગની કીંમત કાણુ આંકી આપે ! બુટી તેા અનેક પ્રકારની હાય છે પણ એના ઉપયોગ જાણ્યા વિના તે છૂટી પણ શા કામની? દવા હોય પણ દવાના ઉપયોગ કેમ કરવા તે બતાવનાર ડૉકટર ન હેાય તે તે દવા શા કામની ! આ જ પ્રમાણે પુસ્તક હાવા છતાં તેનું જ્ઞાન ગુરુ પાસેથી મેળવવું જોઈ એ ! ગુરુ વિના જ્ઞાન મેળવવું અંધારામાં આરસી લઈ માઢુ જોવા જેવું છે.
આજે યેાગ્ય ગુરુની સહાયતા લીધા વિના પુસ્તકોઠારા જ્ઞાન પ્રાપ્ત કરવા ચાહે છે એ જ ખરાબી છે. જો કાઈ યેાગ્ય ગુરુની સહાયતાથી જૈનશાસ્ત્રને સમજવામાં આવે તે તેમાં છૂપાં રહેલાં રહસ્યો પણ માલુમ થાય. તમે પ્રત્યેક વાતને ગુરુ પાસેથી સમજી વિશ્વાસ કરી તે ભ્રમમાં ન પડે! અને આત્માનું કલ્યાણ પણ કરી શકે.
શાસ્ત્રામાં લેસ્યા વિષે અનેક સ્થાને ઉલ્લેખ કરવામાં આવ્યા છે. લેસ્યા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની હાય છે. પહેલાં તે લેશ્યા એટલે શું એ જોવું જોઈ એ. હેતિ કૃતિ છેરવા અર્થાત એ કાગળને જેમ ગુંદ ચીપકાવે છે તેમ આત્મા અને તે જે પરસ્પર ચીપકાવે તેને શાસ્ત્રકારા લેસ્યા કહે છે. કાઇ આચાયના એવા પણ મત છે કે, યોગપ્રવૃત્તિ: હેયા અર્થાત્ મન, વચન અને કાયાના યાગની પ્રવૃત્તિ એ લેસ્યા છે. કાઈ એમ પણ કહે છે કે, કૂવિકવ્યશાયાહૂ આમનો પાિમવિશેષઃ હેરયા-અર્થાત્ કૃષ્ણાદિ દ્રવ્યના સંયેાગથી આત્માનું જે પરિણામ વિશેષ હોય છે તે ‘ લેસ્યા ' કહેવાય છે.
શુક્લ, પીત, તેજો, કાપાત, નીલ અને કૃષ્ણ; આ છ પ્રકારની લેસ્યાએ છે. શુક્લના રંગ સફેદ હાય છે, પીતના રંગ પીળેા હેાય છે, તેજોના રંગ લાલ હાય છે, કાપાતના રંગ કબુતરના રંગ જેવા હાય છે, નીલના રંગ લીલો અને કૃષ્ણના રંગ કાળા હોય છે. હવે આપણે કુલ અને લેસ્યા વચ્ચે શું સામ્ય છે તે જોવાનું છે. આ આત્મા ખીજા કાષ્ઠની પાસેથી નહિ તા પ્રકૃતિ પાસેથી તેા કાંઈ ને કાંઈ ગ્રહણ કરે છે. હવા, પાણી આદિ પ્રાકૃતિક સહાયતા લીધા વિના તેા જીવન જ ટકી શકતું નથી, એટલા માટે પ્રકૃતિની સહાયતા લેવી પડે છે, જે પ્રમાણે કુલ સૂર્યના કિરણા લે છે તે જ પ્રમાણે આ આત્મા પણ કોઇને કોઈની સહાયતા લે છે. જે આત્મા જેટલી સહાયતા લે છે તેથી પણ વિશેષ ત્યાગ કરે છે તે શુકલ લેસ્યાવાળા છે. પછી ત્યાગમાં ઊણપ આવતી જાય છે તેમ લેફ્સા પણ બદલાતી જાય છે. અંતમાં જે કેવળ બીજાની સહાયતા જ લેવાનું જાણે છે, દેવાનું જાણુતા જ નથી તે કૃષ્ણ લેસ્યાવાળા છે.
વર્ષોંની સાથે જ લેફ્સાના વર્ણ, ગંધ, રસને પણ સંબધ છે. એનું શાસ્ત્રમાં વર્ણન મળે છે. હવે કાઈ કહે, કે કૃષ્ણ લેસ્સાવાળાના ભાવ ખરાબ હાય છે એટલે તેની ગંધ પણ ખરાબ હોવી જોઈ એ પણ જો તેને નિણૅય પાતાના નાકદ્રારા સુઘીને કરવા ચાહે તે એ તેની ભૂલ છે. પ્રત્યેક વાત તેનાં સાધનાદ્વારા જ જાણી શકાય છે, જેમકે, કહેવામાં આવે છે કે મનને પણ ફ્રીટા ઊતરે છે. હવે કાઇ સાધારણ કેમેરાદ્વારા મનના ફોટા લેવા ચાહે તે કેવી રીતે ફાટા ઊતરી શકે ? મનના ફોટો લેવા માટે કેમેરા પણ કોઇ વિશેષ