Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વઃ ૧૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૯૧
નામ પણ એ રીતે લેવામાં આવે છે. એક તો વ્યવહારના સંબંધે અને બીજું જીવનના સબંધે. જેમકે વર કન્યાનું અને કન્યા વરનું સગાઇ પહેલાં નામ લે છે તેમાં, અને સગાઇ થયા બાદ નામ લે છે, તેમાં અંતર છે કે નહિ ? આ જ પ્રમાણે ઇશ્વિરનું નામ પણ વ્યવહારની રીતિએ લેવામાં આવે છે, અને બીજું તેમની સાથે સબંધ જોડી નામ લેવામાં આવે છે. જો તમે પરમાત્માની સાથે સંબંધ જોડી તેમનું નામ સ્મરણ કરા તેા તમને જણાશે કે તેમાં કેવા આનંદ રહેલા છે !
શેઃ સુભગને નવકાર મંત્ર સંભળાવી તેને મહિમા બતાવવા લાગ્યા કે, ભગવાન પાર્શ્વનાથે ઝેરી સાપને નવકાર મંત્ર સંભળાવ્યેા હતેા, તેના પ્રભાવે તે ધરણેન્દ્ર નામના દેવ થયેા. એક ચારને ફાંસીએ ચડાવવામાં આવ્યા પણ ફાંસીએ ચડતાં તે ચારને ખૂબ જ તરસ લાગી; પણ રાજાના ભયથી કેાઈ તેની પાસે જવું નહિ. એટલામાં ત્યાંથી એક શેઠ નીકળ્યા. ચારે તેમને કહ્યું કે એ-શેઠ ! મને બહુ જ તરસ લાગી છે, મારાથી એ દુ:ખ સહેવાતું નથી, રાજાના ભયથી કોઈ મારી પાસે આવતું નથી, માટે આપ મને ઘેાડું પાણી પીવા આપે. શેઠે કહ્યું કે, પાણી તે આપું પણ હું પાણી લેવા જાઉં એટલામાં જ તારા પ્રાણ નીકળી જાય તે! તારી ગતિ શું થાય ? માટે તું પહેલાં નવકાર મંત્ર સાંભળી લે. આમ કહી શેઠે તેને નવકાર મંત્ર સંભળાવ્યા અને કહ્યું કે, આ મંત્રના જાપ કર ત્યાં હું પાણી લઇને આવું છું. આમ કહી શેઠ તેા પાણી લેવા ગયા, પણ ચારને તે મ યાદ રહ્યા નહિ એટલે તે એમ મેલવા લાગ્યા કેઃ —
(C
આનુ તાન્ ક ન જાનૂ, શેઠ વચન પરમાણ્
અર્થાત—શેઠે જે કહ્યું તે મને યાદ નથી પણ તેમણે જે કાંઈ કહ્યું છે તે પ્રમાણ છે એમ તે જપવા લાગ્યા. શેઠે પાણી લઈને આવ્યા તે પહેલાં જ ચાર મરણ પામ્યા હતા. ચાર મરણ તે પામ્યા, પણ નવકાર મંત્રના પ્રતાપે તે દેવ થયા.
,,
અને કહ્યું કે, આ શેઠે રાજાએ કહ્યું કે, મારી
રાજાએના સિપાહીએ શેઠને પકડી રાજા પાસે લાવ્યા આપની આજ્ઞા વિરુદ્ધ ફાંસીએ ચડેલા ચારને સહાયતા આપી છે! આજ્ઞાનું ઉલ્લંધન કરનારને હું મૃત્યુદંડ આપું છું માટે એને પણુ ફાંસીએ ચડાવા ! આ સાંભળી શેઠ હસવા લાગ્યા. રાજાએ પૂછ્યું કે, કેમ હસે છે? શેઠે જવાબ આપ્યા કે, મેં ચારી કરી નથી છતાં મને ફાંસીએ ચડાવા છે તે હસું નહિ તે। શું રાઉ? એકવાર મરવું તે છે જ. આ સાંભળી રાજાએ કહ્યું કે, આ તે બહુ વિચિત્ર લાગે છે માટે એને તે ફ્રાંસી આપવી જ જોઈ એ ! શેઠને ફાંસીએ લઈ ગયા. શેઠને રાજા ફાંસીએ ચડાવે છે એ જાણી ચાર કે જે મરીને દેવ થયા હતા, તેનું આસન કપાયમાન થયું અને તેણે તુરત જ શૂળીને બદલે સિંહાસન બનાવી દીધું,
શ્રીમતી પણ નવકાર મન્ત્ર જપ્યા કરતી હતી, પણ તેની સાસુને એ ગમતું ન હતું એટલે તે નારાજ રહેતી હતી. શ્રીમતીના પતિએ તેને કહ્યું કે, મારી માતા તારા મંત્રજાપથી નારાજ રહે છે તે શા માટે તું મંત્ર જપવાનું બંધ કરતી નથી ! શ્રીમતીએ ઉત્તર આપ્યા કે, એ મત્ર તેા મારા જીવનની સાથે વણાઈ ગયા છે એટલે તે મંત્રને કેમ છેાડી શકું? હું જે કામ કરું છું તે મંત્રના પ્રતાપથી જ કરું છું. વળી આ મંત્રના પ્રતાપથી જ