Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આવ્યા છે. ભલે પેાતાની પાસે ધન-સંપત્તિ વગેરે બધું હાય પણ લેશ્મા ખરાબ હાય તો આ લેાકમાં અને પરલેાકમાં ખરાખી છે પણ પેતે જો ગરીબ હાય પશુ તેની લેફ્સા સારી હાય ા તેને દેવા પણ નમસ્કાર કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
વૈવા વિતે નમત્તન્તિ નન્ન ધર્મ ના મળે ।— દશવૈકાલિક સૂત્ર. અર્થાત્—જેમનું મન ધર્મમાં ચેાંટેલું છે, તેમને દેવા પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે આ આત્મામાં દેવાને પણ જીતવાની શક્તિ છે એટલા માટે તમે તમારા આત્માના પરિણામ-લેસ્યા-તે સુધારા તે તેમાં કલ્યાણ જ છે. સુદર્શન ચિત્ર—૯
હવે સુદર્શનની કથાદ્વારા
તે બતાવું છું—
ભાવાની શુદ્ધિ કરી, કેવી રીતે કલ્યાણ સાધી શકાય છે
મુદિત ભાવે શેઠ કહે ધન, સુનિ દન તે પાંચા ।
અપૂર્ણાં મંત્રકો પૂર્ણ કરકે, શુ ભાવ સિખલાયા ! ધન૦ ૫ e u
મુનિ મહાત્માએ સુભગને કાઈ પ્રકારના પ્રત્યક્ષ ઉપદેશ આપ્યા ન હતા, પણ તેમના તપસ્તેજને પ્રભાવ તે સુભગ બાળક ઉપર પડયેા હતો. સુભગ ર્ષિત થતા ઘેર આવ્યા અને શેઠને બધી વાત કહી. શેઠે તે વૃત્તાન્ત સાંભળી સતાષ વ્યક્ત કર્યાં અને “ તું બહુ પુણ્યશાળી છે કે તને મહાત્માના દર્શન થયા ” એમ કહી ધન્યવાદ આપ્યા. સુભગે જ્યારે કહ્યું કે, એ મહાત્મા કાંઈ મંત્ર ભણી આકાશમાં ઉડી ગયા ત્યારે શેઠે કહ્યું કે,
66
તારા કહેવા ઉપરથી તે શાસ્ત્રમાં જે જધાચરણ અને વિદ્યાચરણ મુનિ કહેવામાં આવ્યા છે તેમાંના તે મહાત્મા હશે! જે ચીજ ધરમાં મળતી નથી તે વનમાં મળે છે એ કહેવત આજે સાચી પડી. જો હું, કૃષ્ણે પણ ગાયને ચરાવતા હતા એ વાતનું મહત્ત્વ ભૂલ્યા ન હાત અને તારી સાથે ગાયા ચરાવવા આવ્યેા હૈાત તે મને પણ તે મહાત્માના દર્શન થાત ! ” આજના લેાકેા ગારક્ષાનું કામ ભૂલી રહ્યા છે એટલું જ નહિ પણ ઊલટા ગૌરક્ષાના કામમાં ખાધા ઊભી કરે છે. હમણાં સાંભળ્યું છે કે, કાષ્ઠ માણસે ગારક્ષા માટે પેાતાની ભૂમિ દાનમાં આપી દીધી હતી. પણ તે માણસ જ્યારે મરી ગયે ત્યારે તેના વારસદારો કહેવા લાગ્યા કે, ગારક્ષાનું કામ તો મરનારની સાથે ગયું, આ તે અમારી જમીન છે. આખરે દાવા મંડાયા અને વકીલે એને માટે લડી રહ્યા છે. આ વાત વિચારવા જેવી છે કે, ભલે તે જમીન તેની જ હોય પણ જ્યારે તે જમીનનેગારક્ષાના કામમાં સદુપયેગ થઈ રહ્યા છે તો પછી તે જમીનનું મમત્વ છેડી દેવામાં શા વાંધે છે ! લેાકેા ગારક્ષાની વાતા માઢેથી તેા કરે છે, પણ કેવળ મેઢેથી વાતો કરવાથી કાંઈ ગારક્ષાનું કામ થઈ શકતું નથીને? તેને માટે થાડા ત્યાગ પણ કરવા પડે છે. જો તમે બધા ગૌરક્ષા કરવાને વિચાર કરી લા તેા એક પણ ગાય કપાઇ ન શકે, સાંભળ્યું છે કે મેટા મિયાંએ હમણાં જાહેર કર્યું ‘ગાયેયને બચાવવી એ હિંદુ કે મુસલમાન બધાનું કામ છે.' વાસ્તવમાં આ વિષે વિચાર કરવામાં આવે તેા ગાય હિંદુને મીઠું અને મુસલમાનને કડવું દુધ આપતી નથી,
છે