Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૨]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૭
શું એવી પ્રતિજ્ઞા કરી શકેા છે! કે, જે ચીજોમાં પક્ષીએની પાંખાના-પીછાંના ઉપયાગ કરવામાં આવ્યા હોય તે ચીજોને પેાતાના મેાજશેખ માટે કામમાં નહિ લઈ એ ! કદાચ તમે એવી ચીજોના ઉપયાગ ન પણ કરતા હૈ। તેમ છતાં ત્યાગ કરવા એ તે વાતે અભયદાન આપવા જેવું છે. આજે મેાજશાખની પાછળ કેટલા જીવાની હત્યા કરવામાં આવે છે એ લેાકેા જોતા નથી! અનેક બુદ્ધિમાન લેાકાએ જે વસ્ત્રામાં હિંસા થાય છે એવાં રેશમનાં કે ચર્બીવાળાં કપડાંના ત્યાગ કર્યો છે તે। શું તમે લેાકેા જે ચીજોમાં પીના ઉપયાગ કરવામાં આવ્યા હાય, તેને ત્યાગ કરી નિહ શકે! ?
તે બાગમાં અનેક પક્ષીએ સ્વતંત્રતા અને નિર્ભયતાપૂર્વક કલ્લેાલ કરતા હતાં. ત્યાં તેમને કાઈ પ્રકારના ભય ન હતા. જ્યાં પક્ષીએ આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક કથ્થાલ કરતાં હોય છે ત્યાં દયા છે એમ સમજવું જોઈ એ ! પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજ કહેતા હતા કે, મે... ટાંક રાજ્યમાંથી નીકળી જયપુર રાજ્યમાં પ્રવેશ કર્યાં અને પક્ષીઓને કલ્લાલ કરતાં જોયાં ત્યારે મને ખૂબ પ્રસન્નતા થઈ, કારણ કે, ટાંક રાજ્યમાં પક્ષીઓને શિકાર કરવામાં આવતા એટલે ત્યાં પક્ષીઓ પણ બહુ નજરમાં આવતા નથી !’
પક્ષીઓથી જીવનને લાભ છે કે નહિ એ વાતને તમે શું જાણે!? પણ તમારા ન જાણવાથી કાંઈ કાઈ ચીજ નિરુપયેાગી થઇ શકતી નથી. હીરાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એ કદાચ તમે જાણતા નહિ હા ! એ તા જાણનારા જ જાણે છે. એવી કહેવત છે કે, જે દેશનાં રત્ના મેટાં હાય છે ત્યાં જ મહાપુરુષા પાકે છે. ગંગા, હિમાલય વગેરે ભારતમાં જ છે એ કારણે અહીં મહાપુરુષો પણ અનેક પાકયા છે. પ્રકૃતિની જેવી રક્ષા કરવામાં આવે છે, પ્રકૃતિ પણ તેવા લાભ આપે છે.
તે બાગમાં અનેક પ્રકારનાં ફૂલો ખીલેલાં હતાં. ફૂલોની સુગંધથી ખાગ મહેકતા હતા. આજના લેકે સુગંધ માટે * સેન્ટ 'ને ઉપયેાગ કરતાં જણાય છે. એ લેાકાને ભારતનું અત્તર પસંદ પડતું નથી. પણ એટલું એ સેન્ટના શેાખીના જાણુતા નથી કે, સેન્ટમાં મેળવેલો સ્પીરીટ મગજમાં જઈ કેટલી હાનિ કરે છે !
ભારતીય થઈ ને ભારતીય વસ્તુ પસંદ પડતી નથી અને વિદેશી વસ્તુએ કેવી રીતે બને છે એના ખ્યાલ સરખા પણુ હોતા નથી, એ ખરેખર દેશને માટે અને પેાતાને માટે નીચુ જોવા જેવી વાત છે. તમે લોકો અનેક પ્રકારનાં તેલા પણ વાપરતા હશે! પણ કયું તેલ કેવી રીતે બન્યું છે ! અને એ તેલ પેતાની પ્રકૃતિને અનુકૂળ છે કે પ્રતિકૂળ એ વિષે વિચાર કરેા છે. ખરા? આજના પોશાક જ એવે પાપી છે કે તેલ, લવન્ડર અને સેન્ટ વિના કામ જ ચાલી શકતું નથી. ખાવાની વસ્તુ કરતાં પહેરવાની વસ્તુઓ ભારે થઈ પડી છે!
જીવનપયોગી વાસ્તવિક ચીજોને! ત્યાગ કરી જીવનભ્રષ્ટ ચીજોને સ્થાન આપવાથી જ અત્યારની સ્થિતિ કઢંગી બની રહી છે ! આ બધું પ્રકૃતિની સાથે વૈર કરવા જેવું છે. પ્રકૃતિની સાથે વૈર કરવાને કારણે જ કોઈ દિવસ ન સાંભળેલા રાગે પણ કાટી નીકળ્યાં છે. અત્તર, સેન્ટ વગેરે માટે અનેક પ્રકારનાં પાપો કરવામાં આવે છે. તે કૃત્રિમ સુગંધથી મન તથા બુદ્ધિમાં વિકૃતિ આવે છે પણ પ્રાકૃતિક સુગંધમાં રોગ પેદા કરવાની