Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૧ ]
રાજકેટ-ચાતુર્માસ
[૫૯
સંઘની સાથે પણ છે; કારણ કે સંઘના સહકારથી જ ધર્મતત્ત્વ જાણી શકાય છે અને સંઘમાં શ્રમણનો પણ સમાવેશ થઈ જાય છે. ભગવાને કહ્યું છે કે – 'चत्तारि समणसंघे पण्णत्ते-तंजहा-समणाए, समणीय, साषयाए, सावियाए '।
–સ્થાનાંગ સૂત્ર, સંઘમાં શ્રમણનું સ્થાન પ્રથમ છે. એટલા માટે શ્રમણુસંધ કહેવામાં આવે છે. સંઘના સહકારથી ધર્મતત્ત્વ જાણી શકાય છે માટે સંઘને સહકાર સાધી શ્રદ્ધાપૂર્વક ધર્મ ક્રિયા કરો તો તમારે કલ્યાણની સાથે બધાનું પણ કલ્યાણ થાય !
રાજા શ્રેણીક એક મોટે રાજા હતા એટલે તેને બીજા રાજાઓ કરતાં રાજમહેલ વધારે અને સારાં પણ હશે પણ તે આખો દિવસ રાજમહેલમાં જ ગંધાઈ ન રહેતાં જંગલની હવા ખાવા બહાર નીકળતા હતા.
જંગલની હવા લીધા વિના જીવન સ્વસ્થ રહી શકે નહિ એમ તે સમજતો હતો અને એ વિચારથી તે હવા ખાવા માટે જતા હતા. શાસ્ત્રમાં એને માટે “વિહાયાત્રા” શબ્દ વાપરવામાં આવ્યો છે. આ શાસ્ત્રીય શબ્દને ભાવાર્થ શું છે તે સમજવાનું છે.
જેની યાત્રા કરવામાં આવે છે તે તેની રક્ષા માટે કરવામાં આવે છે. જેમકે શરીરયાત્રા, ધર્મયાત્રા, ધનયાત્રા વગેરે. જેવી યાત્રા હોય છે તે જ તેને લાભ જોવામાં આવે છે. ધર્મની યાત્રામાં ધર્મની રક્ષા અને ધનની યાત્રામાં ધનની રક્ષા કરવામાં આવે છે. આ જ પ્રમાણે શરીરયાત્રાનો અર્થ શરીરની રક્ષા કરવી એ છે.
આજે શરીરયાત્રાના નામે એવાં કામ કરવામાં આવે છે કે જેથી શરીર વધારે બગડે છે ! તમે લોકો બહારની યાત્રા કરવા નીકળે છે પણ તમારી એ યાત્રા કેવી નકામી જાય છે તેને જરા વિચાર કરે. આજે પાયખાના વિનાનું કાઈક જ મકાન ખાલી જોવામાં આવશે. પહેલાંના મકાને ગમે તેટલા મોટા હતા પણ તેમાં પાયખાનું જોવામાં આવતું નહિ પણ આજે તે નાના નાના મકાનમાં પણ પાયખાનું હોવું આવશ્યક મનાય છે. અને પાયખાનાને કારણે મકાનમાં એવી દુર્ગધ ફેલાઈ જાય છે કે ન પૂછો વાત ! હું અહીં તે અશકિતને કારણે ગોચરી માટે નીકળતો નથી પણ દિલ્હીમાં ગોચરી કરવા જતા ત્યારે એવું કંઈક જ ઘર જોવામાં આવ્યું હશે કે, જ્યાં પ્રવેશ કરતાં પાયખાનાના દર્શન થયાં ન હોય ! મુંબઈ અને કલકત્તાની, પાયાખાનાને લીધે કેવી ખરાબ સ્થિતિ હશે એ તે સમજી શકાય એમ છે. એક મારવાડી ભાઈ પાસેથી કલકત્તાની સ્થિતિ વિષે ગીત ગાતાં સાંભળ્યું છે કે –
કલકત્તા નહી જાના, યારે કલકત્તા નહીં જાના, જહર ખાય મર જાના, યારો કલકત્તા નહીં જાના.
કલકા આટા નલકા પાની, ચબકા ઘી ખાના, યારે” આ ગીતનો સાર એ છે કે, “કલકત્તા કેઈપણ રીતે ન જવું, જે આજીવિકા મળતી ન હોય તો ઝેર ખાઈને મરી જવું પણ કલકત્તા તે ન જ જવું! કારણ કે, ત્યાં તે ચક્કીનો લોટ, નળનું પાણી અને ચરબીનું ઘી મળે છે. માટે કલકત્તા ન જવું.”