Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
ની જ છે. જે પ્રાર્થના પહેલાં પ્રાકૃતમાં હતી તે જ સંસ્કૃતમાં થઈ અને પછી તે જુદી જુદી બાલભાષામાં પરિવર્તિત થઈ. આમ રુચિ પ્રમાણે ભાષા અને ભાવનું પરિવર્તન લોકોએ અવશ્ય કર્યું છે પણ પ્રાર્થના તે પહેલાની જ છે, વસ્તુ તે તેમાં તે જ છે. પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –
હે ! પ્રભો ! હું ઘણા લોકોની શરણે ગયો પણ મારા મનની ચિન્તા દૂર ન થઈ અને મારી આશા સફળ ન થઈ! હવે હું તારા શરણે આવ્યો છું માટે મારી આશા સફળ કર અને મારી ચિન્તાને દૂર કર.”
ભગવાનની પાસે આશાને સફળ કરવાની પ્રાર્થના તે કરવામાં આવે છે પણ તેમની પાસેથી કેવી આશા કરવામાં આવે છે એ પણ વિચારવા જેવી વાત છે.
તમે લેકે સાધુઓની પાસે કઈ આશાએ આ છો? તમે ધન કે સંસારની ચીજોની આશા પૂરી કરવા માટે તે અત્રે આવતા નથી ને ? જે તમે ધનાદિ સાંસારિક ચીજો મળવાની આશાએ આવતા હે તે તમારું અત્રે આવવું નિરર્થક જશે. આ જ પ્રમાણે જે પરમાત્મા, સંસારના વિકલ્પથી દૂર છે તેમની પાસેથી સંસારની કઈ કામના પૂરી કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે તે મોટી ભૂલ છે; માટે પરમાત્માની પાસે સાંસારિક ચીજની આશા પૂરી કરવા માટે પ્રાર્થના ન કરતાં એવી પ્રાર્થના કરી કે, “હે ! પ્રભો ! સંસારના સંકલ્પ વિક૯૫ કરતાં અનન્ત કાળ ચાલ્યો ગયો, છતાં મારા પાર આવ્યો નહિ, માટે મારા સંસારના સંકલ્પવિકલ્પો દૂર થાય એ આશાએ હું તારા શરણે આવ્યો છું, મારી એ આશા પૂરી કર કે જેથી ફરી મારામાં કોઈ પ્રકારની આશા જ ન રહે !”
કોઈ માણસ પાણીમાં ડૂબતો હોય ત્યારે તેને કોઈ રાજ્ય આપવા માંડે તે રાજ્ય પસંદ કરશે કે નૌકા ! તે રાજ્ય નહિ પણ નૌકા જ ચાહશે એ દેખીતું છે. આ જ પ્રમાણે જે આ સંસારસમુદ્રને તરવા જ ચાહે છે, તેઓ તે પરમાત્માના ચરણ-શરણરૂપી નૌકા જ પસંદ કરશે, બીજું કાંઈ માંગશે નહિ. તમે પણ એજ ભાવનાએ પ્રાર્થના કરે કે, “હે ! પ્રભો ! મને તમારા ચરણનું જ શરણ મળે.’ આ ભાવનાથી કરવામાં આવેલી પ્રાર્થના જ ઠીક અને વાસ્તવિક છે.
મનુષ્ય સાચી પ્રાર્થના ક્યારે કરી શકે એ વાત હું સિદ્ધાન્તથી બતાવું છું. રાજા શ્રેણિકને સંસારની કઈ વસ્તુની ખામી ન હતી. અનેક લોકોને તે આશ્રય આપતો હતો; એટલે તે અનાથને નાથ ગણાત. આવા શ્રેણિક રાજાને મહામુનિ અનાથીએ “અનાથ' કહ્યો. તેમણે કેવળ એમ કહ્યું એટલું જ નહિ પણ તેમને સમજાવી ખાત્રી કરાવી આપી કે, “જે પિતાને અનાથને નાથ માને છે તે પોતે જ અનાથ છે.” જે મહાત્માએ આ પ્રમાણે સનાથતા અને અનાથતાને નિર્ણય કરી આપે તે મહાત્માના શરણે તમે જાઓ ત્યારે જ પરમાત્માની સાચી પ્રાર્થના ક્યારે કરી શકાય ? તે જાણી શકશે ! એટલા માટે જે પ્રમાણે રાજા શ્રેણિકે એ મહાત્માનું શરણ લીધું હતું તે પ્રમાણે તમે પણ શરણ લો ! પણ “હું અનાથ છું” એવું અભિમાન ન કરો. જ્યારે રાજા શ્રેણિક જેવો પણ અનાથ હતા તે તમે પિતાને સનાથ માને એ અભિમાન નહિ તો બીજું શું ?