Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
કામની ચિન્તા તેમને પણ નથી ! કારણ કે તેઓ ગાયોને પાળતા નથી, એટલે તેમને એ વિષે ચિન્તા ક્યાંથી હોય? અને ભરવાડ રબારી વગેરે જે લોકો ગાયોને પાળે છે તેઓ ફરીઆદ કરવાનું જાણતા નથી; આ રીતે જે ફરિયાદ કરવી જાણે છે તેઓ ગાય પાળતા નથી અને ફરિયાદ પણ કરતા નથી ? આજે ગાયોને ચરાવવા માટે ગોચરભૂમિની બહુ જ મુશ્કેલી છે અને તેથી ગાયોની કેવી ખરાબ સ્થિતિ છે તે તો બિચારી ગાયે જ જાણે છે. પણ તેઓ પિતાની મૂકવાણી કોને સંભળાવે? પહેલાં જંગલમાં પ્રજાને અધિકાર રહેતો હતો અને પ્રજા જંગલમાં ગાયોને ચરાવીને ત્યાંની ઊપજમાંથી પિતાનું પેટ ભરતી હતી; પણ આજે તે “ફેટેસ્ટ ટેકસ’ (Forest Tax) પ્રજાના હક ઉપર લગાડવામાં આવ્યો છે એટલે હવે બિચારી ગાયોને ઊભી રાખવા માટે પણ જગ્યા મુશ્કેલીથી મળે છે.
સુભગનું મુખ્ય કામ ગાયને જંગલમાં ચરાવવાનું હતું. શેઠ સુભગને પોતાના પુત્રની માફક પાળતા–પોષતા. તેને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય, ટાઢ તડકો સહેવો ન પડે તથા ખાવા પીવાની મુશ્કેલી ન પડે તે માટે શેઠ બધો પ્રબંધ કરી આપતા. આ પ્રમાણે સુભગ જિનદાસ શેઠને ત્યાં આનંદપૂર્વક રહેતો હતો.
મુસલમાનના ધર્મમાં કહ્યું છે કે, જેના ઘરમાં રહેનારા મનુષ્ય કે પશુ-પક્ષી દુઃખી હોય તે પાપી છે. આ પ્રમાણે કહી પિતાના આશ્રિત જીવોની સાર સંભાળ રાખવાનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે ! આજના લોકો પોશાક-ફરનીચર વગેરેની જેટલી સંભાળ રાખે છે તેટલી સંભાળ પિતાના આશ્રિતની રાખતા નથી.
આશ્રિત પાસેથી પ્રેમપૂર્વક કામ લેવું એ જુદી વાત છે અને માર મારીને કે લાલ આંખ કાઢીને કામ લેવું એ પણ જુદી વાત છે. પ્રેમ વ્યવહારથી જે કામ લેવામાં આવે છે તેમાં નકર અને શેઠ બન્નેને સંતોષ રહે છે જ્યારે માર મારીને કે લાલ આંખ બતાવીને કામ લેવામાં અને કરવામાં હમેશાં અસંતોષ રહે છે. કોઈને મારમારીને સુધારી શકાતા નથી. પિતાને છોકરે પણ માર મારવાથી સુધરી શકતા નથી. આ વાત આજના લેકોને હવે ગળે ઉતરવા લાગી છે અને તેથી જ વિદ્યાર્થીઓને ભણાવતી વખતે માર મારવામાં આવતા નથી, એ સારી વાત છે.
પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહેતા હતા કે, “માણસે ન તે પાણીની માફક નરમ ભેંસ જેવા બનવું જોઈએ તેમ પત્થરની માફક કઠેર હદયી પણ બનવું ન જોઈએ પણ બીકાનેરી સાકરના ગોળાના જેવા બનવું જોઈએ. જે તે સાકરનો ગોળો કોઈને મારવામાં આવે તે તેની ચેટ લાગે છે પણ જે કઈ તેને મોઢામાં રાખે તે પાણી થઈ જાય છે અને મીઠાશ આપે છે.” ' અર્થાત સાકરને ગળા પત્થર તરીકે વ્યવહાર કરવું હોય તે તેમાં કામ લાગે છે અને જો કોઈની સાથે સીધે વ્યવહાર કરવો હોય તો તેમાં પણ કામ લાગે છે. આ પ્રમાણે મનુષ્ય કઠોર અને નરમ બન્ને પ્રકારને સ્વભાવ રાખે છે ત્યારે જ તેને જીવનવ્યવહાર બરાબર ચાલી શકે છે.
જિનદાસ સુભગને પ્રેમપૂર્વક રાખતા હતા અને પ્રેમથી તેને સુધાર કરતા હતા.