Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ મરણના ફેરાઓ બંધ કરવા માટે જ્ઞાનીઓ કહે છે કે, “હે જીવ! તું પાર્શ્વ જિનેશ્વરના શરણે જા અને તેમની પ્રાર્થના કર.” જે તે ભગવાનની ભક્તિ કરીશ તો તારો બધે બધે ભ્રમ ભાંગી જશે અને આત્મસ્વરૂપ સમજી શકીશ, તે પછી તે કોઈ દિવસ દુઃખી પણ થઈશ નહિ. અનાથી મુનિને અધિકાર
આ સંસાર કેવો છે ! ભ્રમરૂપ છે કે બીજા પ્રકારનું છે ? એ વિષે શાસ્ત્ર કહે છે કે, આ સંસાર નિશ્ચયની દષ્ટિએ ભ્રમરૂપ છે પણ વ્યવહારની દષ્ટિએ જુદા પ્રકાર છે. આ વાતને વિશેષ ખુલાસે ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં કરવામાં આવ્યો છે. તેમાં નાથ-અનાથની વ્યાખ્યા કરવામાં આવી છે અને બતાવવામાં આવ્યું છે કે, આ જીવ પિતાને ભ્રમના કારણે જ પોતાને અનાથ' માની રહ્યું છે અને પોતાના અભિમાનથી જ પિતાને “નાથ” માની રહ્યા છે, પણ વાસ્તવમાં સનાથ કોણ છે અને અનાથ કોણ છે ! એ વાતને નિર્ણય રાજા શ્રેણિકને સમજાવી તેને ભ્રમ દૂર કરવામાં આવે છે અને સનાથ-અનાથને ભેદ સમજવાને કારણે જ રાજા શ્રેણિક કાંઈ ત્યાગ કરી ન શક્યા, તે પણ તીર્થંકર ગોત્ર બાંધી શક્યા હતા ! મહાનિગ્રંથ અને શ્રેણિકની વાતચીતને ધ્યાનપૂર્વક સાંભળશે તે સનાથ-અનાથતાનું રહસ્ય તમને પણ સમજવામાં આવી શકશે ! હું અનાથી મુનિના ચરણની રજની સમાન પણ નથી અને તમે શ્રેણિકની સમાન નથી; તો પણ એ મુનિ મહાત્માની વાતચીત કહેવા માટે જેમ મારા આત્માને તૈયાર કરવો પડશે તેમ તમે પણ એ વાતચીત સાંભળવાની તૈયારી કરે તે આ કથાનું રહસ્ય કહેવામાં અને સમજવામાં આવી શકશે. આ કથામાં રાજા શ્રેણિકને પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે –
पभूयरयणो राया, सेणिओ मगहाहियो ।
વિન નિઝા, પંકિરિંછસિ તૈu | ૨ | રાજા શ્રેણિક આ કથાના પ્રધાન પાત્ર છે એટલે એમને પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે, તેઓ અનેક રત્નોના સ્વામી હતા અને મગધદેશના રાજા હતા.
શાસ્ત્રમાં શ્રેણિકને બિખ્રિસારના નામે પણ વર્ણવામાં આવેલ છે. શ્રેણિક રાજાનું નામ બિબિસાર કેમ પડયું અને તેઓ કેવા બુદ્ધિમાન હતા એના માટે એક પ્રસિદ્ધ કથા આ પ્રમાણે છે –
શ્રેણિક રાજાના પિતા પ્રસન્નચંદ્રને સે પુત્રો હતા. એ બધા પુત્રોમાં કોણુ બુદ્ધિમાન છે એ જાણવા તેમના પિતા ચાહતા હતા. એક દિવસ બધા પુત્રોની પરીક્ષા કરવા માટે પ્રસન્નચંદ્ર કૃત્રિમ આગને પ્રયોગ કર્યો અને પુત્રોને કહ્યું કે, “આગ લાગી છે માટે જે સાર ચીજ હોય તે લઈને બહાર નીકળી જાઓ !” પિતાની આજ્ઞા થતાં જ બધાં પુત્રો પિતતાની રુચિ અનુસાર જે સારી ચીજ લાગી તે ચીજ ઉપાડી બહાર નીકળવા લાગ્યા. શ્રેણિક તે વખતે દુદુભિ લઈને બહાર નીકળ્યા. આ જોઈને બધા ભાઈઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “આ કેવો છે ! કે નગારું લઈને બહાર નીકળ્યા ? શું નગારું લઈને વગાડયા કરશે ! રત્નનો ભંડાર ભરેલ હોવા છતાં આ નગારું શું ઉપાડી લાગે !”