Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૪૯ “આ પિશાચના પ્રહારની મને વેદના થતી નથી પણ મારા જન્મજન્મની વેદનાઓ નાશ પામી રહી છે!”
જે વખતે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે દુઃખ થાય છે કે નહિ? પણ જેમની છાતી કઠણ હોય છે, જેઓ દર હોય છે તેઓ તે વખતે પણ પ્રસન્ન જ રહે છે ! રતલામમાં મારા હાથનું ઑપરેશન કરવા માટે ડોકટરે જ્યારે કહ્યું ત્યારે મેં મારો હાથ તેની આગળ લાંબે કર્યો. તેણે કહ્યું કે, દુઃખ થશે માટે કરોફોર્મ સુંઘાડું ! મેં કહ્યું કે, તેની જરૂર નથી. આ પ્રમાણે કરો ફેર્મ સુંધાયા વિના મારા હાથનું ઑપરેશન કરવામાં આવ્યું પણ પ્રસન્નતાને લીધે મને વેદનાનું દુઃખ ન થયું. સાંભળવામાં આવે છે કે કાન્સમાં એક માણસ શરીરની નસ કાપી નાંખવાથી કેવું દુઃખ થાય છે એ અનુભવ કરવા માટે પોતાની નસ કાપવા લાગ્યો. જો કે તે નસ કાપતાં મરી ગયે પણ અન્ત સમય સુધી તે હસતે જ રહ્યા.
કામદેવ પણ શરીરનાં ટૂકડે ટૂકડાં થઈ ગયા ત્યાંસુધી હસતા જ રહ્યા. આખરે પિશાચ થાશે અને તેને ખાત્રી થઈ કે, વાસ્તવમાં આ કામદેવ પિતાના ધર્મ ઉપર દ છે, તેને આત્માની શક્તિ ઉપર અટલ વિશ્વાસ છે એટલે તે ડગાળે ડગે એમ નથી. આખરે દેવ હાર્યો. તેણે પોતાનું પિશાચરૂપ છોડી દેવરૂપ પ્રકટ કર્યું. આ પ્રમાણે કામદેવે પિશાચને પણ દેવ બનાવી દીધે.
દેવ કામદેવને કહેવા લાગ્યું કે, “ઈન્ડે જે કાંઈ કહ્યું હતું તે બધું સત્ય સિદ્ધ થયું, વારતવમાં તમારી ધર્મદઢતાને કોઈ ડગાવી શકે એમ નથી. તમે ધર્મની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે ! હું તમારા શરીરનાં ટૂકડાં કરવા ગયા ત્યાં તે મારા પાપનાં ટૂકડાં થઈ ગયાં. જેમ લોઢાની છરી પારસમણિને કાપવા જતાં પિતે જ સેનાની બની જાય છે તેમ તમારી પરીક્ષા કરવા જતાં મારી જ પરીક્ષા થઈ ગઈ. આપના ચરણ સ્પર્શથી મારા પાપ પણ ધોવાઈ ગયાં. અત્યાર સુધી મેં પાપ બહુ કર્યા છે પણ હવે એવાં પાપ નહિ આદરું !” આ પ્રમાણે કામદેવે એ દેવને સુધારી દીધો.
ભગવાન મહાવીર દેવાધિદેવ છે. અનન્ત ઇન્દ્રો પણ તેમના એક મને ચલિત કરી શકયા ન હતા. તમે એવાં મહાવીર ભગવાનના શિષ્ય છો, તે થોડી તે ધર્મદઢતા રાખો !' જે પાણી સાગરમાં હેય છે તે પાણી થોડા પ્રમાણમાં ગાગરમાં પણ આવે છે. તે જ પ્રમાણે ભગવાનને થોડો પણ ગુણ તમારા જીવનમાં ઉતારશે તે પછી તમને જરા પણ ભય રહેવા પામશે નહિ.
શ્રેણિક બહુ રને સ્વામી હતો, પણ તેની પાસે ધર્મરૂપી રનની ખામી હતી. તે જલતારિણી, વિષહારિણી તથા ઉપદ્રવાદિને શાન્ત કરવાની વિદ્યાઓ પણ જાણતો હતો. આ પ્રમાણે તે અનેક વિદ્યારત્નોને સ્વામી હતું પણ તેની પાસે ધર્મરૂપી રત્ન ન હોવાને કારણે અનાથ હતો.
આજે જેમની પાસે ખાવા-પીવાનું ન હોય, જેને ઘરબાર ન હય, જેમને કોઈ રક્ષક ન હોય, તેમને અનાથ કહેવામાં આવે છે પણ મહાનિર્ઝન્ય નાથ અને અનાથ કોને કહે છે તે વિષે યથાવસરે આગળ કહેવામાં આવશે.