Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૪૫
આ પ્રમાણે બધા ભાઈઓ શ્રેણિકની મશ્કરી કરતા હતા પણ નગારું લઈ બહાર નીકળવાની પાછળ શું રહસ્ય રહેલું હતું એ કોણ જાણતું હતું! પ્રસન્નચંદ્ર આ વાતને જાણતા હતા પણ તેમણે વિચાર્યું કે, જો હું બધાની વચ્ચે શ્રેણિકની પ્રશંસા કરીશ તો એક બાજુ બધા ભાઈઓ છે અને બીજી બાજુ એણિક એકલો છે, એટલે કલેશ કંકાસ થશે. આ પ્રમાણે વિચાર કરી તેમણે બધા છોકરાઓને પિતાની પાસે બેલાવી પૂછ્યું કે, શું છે ! ૯૯ છોકરાઓએ શ્રેણિકને મૂર્ખ બનાવતાં શ્રેણિક નગારાને સાર તરીકે ઉપાડી લાવ્યો છે ! વગેરે હકીકત પિતાને કહી સંભળાવી. પ્રસન્નચંદ્ર શ્રેણિકની પરીક્ષા કરવા માટે શ્રેણિકને પૂછયું કે, “કેમ બેટા ! રત્નોને ન લેતાં તું આ નગારું શા માટે ઉપાડી લાવ્યો ?”
શ્રેણિકે કહ્યું કે, “પિતાજી ! આ નગારું અને આ “ભંભે ” એ રાજ્યના ચિહે છે. આ બળીને ખાખ થઈ જાય તે રાજ્યચિન્હ બળી જાય. ર તે રાજ્યચિન્હદ્વારા રાજાને ફરી મળી શકે પણ આ રાજ્યચિન્હ મળી ન શકે ! એટલા માટે મેં એ રાજ્યચિન્હની રક્ષા કરી છે.”
આજે પણ નગારાની રાજ્યચિન્હ તરીકે બહુ રક્ષા કરવામાં આવે છે. રાજ્યચિહની રક્ષા માટે હોશિયાર રક્ષક ખાસ રોકવામાં આવે છે; કારણ કે જે રાજ્યચિન્હ ચાલ્યું જાય તે તેની હાર માનવામાં આવે છે !
શ્રેણિકની આ વાત સાંભળી પ્રસન્નચંદ્ર બહુ પ્રસન્ન તે થયા પણ તેની વિશેષ પરીક્ષા કરવા માટે શ્રેણિકને કહ્યું કે, રાજ્યચિન્હદારા રત્ન કેમ પ્રાપ્ત કરી શકાય છે એ બતાવી આપ. શ્રેણિક બહાર ચાલ્યો ગયો અને અનેક રત્ન મેળવી પાછો આવ્યો. પ્રસન્નચંદ્ર શ્રેણિકની બુદ્ધિમત્તા જોઈ ખૂબ પ્રસન્ન થયા અને ભેરી અને ભંભા-એ સારભૂત-રાજ્યચિન્હને તેણે બચાવ્યાં હતાં એટલે તેનું નામ ભંભાસાર (પ્રાકૃત નામ બિખ્રિસાર) પાડી તેને રાજ્યસન ઉપર બેસાડયો અને તે બિંબિસારના નામે પ્રસિદ્ધ થયો.
શ્રેણિકને શબ્દાર્થ પણ શ્રી સમ્પન્ન એ કરવામાં આવે છે. ઘરથી બહાર કાઢવામાં આવ્યા છતાં રાજકુમારની માફક જ રહ્યા અને શ્રીસમ્પન્ન થઈ શ્રેષ્ઠ જ રહ્યા એટલા માટે શ્રેણિક જ કહેવાયા.
શ્રેણિક સંસારની બધી સંપદાથી યુક્ત હતા પણ તેમની પાસે જ્ઞાનની સંપદા ન હતી. તેમને ધન વગેરેની સમ્પદા આપનાર અને ધર્મની સંપદા આપનાર એ બન્નેમાં કણું મોટું લાગે છે ? એક માણસ તમને ધનધાન્ય આપે અને બીજે કેવળ ધર્મનું તત્ત્વ સમજાવે એ બન્નેમાં તમારી દષ્ટિએ કોણ મોટું છે ? જેમણે તમને આત્માની ઓળખાણ કરાવી છે અને આત્મા અને શરીર એ તલવાર અને મ્યાનની માફક જુદા જુદાં છે એવી પ્રતીતિ કરાવી છે એ મહાત્મા કાંઈ બીજાથી ઊતરતા નથી.
તમે લોકે આત્મા અને શરીરને તલવાર અને મ્યાનની માફક ભિન્ન સમજતા હો તે શું જોઈએ ? આ વાત ઉપર તમારી શ્રદ્ધા દઢ થાય અને અટલ વિશ્વાસ પેદા થાય તે બસ ! તમારા હાથમાં આત્મવિજયની ચાવી મળી ગઈ છે પણ વ્યવહાર જીવનમાં એ દઢ વિશ્વાસ કાયમ રહેતું નથી એ જ મોટી ખામી છે.