Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૦ ]
શ્રી જાહિર વ્યાખ્યાન સગ્રહે
[ અષાડ
જે લોકો શીલનું પૂર્ણ રીતે પાલન કરે છે, તે લોકો કોઈ પ્રકારના ચમત્કાર બતાવતા નથી. તમે કહેશેા કે, ચમત્કાર જોયા વિના અમને વિશ્વાસ કેમ થઈ શકે ? અને વાસ્તવમાં જો અમે પણ ચમત્કાર બતાવવા માંડીએ તે અહીં લેકે આવવા લાગે પણુ ચમત્કાર બતાવવા એ સાધુએનું કામ નથી ! એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું:એક માણસ જલતરણની વિદ્યા શીખી લેાકાને ચમત્કાર બતાવવા લાગ્યા કે, હું જલમાં આ પ્રમાણે રહી શકું છું-આટલું તરી શકું છું-વગેરે. ત્યાં એક યાગી પણ આવ્યા. તે પણ તે જ પ્રકારના ચમત્કાર બતાવવા લાગ્યા. ત્યારે એક યોગીને કહ્યું કે, ‘તમે ત્રણ પૈસાની વિદ્યા શીખી શું ફુલી રહ્યા છે. ?' યેગીએ કહ્યું કે, મે સાહ વર્ષાં સુધી ચેાગ કર્યાં અને છતાં ત્રણ પૈસાની વિદ્યા કેમ કહેા છે? તે માણસે કહ્યું કે, ત્રણ પૈસા આપીને નદી પાર કરી શકાય છે! સાઠ વર્ષના યાગથી જો એટહું જ કામ કર્યું તે શું કર્યું ? તમે તમારું કલ્યાણ કેમ સાધતા નથી? સાઠે વર્ષો સુધી યોગસાધના કર્યાં પછી પણ જો આવા ખેલ જ બતાવ્યા કરે તે હું એમ જ કહીશ કે, સાઠ વર્ષના યાગમાં નૌકા જ બનાવી શકાય પણ ભવસાગરને પાર્જઈ ન શકાય !
ત્રીજા માણસે તે
આ પ્રમાણે સાધુ બની, શીંલ પાળી, આત્મકલ્યાણ સાધવાને બદલે ચમત્કાર બતાવવામાં જ પ્રવૃત્ત રહે તો બધું વ્યર્થ જ જાય ! એટલા માટે સાધુએ શીલના જળમાં જ ડૂબ્યા રહે છે, કાઈને ચમત્કાર બતાવવાની તરખટમાં પડતા નથી.
સાધુએ તે। શીલનું પાલન કરવા માટે જ નીકળ્યા છે એટલે તે તે। શીલનું પાલન કરે જ છે પણ સુદને ગૃહસ્થ હેાવા છતાં પણ પાલન કર્યું એટલે તે વિશેષ ધન્યવાદને પાત્ર છે.
શીલનું પાલન કેવી રીતે કરવામાં આવે છે એને માટે શાસ્ત્રમાં અનેક ઉદાહરણે મળી આવે છે, તેને તમે ધ્યાનમાં રાખા. કેવળ સ્ત્રી પ્રસંગ ન કરવા કે પરસ્ત્રીનું સેવન ન કરવું એ જ શીલ છે એમ ન માને. વાસ્તવમાં જ્યાંસુધી વીર્યની રક્ષા કરવામાં ન આવે ત્યાંસુધી તેજસ્વિતા પ્રગટતી નથી. એટલા માટે સ્વસ્રી કે પરસ્ત્રીના પ્રસંગથી નષ્ટ થતાં વીની રક્ષા કરા; કારણ કે વીર્યરક્ષા એ જીવન છે અને વીર્યનાશ એ મૃત્યુ છે.
એક માણુસની વીંટીમાં રત્ન જડેલું હતું. તે માણુસ એ રત્નને વીંટીમાંથી કાઢી પાણીમાં ફેંકવા ચાહતા હતા અને બીજો માણસ તેની રક્ષા કરવા ચાહતા હતા. આ એ માણસેામાં કાને તમે ચાલાક કહેશેા ? જે માણસ રત્નની રક્ષા કરવા ચાહે છે તેને જ સૌ કાઈ હાશિયાર કહેશે. તે જ પ્રમાણે જે વીર્યથી આ શરીર ટકી રહ્યું છે એ વીર્ય-રત્નને અહીં તહીં વેડફી નાંખવું એ મૂર્ખતા છે. જો એ વીર્યની રક્ષા કરવામાં આવે તે। શરીરની રક્ષાની સાથે બળ-બુદ્ધિ પણ વધવા પામે. આજે લેાકેા વીર્યહીન બની ડાકટરાની દવા પીધા કરે છે પણ મૂળ રાગ જ્યાંથી પેદા થાય છે તે વીર્યનાશને અટકાવતા નથી. પહેલાના લેાકા વીર્યવાન હતા એટલે તેએ બળવાન અને બુદ્ધિવાન પણ હતા.
વમાન સમયમાં સંતતિનિરોધના નામે સ્ત્રીના ગર્ભાશયને નષ્ટ કરવાના હત્યારા રિવાજ ચાલુ થઈ પડયા છે! સ્ત્રીના ગર્ભાશયને નષ્ટ કરાવ્યા બાદ ગમે તેટલી વાર વિષયસેવન કરવામાં આવે તાપણું કોઈ પ્રકારની હાનિ થતી નથી એમ માનવામાં આવે