Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
કે, એ તે નકલી છે. જ્યારે તે નકલી છે તે નાટકનાં બીજાં પાત્રો ક્યાં અસલી હોય છે? બધાંય નકલી જ હોય છે ! જંગલથી પાછા ફરી, મેં વ્યાખ્યાનમાં ત્યાંના લોકોને ખૂબ કહ્યું કે, તમને આથી શું કલ્યાણ થવાનું છે? --- --
રાજા દધિવાહનની પટરાણી અભયા બહુ સુંદર હતી અને રાજા તેની ઉપર મુગ્ધ હતો, તેમ છતાં સુદર્શન તેના ફંદામાં ફસાયા હતા. આવા મહાપુરુષને શરણે જઈ એવી શુભ ભાવના ભાવો કે, “ આવા મહાપુરુષના ચરિત્રને થોડે અંશ મારા જીવનમાં ઉતરે તે મારું કલ્યાણ જ થઈ જાય.'
तुल्या भवन्ति भवतो ननु तेन किं वा। જે લક્ષ્મીવાનની સેવા કરે છે તે શું ભૂખ્યો રહી શકે? એ જ પ્રમાણે સુદર્શન જેવા શીલવ્રત પાળનારની શરણે જવાથી શું શીલ પાળવાની ક્ષમતા ન આવે? અવશ્ય આવે. માટે તેમની શરણે જાઓ અને શીલને જીવનમાં ઉતારો.
આ ચરિત્ર મનરૂપી કપડાંને સાફ કરવાનું કામ પણ કરશે. લોકનીતિ, શરીરરક્ષા અને સંસાર વ્યવહારની વાત પણ આ ચરિત્રમાં આવશે.
આજે જે કુરીતિઓ સમાજમાં ઘર ઘાલી બેઠી છે અને જેને લીધે અનેક પ્રકારની હાનિ થઈ રહી છે તેની વિરુદ્ધ પણ આ ચરિત્રમાં થોડું કહેવામાં આવશે, અને સુરીતિનો પ્રચાર કેમ થાય તે પણ બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે; માટે આ ચરિત્રને સાવધાન થઈને સાંભળો અને શીલવતને જીવનમાં ઉતારે તો કલ્યાણ છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૬ ગુરુવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવતણ દેવ કે, તરણ તારણ પ્રભુ મે ભણી, ઉજવલ ચિત્ત સમરું નિત્ય મેવ કે
શ્રી મુનિસુવ્રત સાહબા. શ્રી મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્માએ પરમાત્માની પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ વિષે અનેક વિધિઓ બતાવવામાં આવી છે. પ્રભુનાં અનેક નામ છે એટલે ભકતોએ એ નામોને લઈને અનેક રીતિએ પ્રભુની પ્રાર્થના કરેલ છે. આ પ્રાર્થનામાં આત્માએ દોષદર્શી બનવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. બધા લોકો પિતાની પ્રશંસા સાંભળવાની અને નિંદા નહિ સાંભળવાની ઈચ્છા રાખે છે; પણ જ્ઞાનીજને એથી ઊલટું કહે છે કે, “પિતાની પ્રશંસા સાંભળવાને બદલે પોતાના દોષોને સાંભળવાની અને જોવાની ઈચ્છા રાખો. મારામાં કેટલાં ગુણ છે એ જુઓ નહિ પણ મારામાં કયા કયા દે છે એ જોવાને પ્રયત્ન કરો. કદાચ