________________
જન્મ, દક્ષિા અને કેવળ) મળી ૮ કલ્યાણક થયેલાં છે. હાલમાં તીર્થ વિદ છે, ખેત્ર ફરસના થાય છે. થાનાદિક ત્યાં કાંઈ પણ નથી.
અગાઉ દેરાસરમાં ચરણ હતા, તે કારણ વસે કરીને ભાગલપુરના દેરાસરના ખુણામાં બિરાજમાન કરેલા છે. શહેરમાં ધરમશાળા છે જણસ મળે છે. અહીંથી પાછા રેલ મારગે દરભંગા થઈ સ્ટીમરમાં મકામાં થઈ રેલ ગાડીએ લખેસરાઈ જવું કુલ ૧૩૦ માઈલ ભાડું ૨૧-૭-૯.
લખેસરાઈથી રેલ મારગે ૬૧ માઇલ ભાગલપુર સ્ટેશન જવું. ભાડું રૂ -૧૩-૦ -
બજારમાં દેરાસર તથા ધર્મશાળા છે. અહીં દેરાસરમાં ઉત્તર બાજુના ખુણામાં શામ કસવડી (કસોટી) પાષાણના બેવડા ચરણની સ્થાપના છે. એ ચરણ પ્રાચીન ખાસ મીથીલાજી તીર્થના છે. કારણ પ્રસંગે અહીં સ્થાપના કરેલી છે. સરવ જણસ મળે છે. અહીંથી પગ રસ્તે બે ગાઉ નાથ નગર શહેરમાં જવું.
૫૯ નાથ નગર (ચપાપુરી તીર્થ) ચંપાપુરી નગરી તીર્થ છે, હાલ એને નાથનગર કહે છે. ધરમ. શાળા તથા દેરાશર બારમા ભગવાનનું છે. એમના યવન, જન્મ, દીક્ષા, કેવળ અને મેક્ષ એ પાંચે કલ્યાણક અહીં થયેલાં છે. પાંચે કલ્યાણના ચરણોની સ્થાપના દેરાસરમાં છે. ધર્મશાળાની પાસે ચંપાનાલા વહે છે, અહીંથી પાછું ભાગલપુર પગ રસ્તે આવવું.
ભાગલપુરથી રેલ માર્ગે નલહટી જંકશન સ્ટેશને આવી ત્યાંથી બીજી રેલ ગાડીએ બેસી અછમગજ જવું. ૧૪૭ માઈલ ભાડું ૨ -૧૪-.