________________
(૨૭)
૧૦૧ હાથરસ, દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ ચીજ મળે છે. અહીંથી માઈલ ૩૦) કાલકા રેલ ગાડીએ ટુંડલા જંકશન સ્ટેશને જવું ભાડુ રૂ. ૦-૬૦ ત્યાંથી ઈસ્ટ ઇન્ડીયા રેલ મારગે માઈલ ૧૬ આગ્રા જવું ભાડું ૯-૩-૦
૧૦૨ આગ્રા, ન દેરાસરે ૪ છે, ધરમશાળા મોટા દેરાસરની પાસે છે ત્યાં ઉતરવું સ્ટેશન પાસે ધરમશાળામાં ઉતરવું અનુકુળ નથી. શહેર જોવા લાયક છે. જણસ સરવ મળે છે.
અહીંથી ઘણું રેલ ગાડીઓ જાય છે. દીલી રેલ ગાડીમાં બેસી માઇલ ર૩ શફરાબાદ જવું. ભાડુ રૂ. ૦-૫-૦ છે ત્યાંથી ગાઉ ૬ બટશર સરીપુર પગરસ્તે જવું. સડક છે. ગાડી મળે છે,
૧૦૩ સોરીપુર, સોરીપુર નગર તીર્થ શાશ્વત કહેલું છે. હાલ બટેસર નામથી પ્રસિધ્ધ છે. આ તીર્થ હાલ વિછેદ પ્રાપ્ય થયું છે. બાવીસમા ભગવાનના આ શહેરમાં ચ્યવન અને જન્મ બે કલ્યાણક થયેલા છે શહેરથી ગાઉ એક જમુના નદીના તટ ઉપર પ્રાચીન ચરણની સ્થાપના છે, તેની પાસે ગુમટીમાં નવા ચરણ સ્થાપન કરેલાં છે. એક બાજુ અધિષ્ઠાતાની મૂત સ્થાપન કરેલી હતી પરંતુ તે બધાની સાર સંભાળ વિના ત્યાં જતા આવતા અણસમજુ લેકએ પગલાંની પાંખડી ખંડીત કરી નાખી છે અને અધિષ્ઠાતાની મૂર્તિ તદન ખંડિત કરી છે. શ્રી સંઘે આ બાબત ધ્યાન પર લઈ આ તીર્થને હરેક પ્રકારે ઉદ્ધાર કરવો મુનાસીબ છે.
અહીંથી પાછું પગ રસતે શકુરાબાદ આવી ત્યાંથી રેલ મારગે માઇલ ૧૩૭ ગાજીઆબાદ જંકશન સ્ટેશન જઉં ભાડું રૂ.૧-૧૨-૦ છે. ત્યાંથી પંજાબ લાઈનની રેલ ગાડીએ ભાઇલ ૩૧ મેટકોપ જઉં, ભાડું રૂ ૦-૪-૩ છે.