________________
(૨૪૭) વળી શુધ્ધ શ્રધા વિના જ્ઞાન–ધ્યાન-કિયા એ ફકત પુન્યનો કારણ છે. પણ તેથી સકામ નિર્જરા થતી નથી. ચાહે તેટલું વ્યવહારથી કષ્ટ ક્રિયા કરે, સાધુ પંચમહાવૃત પાળે, શ્રાવક બારવ્રત પાળે, પણ શુદ્ધ શ્રધ્ધા વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી; અને તેવી કરણીરૂપ સાધુના પંચ મહાવૃત તથા શ્રાવકના બારવૃત તે અભવ્ય જીવને પણ ઉદય આવે એટલું જ નહીં પણ એધા મુહુપતીને મેરૂપર્વત જેવો ઢગલો થાય તેટલાં ચારિત્ર, એવી ક્રિયા સહીત આ જીવે પાળ્યા પણ જીવની ગરજ સરી નહી મતલબ કાર્યની સિધ્ધી થઈ નહીં; મોક્ષપદ પ્રાપ્ત થયું નહીં; અને એવાં ચારિત્રે ઘણી વખત પાળ્યાં છતાં ઘણા એવો નર્ક ત્રીજંચ તથા છકાયમાં ભમ્યા કરે છે.
પણ તેથી ઉલટું ઘણા છો એક ભવમાં શુદ્ધ સદણ કરી, તવ માર્ગ પામી, શ્રધ્ધાવંત થઈ, ને ચેડાજ ભવમાં મેક્ષ ગયા છે? જાય છે. અને જશે.
કહયું છે કે – सम्मत पत्त जीवाः नीर थतिरिय नहुँ तिकरसायि
मुहमाण सेदेवेहिः उप्पज्जित्ता सिवं जंति ॥ १ ॥ (લાયક) સમક્તિ પામેલા છે કદી પણ (પૂર્વે બંધ પડે ન હોય તે) નારકી કે તીર્થંચ થતા નથી પણ સારા મનુષ્ય અને દેવતા પણે ઉત્પન્ન થઈ અંતે મેક્ષ ગતીને પામે છે માટે –
ભવ્ય જીવોએ સુદેવ–સુગર અને ક્ષમા દયા તથા વિન્ય મુળ શ્રી જૈન ધર્મ ઉપર દ્રઢ શ્રધ્ધા રાખી એટલે શુધ્ધ શ્રાવંત થઈને પછી પિતાની યથા શક્તિ પ્રમાણે જ્ઞાન -ધ્યાન-ક્રિયા વગેરે ધર્મ કરણી કરવાથી તે બહુ ફળદાયક નીવડે છે અને તેથી જ છેવટે મોક્ષની પ્રાપ્તિ થાય છેતેમજ કહયું છે કે