________________
(ર૪પ)
શુદ્ધ શ્રદ્ધા-સમકિત. જેમ નાનાથી મોટા દરેક બાંધકામ અથવા બીજી વસ્તુને સ્થીર મજબુત રહેવા માટે પાયાની અથવા બીજા આધારની જરૂર છે તેમ ધર્મરૂપ ભવ્ય મંદીરને આધારભૂત પાયે શુદ્ધ શ્રધ્ધા છે. જ્યાં સુધી શુધ્ધ સમકિત દ્રઢપણે કાયમ ટકી શકશે નહી, ત્યાં સુધી ધર્મરૂપ મંદીરની સ્થિતિ નિર્ભયપણે નભી શકવાની નથી; એટલે કે શુધ્ધ સમ કિત વગરની દરેક ધર્મ કરણી નિરજીવ દમ વગરની છે વાસ્તે શુદ્ધ શ્રધ્ધા એટલે શું? અને તેની દ્રઢતા શી રીતે રાખી શકાય તે દરેક સુજ્ઞ જનને જાણવા તેમજ તે મુજબ વર્તવાની કેટલી જરૂર છે તે આ ઉપરથી સહેજ સમજી શકાશે.
વળી સુજ્ઞ શ્રાવકે ધર્મમાં પ્રવેશ કરતી વખતે શુધ્ધ શ્રધ્ધારૂપ રત્ન પ્રથમ હાથ કરવાની અવશ્ય જરૂર છે, કારણ કે તેના આલંબ નથી ધર્મ સંબંધી દરેક કાર્ય ફળીભૂત થઈ શકે છે, એટલું જ નહીં પણ શ્રાવકના યથાસ્થિત લક્ષણે ગ્રહણ કરવાને લાએક બની શકે છે, દાખલા તરીકે જેમ નાગમણિ ગ્રહણ કરનાર ગમે તેટલા અગાધ જળમાં પણ રસ્તો મેળવી વેચ્છાનુસાર ગમન કરી શકે છે તેમ સમક્તિ રૂપી અમુલ્ય રન વડે આઘેર સંસાર સમુદ્રમાં ગમે તે જગાએ અને ગમે તેવી સ્થિતીમાં પણ ધર્મરૂપી મહાનતંભ દ્રઢપણે હાથ રાખવાને જીવ શક્તિવાન થશેજ. .
પરંતુ સમકિત એટલે શું? તે પ્રથમ જાણ્યાશિવાય એવું અમુલ્ય રન ધી કાઢવાને કઈ ઉદ્યમ કરી શકે નહીં માટે શુધ્ધ શ્રદ્ધાનું
સ્વરૂપ સંક્ષેપમાં આંહી વર્ણવેલ છે અને વિશેષ ખુલાસે તેમજ અનું ભવ ગુરૂ સમાગમ વિગેરેથી મેળવી તે પ્રમાણે કાળજીથી વર્તવાની દરેક સુજ્ઞ જનની ખાસ ફરજ છે, હવે સમકિત એટલે – '