________________
(અ)
૪૩૦ વગેલા, * મુંબઈથી સ્ટીમેર મારગે રત્નાગીરી અને મેરમગાવની વચમાં ગામ છે દેરાસર ૧ કચ્છી દશાઓશવાલોનું બંધાવેલ છે. માંથી પાછા મુંબઈ આવવું. * આ પુસ્તકના પાના દશમાં આવેલ નંબર ૪૫ પુલ. ગામથી એક ગાઉ પર ગામ શ્રી નાચંણગામ છે.
૧૪૩૧ નાચણગામ, દેસર ૧ હશવિજયજીના ઉપદેશથી થયો છે. પ્રતિ ગઈ સાલ થઈ છે ત્યાંથી પુલગામે જવું.
ઉપર જે જે ગામ શહેશે અને પહાડપર દેરાસર તી અને તીર્થક્ષેત્ર ફરસના બતાવી છે તે સિવાય નીચે લખેલાં તો હિંદુસ્તાનમાં અને બાહાર છે. પરંતુ ત્યાં જવાના ખરા બરાબર રસ્તા જણાઈ આવ્યા નથી તેથી જાત્રા કરનાર જીજ્ઞાસ સદગૃહસ્થોએ કોઈ પંડિત જાણકારણથી તજવીજ કરી જાત્રાનો અભિલાષ પુરો કરવો. અને જે જે તીર્થોનાં માગ માલમ પડે તે અમને લખી જણાવવા મેહેરબાની કરવી કે જેથી ત્રીજી આવૃતીમાં અગર આ બુકમાં વધારા તરીકે દાખલ કરશે એ માટે લાભ થશે. ૧૪૩ર માર્ગે માલમ નહીં પહેલાં તેની વિગત
૧ કિષ્કિન્ધા પર્વતમાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. ૨ લંકામાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. હાલ વિચ્છે : ૩ ત્રિકુટ પર્વતમાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. ૪ વિંધ્યાચળ પર્વતમાં ગુપ્ત પાર્શ્વનાથ તથા શ્રેયાંસનાથનું તીર્થ. ૫ માહેંદ્ર પર્વતમાં છાયા પાર્શ્વનાથનું તીર્થ. ૬ કાર પર્વતમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનું તીર્થ,