________________
(૧૨)
૧૦૬૩ તાલા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામથી બાંદીમા જવું.
૧૦૬૪ બારીઆ દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, શાવીક શાળા છે. અહીંથી ગામ સુજાપુર જવું.
૧૦૬૫ સુજાપુર, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી વરસર જવું.
૧૦૬૬ વરસર, દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી તેરે જવું.
૧૦૬૭ તેરા - દેરાશર બે ભવ્ય સોનેરી કારીગરીના ભવ્ય આઠ દેરીઓ સહીત શેઠ બુઢા હોશાણીનું બંધાવેલ છરાવળા પાર્શ્વનાથનું તથા ગારજી તારા ચંદજીનું બંધાવેલ શામળા પાર્શ્વનાથજીનું જોવા લાયક છે, ધરમશાળા ચાર તથા પાંજરાપોળ, જ્ઞાનશાળા શાપધમશી ધનજી ખીમજીની બંધાવેલ તથા શા. ડુંગરશી શો જપારની બંધાવેલ પોષદ શાળા, તથા છોકરાઓની ગુજરાતી સ્કુલને મકાન જોવા લાયક દેશી કારીગરીના ખરેખર દાખ લારૂપ છે. શા. દેવછ ભારની બંધાવેલ લાયબ્રેરી જેની વ્યવસ્થા બરબુર નથી તે માટે લાગતા વળગતાને ધ્યાન ખેચું છું અને શા. ખેતશી જેઠાની જૈન શ્રાવકાશાળા તેમ શા. વીરજી પાસની કન્યાશાળા જોવા લાયક છે. સદાવ્રતો આઠ દેવાય છે. અહીંના ત્રણ તલાવ આખા કચ્છમાં વખણાય છે ગામ ઘણું સુંદર ને મોભાદાર છે આ પુસ્તકના કરતા એ ગામના રહીશ છે, જણસ વસ્ત સર્વ મલે છે અહીથી ગામથી નળીઆ જવું,