________________
મળે છે; પંદરમા ભગવાનના ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળ એ ચાર કલ્યાણક અહીં થયેલાં છે, અહીંથી પાછા સોહાવલ સ્ટેશન જવું. ત્યાંથી મિલ ૭૦ લખનાર જવું.
( ૯૭ લખનઉ, સ્ટેશન ઉપર બજાર તથા ધરમશાળા છે. અહીંથી કેસ ૩ શહેર છે, રસ્તામાં જંગલ છે તેથી રાત્રે જઈ શકાતું નથી, દીવસેજ શહેરમાં જવાય છે. ગાડી મળે છેશહેરમાં સીંધી વગેરેમાં તથા બચીમાં દેરાસર છે જણસ સરવે મળે છે. અહીંથી પાછુ સ્ટેશન પર આવી રેલગાડીએ માઈલ ૪૬ કાનપુર જવું ભાડુ રૂ. ૦-૪-૯
૯૮ કાનપુર, સ્ટેશનથી થોડે દૂર શહેર છે, ગાડી મલે છે, બજારમાં ધર્મશાળા + (સરાય) તથા દેરાસર ૩ તથા એક બગીચામાં મળી ચાર દેરાસરે છે, સવ ચીજભાવ મળે છે, અહીંથી મિલ ૮૬ પરકાબાદ જવું ભાડુ રૂ. ૦-૧૪-૩
- ૯૯ ફરકાબાદ,
બજારમાં દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ ચીજ મળે છે, અહીંથી માઈલ ૧૯ રેલ મારગે કાયમગજ સ્ટેશને જવું ભાડુ ૨ ૦-૩-૯
કાયમગંજથી ગાઉ ૩ પગ રસતે કપીલાનગરી જવું. - ૧૦૦ કપીલા નગરી.
તીર્થ છે, દેરાસર તથા ધર્મશાળા છે. ત્રીજા ભગવાનના અવન, જન્મ, દિક્ષા. અને કેવળ એ ચાર કલ્યાણક થયાં છે. અહીંથી પાછું કાયમગજ સ્ટેશન પગરસ્તે આવવું. અહીંથી મિલ ૮૩ શ્રી હાથરસ જવું ભાડુ રે. -૧૩-૦ છે. + + આ જીલ્લામાં ધર્મશાળાને સરાય કહે છે.