________________
(૩૯)
૧૬૦ નીમચની છાવણ. - દેરાસર તથા ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પાછું પગ રસતે ગાઉ ૧ નીમચ શહેર આવવું. ત્યાંથી માઇલ ૧૮ નીબાર જવું: ભાડુ ૨ -૩-૦
૧૬૧ નીંબાર, * દેરાસર તથા ઉતરવાની જગા છે. જણસ મલે છે, અહીંથી માછલી ૧૮ શ્રી ચીડગઢ જવું. ભાડું રૂ ૦-૩
૧૬ર ચીતાડગઢ. . . . . . * સ્ટેશનથી અડધા ગાઉ પર શહેર છે, શહેરમાં દેરાસર ૧ તથા ધરમશાળા છે શહેરની બહાર દેગાઉના ચઢાવવાળો ડુંગર છે, તેની ઉપર કીલ્લો બાંધે છે તે જોવા લાયક છે, ત્યાં ૧ પ્રાચીન દેરાસર છે. સર્વ જણસ મળે છે. અહીંથી માલ ૬૪ ઉદેપુર જવું. ભાડુ રૂ. ૦૧૧૬ છે.
૧૬૩ ઉદેપુર, * સ્ટેશનથી દેઢ ગાઉં શહેર છે, રાત્રના દસ વાગતા પછી શહેરમાં જવા દેતા નથી, શહેરના કોટ બહાર ધરમશાળા છે. શહેરમાં ૨૮ તથા શહેર બહાર ૪ મળી ૩૨ દેરાસરો છે, સર્વ ચીજ મળે છે. આ
અહીંથી શ્રી કેશરીઆઇ (ધુલેવા ગામ) ગાઉ-૧૬ જગલ પહાડને રસ્તે છે. સડક બાંધેલી છે, ત્યાં જતાં અહીંથી બેલગાડી અને ધોડાગાડી મળે છે, ઉદેપુરના રાણાસાહેબ તરાથી ત્યાં જતાં સુધી ૯ ચોકીઓ બેસાડેલી છે, જાત્રાળુઓને જવા સારૂ દરબારમાંથી હુકમ લેવું પડે છે . અને રસ્તાના વળાવા ચેકી માટે ચીઠી કરી આપવામાં આવે છે. શહેર રમાંથી નીકળી રસ્તે જતાં દસ ગાઉ૫ર ગામ પરસાદ આવે છે ત્યાં જવું.
૧૬૪ વરસાદ દેરાસર તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે, અહીંથી છ ગાઉ ધુલેવા ગામ (શ્રી કેશરીઆઇ) જવું,