________________
(૩૭)
૧૪૯ તેમ, શહેરના ચેકમાં ધર્મશાળા છે તથા દેરાસરે ૧૪ છે. તેમાં એક બગીચામાં તથા ઘરમાં દેરાસર છે અહીં દર્શન બાર વાગા સુધી થાય છે પછે થતા નથી સબબ જે પુજારીઓની વ્યવસ્થા બરોબર નથી સરકારી ધર્મશાળાની સ્થીતી ખરાબ છે. જણસ ભાવ સર્વ મળે છે
અહીંથી કોસ ૧ ઉપર જંગલમાં દેરાસરો બે છે. તેનાથી અડધા ગાઉ ઉપર બીજી બાજુએ નાનું ગામ છે. દર્શન કરી પાછા રતલામ આવવું. ત્યાંથી પગરસ્તે ખાચરીદ જવું. .
૧૫૦ ખાચરીદધર્મશાળા તથા દેસર છે. અહીંથી પાછા રતલામ આવવું. ત્યાંથી ગાઉ એક સાદી ગામ પગરસ્તે જવું.
૧૫૧ ભાગોદી, દેરાસર છે. ઉતરવાની જગા છે. જણસ મળતી નથી. અહીંથી ગાઉ દેહ બબાદ ગામ પગ રસ્તે જવું.
૧૫૨ બબાદ ગાંવ, ધર્મશાળા તથા દેરાસરો છે. જણસભાવ મળે છે. અહીંથી પાછા રતલામ આવીને ત્યાંથી બીજે ર ૧ ગાલ પર સેમલીઆ ગ્રામ પગ રસ્તે જવું.
૧૫૩ સેમલીઆ ગ્રામ, દેરાસરે પાંચ છે. તેમાં સેળમાં તીર્થંકર ભગવાનનું દેરાસર (ઈક સ્થળેથી) ઉડાવીને લાવેલું છે એવું કહેવાય છે. પ્રતિમા બહુ ચમકારી છે. ભાદરવા સુદ ૨ ને દીવસે ભગવાનના ખમામાંથી દુધની ધારા નીકળે છે એવું ત્યાંના તથા આજુબાજુના શહેર તથા ગામના રહેવાસીઓ જણાવે છે. કુંડ તથા ધર્મશાળા મેટી છે, મેળો ભરાય છે