________________
(૩૧)
૧૧૮ સનખતરા, દેરાસર તથા ધર્મશાળા છે. અહીંથી પગ રસ્તે ગાઉ ૬ નારેવાલ જવું.
૧૧૯ નારાવાલ. દેરાસર તથા ધરમશાળા છે. તેની પેલી બાજુએ કાશ્મીરનો હિમાલય પર્વત આવે છે.
અહીંથી પાછા પગ રસ્તે ૩૧ ગાઉ જંબુ સ્ટેશન આવવું. જંબુ સ્ટેશનથી માઇલ ૧૫ર લાહેર જંકશન સ્ટેશન પાછા આવવું. .
લાહોર જંકશન સ્ટેશનથી કરાચી લાઈન રેલગાડીમાં બેસી માઇલ ૨૦૮ સુલતાન શહેર જવું. ભાડુ ૨. ૨––૦,
૧૨૦ સુલતાન, દેરાસર તથા ઉતરવાની જગા છે. સર્વ જણસ ભાવ મળે છે, અહીંથી ૫૭૬ માઈલ કરાચી બંદર છે. ભાડું રૂ. ૬-૧૨-૦
૧૨૧ કરાચી સિંધનું વેપારનું મોટું મથક છે તેમ બંદર છે અહીં ઘર દેરાસર થયું છે. સર્વ જાણશ ભાવ મળે છે શહેર જોવા લાયક છે અહીંથી થરપારકર જવું અહીંથી સ્ટીમેર રસ્તે કચ્છ તથા મુબઈ જવાય છે,
૧૨૨ થરપારકર, અહી જંગલમાં ગાડીચાજીને ભવ્ય દેરાસર છે એ જમીનમાંથી પ્રગટ થએલા છે હાલ વસ્તી વિશેષ નહી હેવાથી રાત રેવાતો નથી પણ નજીકમાં ગામ છે ત્યાં ધરમશાળા છે તે આ જણસ વસ્ત મલી શકે છે ત્યાંથી પાછા મુલતાન જવું અને મુલતાનથી અસુર જવું.